મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ઘરની આ દિશામાં રાખેલું મોરપીંછ તમારી કિસ્મત ચમકાવી શકે છે

મોરનું નામ સાંભળતા જ દરેકના મનમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. શાસ્ત્રોમાં મળેલી માહિતી મુજબ દરેક વ્યક્તિના જીવનમા

ઘરની આ દિશામાં રાખેલું મોરપીંછ તમારી કિસ્મત ચમકાવી શકે છે

મોરનું નામ સાંભળતા જ દરેકના મનમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. શાસ્ત્રોમાં મળેલી માહિતી મુજબ દરેક વ્યક્તિના જીવનમાં મોર પીંછાનું મહત્વ હોય છે. તમને જણાવી દઈએ કે મોર પીંછાને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ તો આવે જ છે સાથે સાથે તમારા વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે.

આજે તમને જણાવીશું કે મોરપીંછ તમારા જીવનમાં કેવી રીતે ખુશીઓ લાવી શકે છે અને ઘરના કયા સ્થાન પર તેને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : 43,000 કરોડની સંપત્તિ ત્યાગી, આ ટેલિકોમ દિગ્ગજનો પુત્ર બન્યો ભગવાન બુદ્ધનો સંન્યાસી

રાહુ દોષથી રાહત મળશે

જો તમે રાહુ દોષથી પરેશાન છો તો તેના માટે પણ મોરપીંછ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરની પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં મોરપીંછ રાખો. એવું માનવામાં આવે છે કે આ દિશામાં મોરપીંછ રાખવાથી રાહુ ક્યારેય ઘરમાં પ્રવેશતો નથી.

માતા લક્ષ્મી પ્રસન્ન થશે

શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરના પીંછા રાખવાથી તમારા પરિવારની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ પણ બને છે. મોરપીંછા ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી તમારા ઘરમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની દક્ષિણ દિશામાં તિજોરીમાં મોરનાં પીંછાં રાખવા જોઈએ.

આ પણ વાંચો : ગુજરાતમાં અફીણનાં રસની હેરાફેરી કરતા એક શખ્સની SOG ટીમે કરી ધરપકડ

વેપારમાં નફો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારી દુકાનમાં મોરપીંછ રાખવાથી તમારો બિઝનેસ ટ્રેનની જેમ ચાલવા લાગશે. આ માટે સૌથી પહેલા તમારે દુકાનના મુખ્ય દ્વાર પર મોરપીંછ બાંધવું પડશે. આ ઉપરાંત દુકાનના દરવાજા પર એક મોરપીંછ અને બે મોર પીંછાને ફ્રેમ બનાવીને દુકાનની પૂર્વ દિશામાં લટકાવવાના હોય છે. આ સિવાય દુકાનના પૂજા રૂમમાં પણ મોરપીંછ રાખવું જોઈએ. થોડા દિવસોમાં તમને તમારા વ્યવસાયમાં નફો દેખાવા લાગશે.

કુટુંબ પર ખરાબ નજર

વાસ્તુશાસ્ત્ર અનુસાર, એવું માનવામાં આવે છે કે તમારા બાળક અને પરિવારને ખરાબ નજરથી બચાવવા માટે મોરપીંછ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આ માટે તાવીજમાં મોરપીંછ રાખો અને બાળકને તે પહેરાવી દો. આ તમારા બાળકને ખરાબ નજર અને દુષ્ટ શક્તિઓથી બચાવશે.

આ પણ વાંચો : UNનું સન્માન, અઢળક દેશોમાં 6000 સૈનિકો તૈનાત કરનાર ભારતને ફરી સોંપી મોટી જવાબદારી

સંબંધોમાં મધુરતા

જો તમારા સંબંધોમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું તો તમે ઘરમાં વાંસળીની સાથે મોરપીંછ પણ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા સંબંધોમાં સુધારો થશે.  તમારા સાથી તમારી સારી રીતે કાળજી લેશે. ઉપરાંત,વાંસળી સાથે મોરપીંછ રાખવાં જોઈએ 

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધl જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો