મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસ ઓલિમ્પિકમાં કોરોનાની દસ્તક, મેડલ જીત્યા બાદ પોઝિટિવ આવ્યો આ એથ્લેટનો રિપોર્ટ

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત 26 જુલાઈથી થઈ ગઈ છે. જો કે, ઘણી રમતો બે દિવસ પહેલા એટ

પેરિસ ઓલિમ્પિકમાં કોરોનાની દસ્તક, મેડલ જીત્યા બાદ પોઝિટિવ આવ્યો આ એથ્લેટનો રિપોર્ટ

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત 26 જુલાઈથી થઈ ગઈ છે. જો કે, ઘણી રમતો બે દિવસ પહેલા એટલે કે 24મી જુલાઈથી શરૂ થઈ ગઈ હતી. સત્તાવાર ઓપનિંગ સેરેમની 26 જુલાઈએ યોજાઈ હતી. પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સને ફેન્સ ખૂબ માણી રહ્યા છે, પરંતુ આ દરમિયાન કોરોનાએ ગેમ્સના મહાકુંભમાં પ્રવેશ કર્યો છે. ઈંગ્લિશ એથ્લેટ કોરોના પોઝિટિવ નીકળ્યો છે.

અહેવાલો અનુસાર, બ્રિટિશ સ્વિમર એડમ પીટીને કોરોનાનો થયો છે. એડમે 28 જુલાઈના રોજ 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો. 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટની ફાઈનલમાં ભાગ લેનાર એડમ પીટી સિલ્વર મેડલ જીત્યાના બીજા જ દિવસે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર બહાર આવ્યા હતા, તે ઈટાલીના નિકોલો માર્ટિનેંગીના સંપર્કમાં આવ્યા હતા. નિકોલો માર્ટિનેંગીએ આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય એડમ અમેરિકન સ્વિમર નિક ફિંકના પણ સંપર્કમાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે રવિવારે (28 જુલાઈ) સવારે એડમ પીટીની તબિયત સારી ન હતી. તેમ છતાં તેણે ફાઈનલ મેચમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. ફાઈનલ રમ્યા બાદ એડમની તબિયત બગડી અને ટેસ્ટ કરાવવા પર ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે.

પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં કોવિડ-19ને લઈને કોઈ નિયમો નથી. અગાઉ, ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં, કોવિડ-19ને લઈને સખ્ત પગલા લેવામાં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકની તમામ ઈવેન્ટ્સ ફેન્સ વિના યોજાઈ હતી. પેરિસ ઓલિમ્પિકમાં કોવિડ-19ની ચપેટમાં આવનાર એડમ પીટી ટોક્યો ઓલિમ્પિકનો પણ ભાગ હતો, જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. એડમે ટોક્યો ઓલિમ્પિકમાં 4 મેડલ જીત્યા હતા, જેમાં 3 ગોલ્ડ મેડલ હતા.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં એક જ મેડલ જીત્યો છે. શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ સાથે ભારત માટે મેડલ ટેલીની શરૂઆત કરી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત બીજો મેડલ ક્યારે મેળવે છે.

આ સમાચાર શેર કરો