મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympics 2024માં ભારતને મનુ ભાકર પાસેથી પ્રથમ મેડલની આશા, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ ટેલીકાસ્ટ

ભારત હજુ પણ ઓલિમ્પિક 2024માં તેના પ્રથમ મેડલની શોધમાં છે. દરમિયાન, આજે એટલે કે 28મી જુલાઈએ ભારત

Olympics 2024માં ભારતને મનુ ભાકર પાસેથી પ્રથમ મેડલની આશા, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ ટેલીકાસ્ટ

ભારત હજુ પણ ઓલિમ્પિક 2024માં તેના પ્રથમ મેડલની શોધમાં છે. દરમિયાન, આજે એટલે કે 28મી જુલાઈએ ભારત તેનો પહેલો મેડલ જીતી શકે છે. આ મેડલ મનુ ભાકર જીતાડી શકે છે. આ વખતે, ભારતીય ફેન્સને મનુ ભાકર પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તેણે ભૂતકાળમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વખતે તેણે 10 મીટર એર પિસ્તોલની મેડલ સ્પર્ધામાં જગ્યા બનાવી લીધી છે. તે રવિવારે 28 જુલાઈએ મેદાનમાં ઉતરશે. જ્યાં તેની પાસેથી મેડલ જીતવાની અપેક્ષા છે. તે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી હતી. તેણે મેડલ રાઉન્ડમાં પણ પોતાનું સારું ફોર્મ ચાલુ રાખવું પડશે, કારણ કે સ્પર્ધા ખૂબ જ કપરી બનવાની છે.

મનુ ભાકરને આ ખેલાડીઓથી ખતરો 

મનુને વિશ્વ અને ઓલિમ્પિક રેકોર્ડ હોલ્ડર ચીનના જિઆંગ રેનક્સિન તરફથી પડકારનો સામનો કરવાની અપેક્ષા છે. અન્ય હરીફોથી પણ મનુએ સાવચેત રહેવાની જરૂર છે જેમાં હંગેરીની વેરોનિકા મેજર, જેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, અને ચીનની લી ઝ્યુ અને દક્ષિણ કોરિયાની ઓહ યેહ જિનનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં મેડલ જીતવો તેના માટે સરળ નહીં હોય. જોકે, મનુ ભાકર પણ આ ઈવેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર જણાય છે. ફાઈનલમાં ભારત તરફથી તે એકમાત્ર ખેલાડી છે. કુલ 8 ખેલાડીઓ ફાઈનલ માટે ક્વોલિફાય થયા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે તેની મેડલ ઈવેન્ટ લાઈવ જોઈ શકશો.

10 મીટર એર પિસ્તોલ મેડલ ઈવેન્ટ ક્યારે શરૂ થશે?

મનુ ભાકર 28 જુલાઈ, રવિવારના રોજ 10 મીટર એર પિસ્તોલ મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. આ ઈવેન્ટ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થવાની શક્યતા છે. 

ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ

મનુ ભાકરની 10 મીટર એર પિસ્તોલ મેડલ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 પર કરવામાં આવશે.

ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમીંગ

મનુ ભાકરની 10 મીટર એર પિસ્તોલ મેડલ ઈવેન્ટ JioCinema એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો