Paris Olympics: ચક દે ઈન્ડિયા! ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને જીત્યો બ્રોન્ઝ મેડલ
પેરિસ ઓલિમ્પિકમાં ગુરૂવારે ભારત અને સ્પેન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો ખેલાયો હતો. જેમાં ભારતીય હોક

પેરિસ ઓલિમ્પિકમાં ગુરૂવારે ભારત અને સ્પેન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો ખેલાયો હતો. જેમાં ભારતીય હોકી ટીમે સ્પેનને 2-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ 4 મેડલ જીત્યા છે.
52 વર્ષે બેક ટુ બેક મેડલ જીત્યા ભારતીય ટીમે
ભારતીય ટીમે 1968 અને 1972માં સતત બે મેડલ જીત્યા હતા. 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતો. ત્યારે 2024માં પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આમ ભારતીય હોકી ટીમ 52 વર્ષે બેક ટુ બેક ઓલિમ્પિક મેડલ જીત્યા છે.
કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ કર્યા
ભારતીય કેપ્ટન હરમનપ્રીતે પ્રથમ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. જ્યારે બીજો પેનલ્ટી કોર્નર પર ગોલ હરમનપ્રીતે કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે 2-1થી સરસાઈ મેળવી લીધી હતી.
પ્રથમ ક્વાર્ટરમાં બંનેમાંથી એક પણ ટીમ ગોલ ના કરી શકી
પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. જોકે, ભારત કે સ્પેન બંનેમાંથી કોઈ ગોલ કરી શક્યું ન હતું.
બ્રોન્ઝ મેડલ જીતીને ગોલકીપર શ્રીજેશને એક ખાસ વિદાય આપી
ભારતના ગોલકીપર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ભારતીય ગોલકીપર આ ઓલિમ્પિકમાં ટીમ માટે 'ધ વોલ' બનીને ઊભો રહ્યો હતો અને અનેક વખત ગોલ બચાવ્યા હતા. શ્રીજેશે ઓલિમ્પિક અગાઉથી જ જાહેરાત કરી દીધી હતી કે આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હશે. ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ જીતીને તેને એક ખાસ વિદાય આપી છે.
મનુ ભાકરે ભારતને પ્રથમ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે, જે શૂટિંગમાં આવ્યા છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેની સાથે ટીમમાં સરબજોત સિંહ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો.








