મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસમાં હાર બાદ સંન્યાસ લેશે પીવી સિંધુ? જાણો આગામી ઓલિમ્પિક પર શું અપડેટ આપ્યું

પીવી સિંધુ માટે પેરિસ ઓલિમ્પિક કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હતું. ભારતીય સ્ટાર શટલર

પેરિસમાં હાર બાદ સંન્યાસ લેશે પીવી સિંધુ? જાણો આગામી ઓલિમ્પિક પર શું અપડેટ આપ્યું

પીવી સિંધુ માટે પેરિસ ઓલિમ્પિક કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હતું. ભારતીય સ્ટાર શટલરને પ્રી-ક્વાર્ટર ફાઈનલ એટલે કે બેડમિન્ટન વિમેન્સ સિંગલ્સના રાઉન્ડ ઓફ 16માંથી બહાર થવું પડ્યું હતું. રાઉન્ડ ઓફ 16માં સિંધુને ચીનની બિંગજિયાઓ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ સિંધુએ પોતાની નિવૃત્તિ અંગે એક મોટું અપડેટ આપ્યું હતું. તેણે 2028માં રમાનારી ઓલિમ્પિક વિશે પણ વાત કરી હતી.

તમને જણાવી દઈએ કે રાઉન્ડ ઓફ 16માં પીવી સિંધુને ચીનની બિંગજિયાઓ સામે 21-19, 21-14થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે સિંધુનું સતત ત્રીજી ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તૂટી ગયું. હાર સાથે સિંધુનું અભિયાન સમાપ્ત થયું. હાર બાદ સિંધુને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક વિશે પૂછવામાં આવ્યું હતું.

સિંધુએ જવાબ આપ્યો, "આગામી ઓલિમ્પિકમાં હજુ ચાર વર્ષ બાકી છે. હું પાછી જઈશ અને થોડો આરામ કરીશ. બ્રેક લીધા પછી, હું જોઈશ કે શું થાય છે. ચાર વર્ષ ઘણો લાંબો સમય છે. અત્યારે પાછા જવાનો સમય છે. હું તે પરિણામ ન આપી શકી, જેની મેં અપેક્ષા રાખી હતી, આ દુઃખદ છે, પરંતુ આ પણ એક સફર છે."

આ સિવાય ભારતીય સ્ટારે મેચ વિશે વાત કરી. તેણીએ કહ્યું કે, તે કેવી રીતે પોતાને નિયંત્રિત ન કરી શકી. ભારતીય શટલરે કહ્યું, "મને લાગે છે કે મારે મારી ભૂલો પર કાબૂ રાખવો જોઈતો હતો, ખાસ કરીને બીજી ગેમમાં. તે દુઃખદ છે કે હું તેને જીતમાં પરિવર્તિત ન કરી શકી. પ્રથમ ગેમમાં એક સમયે સ્કોર 19-19 હતો. હું દરેક પોઈન્ટ માટે લળતી રહી. અમે બંને લડી રહ્યા હતા, તમે સરળ રમતો અથવા સરળ પોઈન્ટની અપેક્ષા રાખી શકતા નથી. મારે ડિફેન્સીવ છેડે ભૂલોને નિયંત્રિત કરવાની જરૂર હતી."

છેલ્લી બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા

ઉલ્લેખનીય છે કે પીવી સિંધુએ છેલ્લી બંને ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા. ભારતીય શટલરે 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય સિંધુએ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેની પાસેથી પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી. જોકે આ ઓલિમ્પિકમાં તે કોઈ મેડલ મેળવી ન શકી.

આ સમાચાર શેર કરો