Paris Olympic 2024 / આજે એક્શનમાં નીરજ ચોપરા, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકો છો લાઈવ ટેલીકાસ્ટ
પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થયાને લગભગ 10 દિવસ થઈ ગયા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 મેડલ જીત્યા છે. ઘણ

પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થયાને લગભગ 10 દિવસ થઈ ગયા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 મેડલ જીત્યા છે. ઘણી ઈવેન્ટ્સ સમાપ્ત થઈ ગઈ છે. ત્યારે ફેન્સના મનમાં એક સવાલ છે કે કયા દિવસે અને ક્યારે ભારતીય દિગ્ગજ નીરજ ચોપરા પરફોર્મ કરતા જોવા મળશે. નીરજ ચોપરા જેવલિન થ્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફેન્સ નીરજ ચોપરાને 6 ઓગસ્ટે એક્શનમાં જોઈ શકે છે.
નીરજ ચોપરાની ઈવેન્ટ
નીરજ આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ પરફોર્મ કરતો જોવા મળશે. ગ્રુપ Aની ક્વોલિફિકેશન ઈવેન્ટ બપોરે 1:50 વાગ્યે શરૂ થશે. જ્યારે, ગ્રુપ Bની ઈવેન્ટ બપોરે 3.20 વાગ્યે શરૂ થશે. જો નીરજ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ક્વોલિફાય થશે તો તે 8 ઓગસ્ટે ફાઈનલમાં પ્રદર્શન કરતો જોવા મળશે. જે રાત્રે 11:55 કલાકે શરૂ થશે.
લાઈવ ટેલીકાસ્ટ ક્યાં જોઈ શકશો?
તમને જણાવી દઈએ કે નીરજ ચોપરા સિવાય કિશોર જેના પણ જેવલિન થ્રોમાં પરફોર્મ કરશે. તમે આ ઈવેન્ટનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 ચેનલ પર જોઈ શકો છો. તમે મોબાઈલ દ્વારા JioCinema એપ પર પણ લાઈવ સ્ટ્રીમીંગ માણી શકશો.
નીરજ ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ જીત્યો હતો
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર અભિનવ બિન્દ્રા પછી તે બીજા ભારતીય છે. આ વખતે પણ તે ગોલ્ડ જીતવા માટે ફેવરિટ છે. કરોડો ભારતીયોને આશા છે કે તે ચોક્કસપણે શાનદાર પ્રદર્શન કરશે.






