મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic / બોક્સિંગમાં બે ભારતીયોનું દિલ તૂટયું, પંખાલ અને જેસ્મિનનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત

મંગળવારે ભારતના અનુભવી બોક્સર અમિત પંઘાલ પેરિસ ઓલિમ્પિકની બોક્સિંગ સ્પર્ધામાં મેન્સ 51 કિગ્રા કેટેગરીમ

Paris Olympic / બોક્સિંગમાં બે ભારતીયોનું દિલ તૂટયું, પંખાલ અને જેસ્મિનનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત

મંગળવારે ભારતના અનુભવી બોક્સર અમિત પંઘાલ પેરિસ ઓલિમ્પિકની બોક્સિંગ સ્પર્ધામાં મેન્સ 51 કિગ્રા કેટેગરીમાં અને નવોદિત મહિલા બોક્સર જેસ્મીન લેમ્બોરિયા 57 કિગ્રા કેટેગરીમાં હાર્યા બાદ બહાર થઈ ગયા હતા. પંઘાલનું પેરિસ ઓલિમ્પિક અભિયાન રાઉન્ડ ઓફ 16માં આફ્રિકન ગેમ્સ ચેમ્પિયન અને ઝામ્બિયાના ત્રીજા ક્રમાંકિત પેટ્રિક ચિનયેમ્બા સામે 1-4થી હાર સાથે સમાપ્ત થયું, જ્યારે જેસ્મિન ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા અને ફિલિપાઈન્સની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નેસ્ટી પેટેસિયો સામે 0-5થી હારીને બહાર થઈ ગઈ.

વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019 સિલ્વર મેડલ વિજેતા પંઘાલને પહેલા રાઉન્ડમાં બાય મળ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં પણ તે આવી જ રીતે બહાર થઈ ગયો હતો. જેમાં તેને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી. ટોક્યોના પ્રદર્શન બાદ તે રાષ્ટ્રીય ટીમની બહાર થઈ ગયો હતો અને દીપક ભોરિયાને બે ક્વોલિફાયરમાં ક્વોટા ન મળતા અંતિમ ઓલિમ્પિક ક્વોલિફાઈંગ માટે તેની પસંદગી કરવામાં આવી હતી.

ઝામ્બિયાના પેટ્રિકે આક્રમક વલણ અપનાવીને શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને પંઘાલને વાપસી કરવાની તક આપી ન હતી. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન બોક્સર પંઘાલે તેની ડિફેન્સીવ ગેમનો ભોગ બનવું પડ્યું હતું. જોકે, તેણે છેલ્લી ત્રણ મિનિટમાં આક્રમકતા દર્શાવી હતી. પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો કારણ કે હરીફ બોક્સર તેના કરતા વધુ સારી રીતે પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો હતો.

ઝામ્બિયન બોક્સરે બે રાઉન્ડમાં ત્રણેય જજ પાસેથી 10 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે પંઘાલને માત્ર બે જજ દ્વારા 10 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. અંતિમ રાઉન્ડમાં પાંચેય જજે ઝામ્બિયન બોક્સરને 10-10 પોઈન્ટ આપ્યા હતા.

ભિવાનીની 22 વર્ષની જાસ્મિનને ભારતીય બોક્સરોમાં સૌથી મુશ્કેલ ડ્રો મળ્યો હતો. આ યુવા બોક્સર ઓલિમ્પિકના અંતિમ ક્વોલિફાયર પહેલા 60 કિગ્રા વજન વર્ગમાંથી 57 કિગ્રા વર્ગમાં સરકી ગઈ હતી. આ યુવા બોક્સર સચોટ પંચ ન લગાવી શકી અને વધુ અનુભવી નેસ્ટી પટાસિઓ સામે હારી ગઈ.

આ સમાચાર શેર કરો