Paris Olympics 2024:બેડમિન્ટનથી લઈને હોકી સુધી, શનિવારે યોજાનારી ભારતની ઇવેન્ટ્સની સંપૂર્ણ સૂચિ
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે શાનદાર શરૂઆત કરી હતી. 25 જુલાઈના રોજ તીરંદાજી ટીમોએ

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે શાનદાર શરૂઆત કરી હતી. 25 જુલાઈના રોજ તીરંદાજી ટીમોએ સારું પ્રદર્શન કર્યું હતું. ઉદઘાટન સમારોહ 26 જુલાઈએ યોજાયો હતો. હવે ભારતીય ટીમની ઘણી ઈવેન્ટ્સ 27 જુલાઈએ યોજાવાની છે. ભારતની હોકી ટીમ, શૂટિંગ અને વિવિધ રમતોના એથ્લેટ્સ દર્શાવતા અનેક કાર્યક્રમો હશે. શનિવારે પીવી સિંધુ, લક્ષ્ય સેન અને ઘણા એથ્લેટ પોતાના દેશ માટે મુકાબલો કરવા માટે તૈયાર છે. હોકી ટીમ પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા છે.
27મી જુલાઈ, શનિવાર
બેડમિન્ટન
- મેન્સ સિંગલ ગ્રુપ સ્ટેજ (એચએસ પ્રણોય, લક્ષ્ય સેન) - બપોરે 2:30
- મહિલા સિંગલ્સ ગ્રુપ સ્ટેજ (પીવી સિંધુ) - બપોરે 12:50
- મેન્સ ડબલ ગ્રુપ સ્ટેજ (સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી) - બપોરે 1:40
- મહિલા ડબલ ગ્રુપ સ્ટેજ (તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પા) - બપોરે 1:40
બોક્સિંગ
મહિલાઓની 54 કિગ્રા રાઉન્ડ ઓફ 32 (પ્રીતિ પવાર) - સાંજે 7:00
હોકી
મેન્સ ગ્રુપ B: ભારત વિ ન્યુઝીલેન્ડ - રાત્રે 9:00 વાગ્યે
રોઇંગ
મેન્સ સિંગલ સ્કલ્સ હીટ્સ (બલરાજ પંવાર) - બપોરે 12:30 પછી
શૂટિંગ
- મિશ્ર ટીમ 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન (સંદીપ સિંહ, અર્જુન બાબૌતા, ઈલાવેનિલ વાલારિવન, રમિતા જિંદાલ) - બપોરે 12:30 કલાકે
- પુરુષોની 10 મીટર એર પિસ્તોલ લાયકાત (સરબજોત સિંહ, અર્જુન ચીમા) - બપોરે 2:00 કલાકે
- મિશ્ર ટીમ 10 મીટર એર રાઇફલ મેડલ રાઉન્ડ - 2:00 PM
- 10 મીટર એર પિસ્તોલ મહિલા લાયકાત (રિધમ સાંગવાન, મનુ ભાકર) - સાંજે 4:00 કલાકે
ટેનિસ
- મેન્સ સિંગલ્સ ફર્સ્ટ રાઉન્ડ (સુમિત નાગલ) - બપોરે 3:30 કલાકે
- મેન્સ ડબલ ફર્સ્ટ રાઉન્ડ (રોહન બોપન્ના અને એન. શ્રીરામ બાલાજી) - બપોરે 3:30 કલાકે
ટેબલ ટેનિસ
- મેન્સ સિંગલ્સ પ્રાથમિક રાઉન્ડ - સાંજે 6:30 વાગ્યા પછી
- મહિલા સિંગલ્સ પ્રાથમિક રાઉન્ડ - સાંજે 6:30 વાગ્યા પછી
- મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 (શરથ કમલ, હરમીત દેસાઈ) - 11:30 AM
- મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 (મણિકા બત્રા, શ્રીજા અકુલા) - 11:30 AM








