Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક સેરેમનીનો આગાઝ, આ ખેલાડી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે
Paris Olympics 2024 Opening Ceremony: આ વખતે ઓલિમ્પિક ગેમ્સ ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાઈ રહી છે. ઓલિમ્પિક ગેમ

Paris Olympics 2024 Opening Ceremony: આ વખતે ઓલિમ્પિક ગેમ્સ ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાઈ રહી છે. ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ સ્ટેડિયમની બહાર ઓપનિંગ સેરેમની યોજાઈ છે. જેમાં ભારત તરફથી શટલર પીવી સિંધુ અને ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ ઓપનિંગ પરેડમાં ભારતીય ધ્વજ લઈ જશે. તેમની પાછળ દેશના 115 ખેલાડીઓ હશે. સેરેમનીને જોવા માટે 3 લાખથી વધુ દર્શકોની વિક્રમી સંખ્યામાં હાજરી રહેશે. તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક 2024નું સમાપન 11મી ઓગસ્ટે થશે.
ભારતે 25મી જુલાઈથી અભિયાનનો આરંભ કર્યો હતો
ભારતીય ખેલાડીઓએ પોતાના અભિયાનની શરૂઆત તીરંદાજીથી કરી છે હતી. ભારતમાંથી દીપિકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌરે 25 જુલાઈના રોજ મહિલા વ્યક્તિગત તીરંદાજીમાં ભાગ લીધો હતો. ભારતીય તીરંદાજોએ 25મીએ પુરુષોની વ્યક્તિગત તીરંદાજીમાં પણ ભાગ લીધો હતો. ભારતની બાકીની ઈવેન્ટ્સ 27 જુલાઈથી રમાશે.
16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ
ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે - તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે.
આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા. આ વખતે ઓલિમ્પિકમાં 32 રમતોમાંથી 329 ગોલ્ડ મેડલ દાવ પર છે. જેમાં 206 એસોસિયેશન અને દેશોના 10,500 ખેલાડીઓ ભાગ લેશે.








