મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics 2024માં ભાગ લઈ રહી છે રેફ્યુજી ટીમ, નથી પોતાનું નામ કે ધ્વજઃ જાણો તેનો ઇતિહાસ

Paris Olympics 2024નો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. ફ્રાન્સની રાજધાની પેરિસની સુંદર સીન નદી પરના ઉદ્ઘાટન સ

Paris Olympics 2024માં ભાગ લઈ રહી છે રેફ્યુજી ટીમ, નથી પોતાનું નામ કે ધ્વજઃ જાણો તેનો ઇતિહાસ

Paris Olympics 2024નો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. ફ્રાન્સની રાજધાની પેરિસની સુંદર સીન નદી પરના ઉદ્ઘાટન સમારોહમાં તમામ દેશોના ખેલાડીઓ એક-એક કરીને તેમાં ભાગ લઈ રહ્યા હતા. એમાં એક સ્પેશિયલ ટીમ ભાગ લઈ રહી છે. જે રેફ્યુજી ટીમ છે. આ શરણાર્થી ટીમનું ન તો કોઈ નામ છે કે ન કોઈ ધ્વજ. પરંતુ તેના ઘણાં ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. આ ટીમ શું છે અને તેમાં કોણ કોણ સામેલ છે તેના વિશે જાણીએ.

 રેફ્યુજી ઓલિમ્પિક ટીમ

રેફ્યુજી ઓલિમ્પિક ટીમ એ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા રચાયેલી એક ઓલિમ્પિક ટીમ છે, જેમાં દુનિયાભરના 100 મિલિયનથી વધુ અર્થા 10 કરોડથી વધુ વિસ્થાપિત લોકોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ ટીમમાં 11 દેશોના ખેલાડીઓ હશે. 15 રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ દ્વારા પ્રાયોજિત અને 12 રમતોમાં ભાગ લેનારા 37 ખેલાડીઓની બનેલી આ ટીમ દુનિયાને બતાવે છે કે શરણાર્થીઓ પણ સમાજની એક સમૃદ્ધિ છે. આ ટીમના ધ્વજ પર ઓલિમ્પિકનો લોગો હોય છે.

આઇઓસી રેફ્યુજી ઓલિમ્પિક ટીમનો ધ્વજ

2024 પેરિસ ઓલિમ્પિકમાં શરણાર્થી ટીમનું નેતૃત્વ શેફ ડી મિશન, માસોમા અલી જાડા કરી રહી છે. તે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં શરણાર્થી ટીમની સભ્ય રહી ચૂકી છે. ટીમના મોટાભાગના રમતવીરોને રેફ્યુજી એથ્લેટને શિષ્યવૃત્તિ થકી સમર્થન આપવામાં આવે છે, જેનું સંચાલન ORF દ્વારા કરવામાં આવે છે અને ઓલિમ્પિક સોલિડેરિટી થકી ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના એક્ઝિક્યુટિવ બોર્ડે પેરિસ 2024 માટે રેફ્યુજી ઓલિમ્પિક ટીમની પસંદગી કરી હતી. એથ્લિટોને પોતાના સંબંધિત રમતોમાં વિશિષ્ટ પ્રતિસ્પર્ધાના આધારે પસંદ કરવામાં આવે છે. એ પણ તપાસ થાય છે કે તેઓ યુએનસીએચઆર, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી દ્વારા માન્યતા પ્રાપ્ત પોતાના યજમાન દેશમાં શરણાર્થી છે કે નહીં.  ૉરમતગમત, લિંગ અને પ્રદેશોના સંદર્ભમાં સંતુલિત પ્રતિનિધિત્વને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

IOC રેફ્યુજી ઓલિમ્પિક ટીમ એક મોટો સંકેત આપે છે કે, આપણા ઓલિમ્પિક સમુદાય અને સમાજને મોટા પ્રમાણમાં શરણાર્થીઓ કેવી રીતે સમૃદ્ધ બનાવે છે.   આપણા બધા માટે એક મોટી ક્ષણ છે અને આશા છે કે દરેક તેમાં જોડાશે. એથ્લેટ્સનું અમારા ઓલિમ્પિક સમુદાયમાં સ્વાગત કરવામાં આવે છે, તેમના સાથી એથ્લેટ્સ વચ્ચે - માત્ર તેમની સાથે સ્પર્ધા જ નહીં, પરંતુ એમની સાથે જ એક જ છત નીચે જીવવાની પ્રેરણા આપે છે. રેફ્યુજી ટીમના ખેલાડીઓ જે રમતોમાં ભાગ લઈ રહ્યા છે તેમાં જુડો, સ્વિમિંગ, બોક્સિંગ, બેડમિન્ટન, એથ્લેટિક્સ અને વેઈટલિફ્ટિંગનો સમાવેશ થાય છે. આ ટીમની જાહેરાત પ્રથમ વખત વર્ષ 2015માં કરવામાં આવી હતી અને આ ટીમે 2016ના રિયો ઓલિમ્પિકમાં પદાર્પણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો