મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સ્વપ્નિલ કુસાલેને 1 કરોડ રૂપિયાનું ઈનામ, સરકારી નોકરીમાં પણ મળ્યું મોટું પ્રમોશન

પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે હવે 3 મેડલ છે. ત્રીજો મેડલ જીતવાનું પરાક્રમ મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસ

પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સ્વપ્નિલ કુસાલેને 1 કરોડ રૂપિયાનું ઈનામ, સરકારી નોકરીમાં પણ મળ્યું મોટું પ્રમોશન

પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે હવે 3 મેડલ છે. ત્રીજો મેડલ જીતવાનું પરાક્રમ મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાલેએ કર્યું હતું. સ્વપ્નિલે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેની જીતથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. આ સમયે તેનું નામ દરેકના હોઠ પર છે. સ્વપ્નિલે પોતાને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ફેન ગણાવ્યો છે. ધોનીએ ટિકિટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને સ્વપ્નિલ પણ હાલમાં મધ્ય રેલવેમાં ટીસી તરીકે કામ કરે છે. હવે તેની મેડલ જીતની ઉજવણી કરવા માટે રેલ્વેએ તેને મોટી ભેટ આપી છે.

ઓફિસર બનશે સ્વપ્નિલ

ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલેએ ફાઇનલમાં 451.4નો સ્કોર કર્યો હતો. તેની મદદથી તે ત્રીજા ક્રમે રહ્યો અને મેડલ જીતવામાં સફળ રહ્યો. સ્વપ્નિલ પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો હતો અને આમાં તેણે પોતાનો પહેલો મેડલ જીત્યો હતો. તેની સફળતા જોઈને સેન્ટ્રલ રેલ્વેના જનરલ મેનેજર રામકરણ યાદવે સ્વપ્નિલને અધિકારી બનાવવાની જાહેરાત કરી છે. દેશ અને રેલ્વેને ગૌરવ અપાવવાને કારણે તેને ટીસીના પદ પરથી બઢતી આપીને 'ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી' એટલે કે OSD બનાવવામાં આવશે.

જનરલ મેનેજર રામકરણ યાદવે કહ્યું કે, સેન્ટ્રલ રેલવે અને તેમના વિભાગ માટે આ ગર્વની વાત છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

નવ વર્ષમાં એકવાર પણ ન હતું મળ્યું પ્રમોશન

સ્વપ્નિલ 2015થી સેન્ટ્રલ રેલ્વેમાં ફરજ બજાવી રહ્યો છે પરંતુ તેને હજુ એક પણ વખત પ્રમોશન મળ્યું નથી. આ માટે તેને વારંવાર વિનંતી કરી હતી. સ્વપ્નિલના કોચ દિપાલી દેશપાંડેના જણાવ્યા અનુસાર, 'તે પોતાના કાર્યાલયના વલણથી ખૂબ જ નિરાશ હતો. તે છેલ્લા નવ વર્ષથી રેલ્વેમાં કામ કરી રહ્યો છે, પરંતુ તેને પ્રમોશન આપવા માટે ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો.'

સેન્ટ્રલ રેલ્વેના આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ ઓફિસર રણજીત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, 'પેરિસ ઓલિમ્પિકસના બ્રોન્ઝ મેડલ વિજેતાને શુક્રવાર સુધીમાં ડબલ પ્રમોશન મળી જશે. એ વાત ખોટી છે કે તેનું પ્રમોશન રોકવામાં આવ્યું છે, અમે જનરલ મેનેજર સાથે વાત કરી છે અને આશા છે કે તેને બે દિવસમાં ડબલ પ્રમોશન મળી જશે.' 

સ્વપ્નિલના એક સહકર્મીએ કહ્યું કે, 'તે કાર્યલાયમાં સિનિયરના વર્તનથી ખુબ દુઃખી હતો. જ્યારે પણ સ્વપ્નિલ તેના પ્રમોશન વિશે પૂછતો હતો ત્યારે તેને હંમેશાં સામે અભદ્ર ભાષામાં જવાબ મળતા હતા. તેને પેરિસ જતા પહેલા કાર્યલયમાં રીપોર્ટ કરવા જણાવામાં આવ્યું હતું, જેથી તેની પ્રમોશનની ફાઈલને આગળ લઈ જઈ શકાય. સ્વપ્નિલ ટ્રેનિંગમાં વ્યસ્ત હોવાના કારણે તે કાર્યાલય જતો નહોતો.

સ્વપ્નિલના ઓલિમ્પિકસમાં મેડલ જીત્યા બાદ સેન્ટ્રલ રેલવેએ ગુરુવારે તેને પ્રમોશન આપવા માટેના નિર્દેશ જારી કર્યા હતા. જ્યારે સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'મારે પૂણે ડિવિઝન પાસે આ બાબતે પૂછપરછ કરવી પડશે. હું તપાસ કરીને જવાબ આપીશ.'

1 કરોડનું ઈનામ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ સ્વપ્નિલ કુસાલેના પરિવારને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પરિવારને વચન આપ્યું છે કે, ભવિષ્યમાં તેમના સપનાને સાકાર કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. એટલું જ નહીં, તેમણે 1 કરોડ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

સ્વપ્નિલનું ધોની સાથે કનેક્શન

સ્વપ્નિલ કુસાલેનું ધોની સાથે ખાસ જોડાણ છે. તે તેને પોતાનો આઈડલ માને છે. સ્વપ્નિલે પોતે કહ્યું છે કે, તેણે ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે અને તેને ફોલો કરે છે. માત્ર ટિકિટ કલેક્ટર જ નહીં, સ્વપ્નિલના એમએસ ધોની સાથે અન્ય કનેક્શન છે. પહેલી વાત એ છે કે તે ધોનીનો ફેન છે. બીજું, ધોનીની જેમ સ્વપ્નિલે પણ ટિકિટ કલેક્ટરની નોકરીથી કરિયરની શરૂઆત કરી હતી. ધોની 7 નંબર માટે પ્રખ્યાત છે અને તે જ તર્જ પર, સ્વપ્નિલ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર 7મો ભારતીય શૂટર છે અને તે ક્વોલિફિકેશનમાં પણ 7મા નંબર પર હતો.

આ સમાચાર શેર કરો