મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસ ઓલિમ્પિકમાં આ નિયમ એથ્લેટ્સને કરી રહ્યો છે પરેશાન, ભારતના રમત મંત્રાલયે ભરવું પડ્યું આ પગલું

ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ત્રણ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, પ

પેરિસ ઓલિમ્પિકમાં આ નિયમ એથ્લેટ્સને કરી રહ્યો છે પરેશાન, ભારતના રમત મંત્રાલયે ભરવું પડ્યું આ પગલું

ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ત્રણ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, પેરિસના ગેમ્સ વિલેજમાં સખત ગરમી અને ભેજ પણ એથ્લેટ્સના માર્ગમાં અવરોધ બની રહ્યો છે. તે જ સમયે, ભારતના રમત મંત્રાલયે ભારતીય ખેલાડીઓને 40 એસી આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

રમતગમત મંત્રાલયે ભારતીય ખેલાડીઓને વધતા તાપમાન અને તેમના રૂમમાં ઠંડકના અભાવથી રાહત આપવા માટે તેમને 40 પોર્ટેબલ એર કંડિશનર પ્રદાન કર્યા છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, પેરિસમાં તાપમાન અને ભેજને કારણે ઓલિમ્પિક રમત વિલેજમાં ખેલાડીઓને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય ઓલિમ્પિક સંઘ અને ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસ સાથે ચર્ચા કર્યા બાદ એર કંડિશનર્સને ગેમ્સ વિલેજમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રએ જણાવ્યું, "આ નિર્ણય પછી, ફ્રાન્સમાં ભારતીય એમ્બેસીએ એસી ખરીદ્યા અને તેને ગેમ્સ વિલેજમાં પહોંચાડ્યા." ગેમ્સ વિલેજના તે રૂમમાં એસી લગાવવામાં આવ્યા છે જ્યાં ભારતીય ખેલાડીઓ રોકાયા છે.

ગેમ્સ વિલેજમાં એસીનો ઉપયોગ નથી કર્યો

ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય સ્થળો પેરિસ અને ચેટોરોક્સમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. મેન્સ 50 મીટર રાઈફલ 3-પોઝિશન ઈવેન્ટમાં, ભારતના બ્રોન્ઝ વિજેતા સ્વપ્નિલ કુસાલે સહિત તમામ આઠ ફાઈનલિસ્ટ ચેટોરોક્સ શૂટિંગ રેન્જમાં ખૂબ પરસેવો પાડતા જોવા મળ્યા હતા. એવા અહેવાલો છે કે પેરિસમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેરિસ ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત પહેલા આયોજકોએ કહ્યું હતું કે તેઓ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે એસીનો ઉપયોગ નહીં કરે. જોકે, પેરિસના હવામાનને કારણે ઘણા દેશોની ટીમોએ પણ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. આયોજક સમિતિએ ગેમ્સ વિલેજમાં તાપમાન ઓછું રાખવા માટે અન્ડરફ્લોર કૂલિંગ મિકેનિઝમ અને બિલ્ટ-ઈન ઈન્સ્યુલેશન જેવા પગલાં લીધા હતા.

મંત્રાલય તેનો ખર્ચ ઉઠાવશે

પીટીઆઈ અનુસાર, અમેરિકાએ શરૂઆતથી જ એસીની વ્યવસ્થા કરી હતી. મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "આ નિર્ણય શુક્રવારે સવારે લેવામાં આવ્યો હતો અને તેનો ખર્ચ મંત્રાલય ઉઠાવી રહ્યું છે." સુત્રએ જણાવ્યું “AC એ પ્લગ એન્ડ પ્લે યુનિટ છે અને એથ્લેટ્સે તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આશા છે કે આનાથી તેમને સારો આરામ મળશે, જે સારા પ્રદર્શન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ સમાચાર શેર કરો