મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic / વિનેશ ફોગાટ માટે ઘણો મુશ્કેલ રહેશે પહેલો રાઉન્ડ, આ એથ્લેટ સામે થશે ટક્કર

ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં મુશ્કેલ ડ્રો મળ્યો છે, જેમાં તે 50 કિગ્રા

Paris Olympic / વિનેશ ફોગાટ માટે ઘણો મુશ્કેલ રહેશે પહેલો રાઉન્ડ, આ એથ્લેટ સામે થશે ટક્કર

ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં મુશ્કેલ ડ્રો મળ્યો છે, જેમાં તે 50 કિગ્રા વર્ગમાં વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અને ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન યુઇ સુસાકીના પડકારનો સામનો કરશે. સુસાકીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી એક પણ હારનો સામનો નથી કર્યો.

વિનેશ માટે પ્રથમ રાઉન્ડ પાર કરવો મુશ્કેલ હશે, કારણ કે તે જાપાની એથ્લેટ સામે સ્પર્ધા કરી રહી છે, જેણે એક પણ પોઈન્ટ ગુમાવ્યા વિના ટોક્યો ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જો કે, આ વિનેશ માટે સારું પણ હોઈ શકે છે કારણ કે સુસાકી ફાઈનલમાં પહોંચવાની દાવેદાર છે અને આવી સ્થિતિ વિનેશ માટે રેપેચેજનો માર્ગ ખોલી શકે છે. વિનેશ તેની ત્રીજી ઓલિમ્પિક રમી રહી છે પરંતુ તે પ્રથમ વખત 50 કિગ્રા વર્ગમાં ભાગ લેશે. પહેલા તે 53 કિગ્રા વર્ગમાં ભાગ લેતી હતી. વિનેશ ફોગાટ આજે મહિલાઓની 50 કિગ્રા રાઉન્ડ ઓફ 16માં ક્વોલિફાય થશે તો સુપર-8 અને સેમીફાઈનલ પણ આજે જ થશે. તે બપોરે 3 વાગ્યાથી તેની મેચ રમવાનું શરૂ કરશે.

વિનેશ ફોગાટનું અત્યાર સુધીનું પ્રદર્શન

વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા, વિનેશ ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય રેસલરમાંની એક છે, પરંતુ ઓલિમ્પિક ગેમ્સમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

પ્રખ્યાત ફોગાટ બહેનોમાંની એક વિનેશે રિયો 2016માં મહિલાઓની 48 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ઘૂંટણની ગંભીર ઈજાને કારણે ક્વાર્ટર ફાઈનલ મેચમાંથી ખસી જવું પડ્યું હતું. ટોક્યો 2020માં મહિલાઓની 53 કિલોગ્રામની ક્વાર્ટર ફાઈનલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી વિનેશને ફરી એકવાર ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

આ સમાચાર શેર કરો