Paris olympics: ભારતીય રેસલર વિનેશ ફોગાટ ફાઈનલમાં, સેમિફાઈનલમાં ક્યુબાની કુસ્તીબાજને હરાવી
Paris olympics 2024:પેરિસ ઓલિમ્પિકમાં 6 ઓગસ્ટે 11મો દિવસ છે. સેમિફાઈનલમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટનો મુકાબલો ક્

Paris olympics 2024:પેરિસ ઓલિમ્પિકમાં 6 ઓગસ્ટે 11મો દિવસ છે. સેમિફાઈનલમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટનો મુકાબલો ક્યુબાની કુસ્તીબાજ ગુઝમેન લોપેઝ સામે થયો હતો. ક્યુબાની કુસ્તીબાજને 5-0થી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. બુધવારે ફાઈનલ મુકાબલો અમેરિકાની રેસલર સારા સાથે થશે.
ફાઈનલમાં પહોંચનાર પહેલી મહિલા રેસલર બની
ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની રેસલર યુસ્નેલીસ ગુઝમેનને 5-0 થી હરાવી હતી. આ સાથે જ તે રેસલિંગની કોઈપણ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચનાર પહેલી મહિલા રેસલર બની છે.
વિનેશ ફોગાટનું પ્રદર્શન
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર જીત નોંધાવી હતી. ભારતીય રેસલરે સતત બે મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વિનેશ ફોગાટે મંગળવારે તેની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન યુઈ સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. સુસાકી સામેની ક્વાર્ટર ફાઈનલની છેલ્લી ઘડીમાં વિનેશ 0-2થી પાછળ હતી. ભારતીય રેસલરે મેચ પુરી થવાના 30 સેકન્ડ પહેલા જોરદાર મૂવ કરીને હારને જીતમાં ફેરવી દીધી હતી. ત્યારબાદ વિનેશ ફોગાટે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી.








