મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic: સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં રચ્યો ઇતિહાસ, ભારતને મળ્યો ત્રીજો ઓલમ્પિક મેડલ

ભારતના સ્વપ્નિલ કુસાલેએ ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલે શૂટિંગની મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.પ્રથમ

Olympic: સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં રચ્યો ઇતિહાસ, ભારતને મળ્યો ત્રીજો ઓલમ્પિક મેડલ

ભારતના સ્વપ્નિલ કુસાલેએ ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલે શૂટિંગની મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.પ્રથમ વખત કોઇ ભારતીય શૂટરે ઓલમ્પિકમાં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ગેમ્સમાં મેડલ જીત્યો છે. ભારતનું વર્તમાન ઓલમ્પિક રમતમાં આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતને બે મેડલ શૂટિંગમાં જ મળ્યા છે. સ્વપ્નિલે કૂલ 451.4 પોઇન્ટ મેળવ્યા છે.

આ પહેલા મનુ ભાકર અને સરબજિત સિંહે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં પેરિસ ઓલમ્પિકમાં ભારતનું સારૂ પ્રદર્શન રહ્યું છે.

ચીનના લિયુ યુકૂન ટોપ પર રહ્યો હતો અને તેનો સ્કોર 463.6 રહ્યો હતો જ્યારે યૂક્રેનના કુલિસ સેરહી બીજા નંબર પર રહ્યો હતો.

ધોનીને આદર્શ માને છે સ્વપ્નિલ

પેરિસ ઓલમ્પિકમાં મેડલ જીતનારા સ્વપ્નિલે જણાવ્યું હતું કે તે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પોતાનો આદર્શ માને છે અને તેમના જેમ જ રેલ્વેમાં ટિકિટ કલેક્ટર છે.

ઓલમ્પિકમાં ડેબ્યૂ માટે 12 વર્ષ રાહ જોવી પડી

મહારાષ્ટ્રના કોલ્હાપુરના કંબલવાડી ગામના 29 વર્ષના કુસાલે 2012થી આંતરરાષ્ટ્રીય ગેમ્સમાં રમી રહ્યો છે પરંતુ ઓલમ્પિકમાં ડેબ્યૂ માટે તેને 12 વર્ષ રાહ જોવી પડી હતી. આ દરમિયાન તેને ખુદને શાંત રાખવા માટે ધોનીની કહાની પર બનેલી ફિલ્મ કેટલીક વખત જોઇ હતી. કુસાલેએ જણાવ્યું હતું કે તે ધોનીની જેમ ટિકિટ કલેક્ટર છે. 

મનુને જોઇને મળ્યો આત્મવિશ્વાસ

કુસાલે 2015થી મધ્ય રેલ્વેમાં કામ કરે છે, તેના પિતા અને ભાઇ જિલ્લા સ્કૂલમાં શિક્ષક છે અને માતા ગામના સરપંચ છે.  કુસાલેએ કહ્યું, મને નિશાનેબાજી પસંદ છે. મનુ ભાકરને જોઇને આત્મવિશ્વાસ આવ્યો છે. તે જીતી શકે છે તો અમે પણ જીતી શકીએ છીએ.

આ સમાચાર શેર કરો