મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic / નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં જ 89.34 મીટર સાથે ફાઈનલમાં કર્યું ક્વોલિફાય

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં કમાલ કરી બતાવ્યું છે. તેણે પોતાનો પહેલો થ્રો 89.34 મીટરના અંતરે ફેંક

Paris Olympic / નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં જ 89.34 મીટર સાથે ફાઈનલમાં કર્યું ક્વોલિફાય

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં કમાલ કરી બતાવ્યું છે. તેણે પોતાનો પહેલો થ્રો 89.34 મીટરના અંતરે ફેંક્યો હતો. આ રીતે તે ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. નીરજનો આ સિઝનનો આ સર્વશ્રેષ્ઠ થ્રો છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58ના અંતરે થ્રો કર્યો હતો. આ સાથે હવે નીરજ પાસેથી મેડલની આશા વધી ગઈ છે.

પેરિસ ઓલિમ્પિકના 11મા દિવસે ભારતીય ટીમના બે એથ્લેટ્સ જેવલિન થ્રોમાં પોતાનો દાવો રજૂ કરવા આવ્યા હતા. નીરજ ચોપરા અને કિશોર કુમાર જેના મેન્સ જેવલિન થ્રોમાં ભાગ લેવાના હતા. ભારત પ્રથમ ગ્રુપમાં નિષ્ફળ રહ્યું હતું. કિશોર કુમાર ક્વોલિફિકેશનમાં 84 મીટરનો માર્ક હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને પહેલા રાઉન્ડમાં જ બહાર થવું પડ્યું હતું.

ફાઈનલ 8 ઓગસ્ટે રમાશે

નીરજ ચોપરાએ આ સિઝનમાં 89.34 મીટરના થ્રો સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ થ્રો સાથે તે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ થ્રોની ખૂબ નજીક આવી ગયો હતો. નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.94 મીટર છે અને પેરિસ ઓલિમ્પિકમાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોઈને લાગે છે કે તે ફાઈનલમાં 90 મીટર પણ પાર કરી શકે છે. જેવલિન થ્રોની ફાઈનલ 8 ઓગસ્ટ રાત્રે 11:50 વાગ્યાથી શરુ થશે.

બીજા ગોલ્ડ પર નજર

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો અને આ વખતે તે સતત બીજો ગોલ્ડ મેડલ જીતવા મેદાનમાં ઉતરશે. જો તે આવું કરી શકશે તો તે ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ હશે. સાથે જ તે એથ્લેટિક્સમાં બીજો ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનશે.

અરશદ નદીમે પણ સીધો ક્વોલિફાય કર્યો

માત્ર નીરજ ચોપરા જ નહીં, પાકિસ્તાનના જેવલિન થ્રોઅર અરશદ નદીમે પણ પેરિસ ઓલિમ્પિકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અરશદ નદીમે 86.59 મીટર થ્રો કરીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. હવે ભારત અને પાકિસ્તાનના આ બે ખેલાડીઓ 8મી ઓગસ્ટે ફાઈનલ મેચમાં ટકરાતા જોવા મળશે.

આ સમાચાર શેર કરો