મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic 2024 / મેડલની હેટ્રિક લગાવવા માટે તૈયાર મનુ ભાકર, 25 મીટર પિસ્તોલના ફાઈનલમાં પહોંચી

દરેકની નજર ભારતના સ્ટાર શૂટર મનુ ભાકર પર છે. દેશ માટે અત્યાર સુધીમાં બે મેડલ જીતનાર આ શૂટર પાસે ત્રીજો મેડલ જી

Olympic 2024 / મેડલની હેટ્રિક લગાવવા માટે તૈયાર મનુ ભાકર, 25 મીટર પિસ્તોલના ફાઈનલમાં પહોંચી

દરેકની નજર ભારતના સ્ટાર શૂટર મનુ ભાકર પર છે. દેશ માટે અત્યાર સુધીમાં બે મેડલ જીતનાર આ શૂટર પાસે ત્રીજો મેડલ જીતવાની આશા રાખવામાં આવશે. મનુ ભાકર અને ઈશા સિંહે 25 મીટર પિસ્તોલ વિમેન્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આમાં, પ્રથમ પ્રિસિજન અને પછી રેપિડ સિરીઝ કરવામાં આવે છે. મનુ ભાકરે પ્રિસિજન રાઉન્ડમાં 294 પોઈન્ટ મેળવ્યા હતા અને ત્રીજા ક્રમે રહી હતી, જ્યારે ઈશાએ પ્રિસિજન રાઉન્ડમાં 291 પોઈન્ટ મેળવ્યા હતા અને 10મા સ્થાને રહી હતી. રેપિડ રાઉન્ડ બાદ ટોપ-8માં સ્થાન મેળવનારા શૂટર્સને ફાઈનલમાં જવાની તક મળશે.

ત્રીજા સ્થાને મનુ ભાકર

ઈશા સિંહ પછી હવે ભારતની મનુ ભાકર શાનદાર રીતે તેના શોટ્સ ફટકારી રહી હતી. પ્રથમ સિરીઝમાં તેણે કુલ 97 પોઈન્ટ મેળવ્યા છે. ત્યારબાદ બીજી સિરીઝમાં 98 અને ત્રીજી સિરીઝમાં 99 પોઈન્ટ મેળવીને મનુ કુલ 294 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

ઈશા સિંહે 10મા નંબર પર

મવિમેન્સ 25 મીટર પિસ્તોલના ક્વોલિફિકેશન પ્રિસિજન રાઉન્ડમાં ભારતની ઈશા સિંહે પ્રથમ સિરીઝમાં 95, બીજી સિરીઝમાં 96 પોઈન્ટ અને ત્રીજી સિરીઝમાં 100 પોઈન્ટ મેળવ્યા હતા આ સાથે તે ત્રીજા સ્થાને પહોંચી હતી. ત્રણ સિરીઝ પછી ઈશાએ 291 પોઈન્ટ મેળવ્યા હતા. આ પહેલા 20 શૂટર સાથે રમાયેલા રાઉન્ડની રેન્કિંગ હતી. બાકીના 20 શૂટરના રાઉન્ડ બાદ ઈશા 10મા નંબર પર પહોંચી ગઈ છે. 

રેપિડ ફાયર રાઉન્ડ

25 મીટર પિસ્તોલની ક્વોલિફિકેશનમાં ઈશા સિંહે રેપિડની પહેલી સિરીઝમાં 97 પોઈન્ટ મેળવ્યા હતા. જયારે બીજી સિરીઝમાં 96 પોઈન્ટ મેળવ્યા છે. આ સાથે ઈશા 13માં સ્થાને છે. હાલમાં 20 શૂટર્સ રેપિડ ફાયર રાઉન્ડમાં ભાગ લઈ રહ્યા છે. મનુ ભાકર સહિત બાકીના 20 શૂટર્સની તક આવવાની બાકી છે. પ્રિસિજન રાઉન્ડમાં મનુ ત્રીજા સ્થાને (294 પોઈન્ટ) રહી હતી.

મનુ ભાકરનું શાનદાર પ્રદર્શન 

મનુ ભાકરે શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે રેપિડની પ્રથમ સિરીઝમાં 100 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે બીજી સિરીઝમાં 98 રન મેળવ્યા છે. હાલમાં તે બીજા સ્થાન પર છે. 

મનુ ભાકરે ફાઈનલમાં જગ્યા બનાવી

25 મીટર પિસ્તોલની ક્વોલિફિકેશનમાં બીજા સ્થાન પર રહીને મનુ ભાકરે ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ સાથે મનુ ભાકર ઓલિમ્પિક 2024માં ત્રીજો મેડલ જીતીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. 

અત્યાર સુધી મનુ ભાકર ભારત માટે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર એકમાત્ર એથ્લેટ છે. ઓલિમ્પિક ઈતિહાસમાં કોઈ ભારતીય એથ્લેટે આવું પ્રદર્શન નથી કર્યું. તે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં પણ મેડલ જીતવામાં સફળ રહેશે તો મેડલની હેટ્રિક નોંધાવશે.

આ સમાચાર શેર કરો