Paris Olympics / બોક્સર લવલિના બોરગોહેન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી, વધુ એક મેડલ જીતવાની શક્યતા
ભારતીય મહિલા બોક્સર લવલિના બોરગોહેને પેરિસ ઓલિમ્પિક 2024ની જીત સાથે શરૂઆત કરી છે. તેણે બુધવારે પેરિસ ગેમ્સમ

ભારતીય મહિલા બોક્સર લવલિના બોરગોહેને પેરિસ ઓલિમ્પિક 2024ની જીત સાથે શરૂઆત કરી છે. તેણે બુધવારે પેરિસ ગેમ્સમાં નોર્વેની બોક્સર સનિવા હાફસ્ટેડને સરળતાથી હરાવી છે. આ જીત સાથે લવલિના બોરગોહેન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. લવલીના પેરિસ ઓલિમ્પિકમાં 75 કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહી છે.
પ્રથમ અને બીજા રાઉન્ડમાં સરળતાથી જીત મેળવી હતી
લવલિના બોરગોહેને પહેલા રાઉન્ડથી જ આક્રમક શરૂઆત કરી હતી. તેણે સનિવા હાફસ્ટેડ પર મુક્કાનો વરસાદ કર્યો હતો. અપેક્ષા મુજબ, પરિણામ લવલીનાની તરફેણમાં આવ્યું હતું. તેણે પ્રથમ રાઉન્ડ 5-0થી જીત્યો હતો. પ્રથમ રાઉન્ડની જેમ બીજા રાઉન્ડમાં પણ લોવલીનાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજા રાઉન્ડમાં પણ સરળતાથી જીત મેળવી લીધી છે. આ રાઉન્ડમાં પણ સ્કોર 5-0 હતો.
લવલીનાએ મુકાબલો જીત્યો
લવલિના બોરગોહેન સામે સનિવા હાફસ્ટેડની એક પણ ન ચાલી. પહેલા અને બીજા રાઉન્ડની જેમ ભારતીય બોક્સરે ત્રીજા રાઉન્ડમાં પણ જીત મેળવી હતી. લવલિના બોરગોહેન હવે ક્વાર્ટર ફાઈનલમાં ચીનની બોક્સર લી કિયાન સામે ટકરાશે.
એક જીતે અગાઉનું દુ:ખ ઓછું કર્યું
લવલીના બોર્ગોહેનની આ જીતથી 3 ભારતીય બોક્સરોના પરાજયનું દુ:ખ થોડું ઓછું થયું છે. ચોથા દિવસે હારીને ત્રણ ભારતીય બોક્સર ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયા હતા. ભારતના અમિત પંઘાલ, જેસ્મીન લેમ્બોરિયા અને પ્રીતિ પવારને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
લવલિના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વિજેન્દર સિંહ અને મેરી કોમ પછી ઓલિમ્પિક મેડલ જીતનારી તે ત્રીજી ભારતીય છે. હવે ભારતીય રમતપ્રેમીઓ તેને એક એવી બોક્સર તરીકે જોઈ રહ્યા છે જે ઓલિમ્પિકમાં બે મેડલ જીતી શકે છે. લવલીનાએ 75 કિગ્રા વર્ગમાં આવ્યા બાદ 2022માં એશિયન ચેમ્પિયન અને 2023માં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. તેણે એશિયન ગેમ્સ 2023માં સિલ્વર મેડલ જીત્યો હતો.








