Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું આખું શેડ્યૂલ, જાણો કઈ રમતોમાં ભારતીય એથ્લેટ લેશે ભાગ
ઓલિમ્પિક્સ 2024નું આયોજન પેરિસ દ્વારા કરવા

ઓલિમ્પિક્સ 2024નું આયોજન પેરિસ દ્વારા કરવામાં આવશે. ગેમ્સના મહાકુંભનું ઉદઘાટન 26મી જુલાઈ, શુક્રવારના રોજ થશે, પરંતુ ભારત તેનું અભિયાન એક દિવસ પહેલા એટલે કે 25મી જુલાઈ, ગુરુવારથી શરૂ કરશે. આ વખતે ઓલિમ્પિકમાં કુલ 117 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત આ વખતના ઓલિમ્પિકની શરૂઆત તીરંદાજીથી કરશે. ભારતીય ખેલાડીઓ 16 રમતોની 69 મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લેશે.
કઈ 16 રમતોમાં ભારતીય ખેલાડીઓ જોવા મળશે?
ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં ભાગ લેતા જોવા મળશે. આ રમતોમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસનો સમાવેશ થાય છે.
કઈ રમતમાં મેડલ મેળવવાની વધુ આશા છે?
ભારત પેરિસ ઓલિમ્પિકનો પહેલો મેડલ 27મી જુલાઈએ મેળવી શકે છે. 27 જુલાઈના રોજ, સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવન અને અર્જુન બાબુતા/રમિતા જિંદાલની જોડી મિશ્ર 10 મીટર એર રાઈફલ ઈવેન્ટ માટે મેદાનમાં ઉતરશે. એર રાઈફલ ઈવેન્ટમાં ભારતને મેડલ મળી શકે છે. ત્યારબાદ પીવી સિંધુ 27મી જુલાઈથી 5મી ઓગસ્ટ દરમિયાન યોજાનારી બેડમિન્ટન સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરશે, તેમાં મેડલ મેળવવાની પૂરી શક્યતાઓ છે. લવલીના ગોરાગાહેન 27મી જુલાઈથી બોક્સિંગમાં જોવા મળશે. તેની સાથે નિખત ઝરીન પણ જોવા મળશે. 7 ઓગસ્ટના રોજ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે. મીરાબાઈ ચાનુએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય ભારત 8 ઓગસ્ટે પણ મેડલ જીતી શકે છે. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા 6ઠ્ઠી ઓગસ્ટે ક્વોલિફાયરમાં અને પછી 8મી ઓગસ્ટે ફાઇનલમાં મેદાનમાં ઉતરી શકશે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું આખું શેડ્યૂલ
| તારીખ | ઈવેન્ટ | સમય (ભારતીય) |
| 25 જુલાઈ | તીરંદાજી (રેન્કિંગ રાઉન્ડ) | 01:00 PM |
| 26 જુલાઈ | ઓપનિંગ સેરેમની | 11:00 PM |
| 27 જુલાઈ |
બેડમિન્ટન (ગ્રૂપ સ્ટેજ) |
12:30 PM 12:30 PM 12:30 PM 09:00 PM 06:30 PM 06:30 PM |
| 28 જુલાઈ | તીરંદાજી (ટીમ મેડલ મેચ) બેડમિન્ટન બોક્સિંગ (રાઉન્ડ ઓફ 32) રોઇંગ શૂટિંગ (મેડલ મેચ) સ્વિમિંગ ટેબલ ટેનિસ (રિન્ડે ઓફ 64) ટેનિસ (રાઉન્ડ 1) |
01:00 PM 12:00 Noon 02:46 PM 01:06 PM 01:06 PM 02:30 PM 01:30 PM 03:30 PM |
| 29 જુલાઈ | તીરંદાજી (ટીમ મેડલ મેચ બેડમિન્ટન ભારત વિ અર્જેન્ટીના (પુરુષ હોકી) રોઇંગ શૂટિંગ ટેબલ ટેનિસ (રાઉન્ડ ઓફ 32) ટેનિસ (રાઉન્ડ 2) |
01:00 AM 01:40 PM 04:15 PM 01:00 PM 12:45 PM 01:30 PM 01:30 PM |
| 30 જુલાઈ | સ્વિમિંગ (મેડલ મેચ) તીરંદાજી બેડમિન્ટન બોક્સિંગ હોર્સ રાઇડિંગ ભારત વિ આયર્લેન્ડ હોકી રોઇંગ શૂટિંગ (મેડલ મેચ) ટેબલ ટેનિસ (રાઉન્ડ ઓફ 32) ટેનિસ (રાઉન્ડ ઓફ 32) |
00:45 AM 03:30 PM 12:00 Noon 02:30 PM 02:30 PM 04:15 PM 01:40 PM 01:00 AM 01:00 AM 03:30 PM |
| 31 જુલાઈ | તીરંદાજી બેડમિન્ટન બોક્સિંગ હોર્સ રાઇડિંગ રોઇંગ શૂટિંગ (મેડલ મેચ) ટેબલ ટેનિસ (રિન્ડે ઓફ 32) ટેનિસ |
03:30 PM 12:50 PM 03:00 PM 01:30 PM 01:24 PM 01:24 PM 01:30 PM 01:30 PM |
| 1 ઓગસ્ટ | તીરંદાજી એથ્લેટિક્સ બેડમિન્ટન બોક્સિંગ ગોલ્ફ ભારત વિ બેલ્જિયમ હોકી રોઇંગ સેલિંગ શૂટિંગ (મેડલ મેચ) ટેબલ ટેનિસ ટેનિસ |
01:00 AM 11:00 PM 12:00 Noon 02:40 PM 12:30 PM 01:30 PM 01:20 PM 03:30 PM 01:00 AM 01:30 PM 03:30 PM |
| 2 ઓગસ્ટ | તીરંદાજી એથ્લેટિક્સ બેડમિન્ટન (સેમી ફાઈનલ) બોક્સિંગ ગોલ્ફ ભારત વિ ઓસ્ટ્રેલિયા હોકી જુડો (મેડલ મેચ) રોઇંગ સેલિંગ શૂટિંગ 'ટેબલ ટેનિસ (સેમિ-ફાઇનલ) ટેનિસ (મેડલ મેચ) |
01:00 PM 09:40 PM 12:00 Noon 07:00 PM 12:30 PM 04:45 PM 01:30 PM 01:00 AM 03:30 PM 12:30 PM 01:30 PM 03:30 PM |
| 3 ઓગસ્ટ | તીરંદાજી (મેડલ મેચ) શોટ પુટ ફાઇનલ બેડમિન્ટન (મેડલ મેચ) બોક્સિંગ ગોલ્ફ રોઇંગ (મેડલ મેચ) સેલિંગ શૂટિંગ (મેડલ મેચ) ટેબલ ટેનિસ (મેડલ મેચ) 'ટેનિસ (ફાઇનલ) |
01:00 AM 11:05 PM 12:00 Noon 07:32 PM 12:30 PM 01:12 PM 03:30 PM 01:00 AM 05:00 PM 01:00 AM |
| 4 ઓગસ્ટ | તીરંદાજી (મેડલ મેચ) એથ્લેટિક્સ બેડમિન્ટન (મેડલ મેચ) બોક્સિંગ (સેમિ-ફાઇનલ) હોર્સ રાઇડિંગ (ફાઇનલ) ગોલ્ફ (મેડલ મેચ) હોકી (ક્વાર્ટર ફાઈનલ) સેલિંગ શૂટિંગ (ફાઇનલ) ટેબલ ટેનિસ (મેડલ મેચ) |
01:00 AM 01:35 PM 12:00 Noon 02:30 PM 01:30 PM 12:30 PM 01:30 PM 03:30 PM 12:30 PM 05:00 PM |
| 5 ઓગસ્ટ | એથ્લેટિક્સ બેડમિન્ટન (મેડલ મેચ) શૂટિંગ (ફાઇનલ) ટેબલ ટેનિસ સેલિંગ ટેબલ ટેનિસ કુસ્તી |
11:30 PM 01:15 PM 01:00 AM 01:30 PM 03:30 PM 01:30 PM 06:30 PM |
| 6 ઓગસ્ટ | લોન્ગ જંપ ફાઇનલ બોક્સિંગ (સેમી-ફાઇનલ) હોકી સેમિફાઇનલ રોઇંગ (મેડલ મેચ) ટેબલ ટેનિસ કુસ્તી (મેડલ મેચ) |
01:50 PM 01:00 AM 05:00 PM 01:30 PM 04:00 AM 02:40 AM |
| 7 ઓગસ્ટ | એથ્લેટિક્સ (3k સ્ટીપચેઝ ફાઈનલ) બોક્સિંગ ગોલ્ફ સેલિંગ ટેબલ ટેનિસ વેઇટ લિફ્ટિંગ કુસ્તી |
11:00 AM 01:00 AM 12:30 PM 11:00 AM 01:30 PM 11:00 PM 02:30 PM |
| 8 ઓગસ્ટ | જેવલિન થ્રો ફાઇનલ ગોલ્ફ હોકી (મેડલ મેચ) ટેબલ ટેનિસ કુસ્તી |
11:00 PM 12:30 PM 05:30 PM 01:30 PM 02:30 PM |
| 9 ઓગસ્ટ | બોક્સિંગ (ફાઇનલ) એથ્લેટિક્સ (મેડલ મેચ) ગોલ્ફ હોકી (મેડલ મેચ) કુસ્તી |
01:32 AM 02:10 PM 12:30 PM 02:00 PM 02:30 PM |
| 10 ઓગસ્ટ | બોક્સિંગ (મેડલ મેચ) એથ્લેટિક્સ (મેડલ મેચ) ટેબલ ટેનિસ (મેડલ મેચ) કુસ્તી |
01:00 AM 11:20 PM 01:30 PM 03:00 PM |
| 11 ઓગસ્ટ | બોક્સિંગ (મેડલ મેચ) કુસ્તી (મેડલ મેચ) |
01:00 AM 02:30 PM |








