મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

વિનેશ ફોગાટ પહેલા આ એથ્લીટને મળ્યો ન્યાય, હારીને પણ જીતી લીધો બ્રૉન્ઝ મેડલ

પેરિસ ઓલમ્પિક 2024માં સ્ટાર ભારતીય રેસલર વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ફાઇનલમાંથી બહાર

વિનેશ ફોગાટ પહેલા આ એથ્લીટને મળ્યો ન્યાય, હારીને પણ જીતી લીધો બ્રૉન્ઝ મેડલ

પેરિસ ઓલમ્પિક 2024માં સ્ટાર ભારતીય રેસલર વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ફાઇનલમાંથી બહાર કરી દેવામાં આવી હતી. એવામાં તેની પાસેથી મેડલ છીનવાઇ ગયો હતો. વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં કેસ કર્યો છે જેની સુનાવણી થઇ ચુકી છે. હવે 13 ઓગસ્ટે ચુકાદો આવવાનો છે. આ પહેલા CASએ રોમાનિયાની જિમનાસ્ટ એના બારબોસુને સારા સમાચાર આપ્યા છે.

જિમ્નાસ્ટિકની ફ્લોર ઇવેન્ટમાં એનાએ હારીને પણ બ્રૉન્ઝ મેડલ જીતી લીધો છે. સાથે જ કોર્ટે અમેરિકાની જિમનાસ્ટ જોર્ડન ચાઇલ્સ પાસેથી બ્રૉન્ઝ મેડલ છીનવી લીધો છે. મહત્ત્વપૂર્ણ છે કે ઇવેન્ટમાં જોર્ડન ત્રીજા અને એના ચોથા નંબર પર રહી હતી.

એનાના પક્ષમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો

ઇવેન્ટના ફાઇનલ રાઉન્ડમાં અમેરિકાની જોર્ડન 13.766 સ્કોર સાથે ત્રીજા નંબર પર રહી હતી. જ્યારે રોમાનિયાની એનાનો સ્કોર 13.700 રહ્યો હતો અને તે ચોથા નંબર પર હતી. આ ઇવેન્ટમાં બ્રાઝીલની રેબેકા આંદ્રેડેએ ગોલ્ડ અને અમેરિકાની સિમોને બિલેસે સિલ્વર મેડલ જીત્યો હતો.

પરિણામ બાદ એના બારબોસુ અને તેની ટીમે CASમાં કેસ દાખલ કર્યો હતો, તેમને કહ્યું કે જોર્ડન ચાઇલ્સને ખોટી રીતે પોઇન્ટ આપવામાં આવ્યા છે જેને કારણે તે ત્રીજા નંબર પર રહી છે અને બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. આ મામલે CASમાં લાંબી સુનાવણી ચાલી હતી અને તેમને એનાને યોગ્ય ગણી હતી.

તે બાદ CASએ જોર્ડન ચાઇલ્સના સ્કોરને પણ કાપી નાખ્યો હતો. આ ચુકાદા બાદ જોર્ડન ચાઇલ્સનો સ્કોર 13.666 કરવામાં આવ્યો છે. આ સાથે જ તે પાંચમા નંબર પર પહોંચી ગઇ હતી. જ્યારે એના બારબોસુ ત્રીજા નંબર પર આવી ગઇ હતી. આ રીતે કોર્ટના ચુકાદા બાદ એનાને બ્રૉન્ઝ મેડલ આપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો