ભારતનો સૌથી મોટો દુશ્મન છે 'નંબર-4', મનુ ભાકરથી લઈને લક્ષ્ય સેન સુધી આટલા એથ્લેટને કર્યા પરેશાન
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024 માટે કુલ 117 એથ્લેટ્સ મોકલ્યા હતા, પરંતુ મોટાભાગના એથ્લેટ્સ આ

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024 માટે કુલ 117 એથ્લેટ્સ મોકલ્યા હતા, પરંતુ મોટાભાગના એથ્લેટ્સ આ વખતે પણ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા છે. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા, પરંતુ આ વખતે ભારતીય ટીમ આ આંકડો પણ સ્પર્શ કરી શકશે નહીં. ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ જીત્યા છે. પરંતુ આ દરમિયાન, એવા ઘણા એથ્લેટ્સ છે જેઓ એક સ્થાન અથવા માત્ર એક પોઈન્ટના માર્જિનથી મેડલ જીતવાનું ચુકી ગયા હતા. નંબર 4 ને ભારતીય એથ્લેટ્સ માટે પનોતી કહેવું ખોટું નહીં હોય કારણ કે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં પણ ઘણા ભારતીય એથ્લેટ્સને ચોથા સ્થાને રહીને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.
ભારત માટે પનોતી છે નંબર-4
અત્યાર સુધીમાં, 5 એથ્લેટ/ટીમ ચોથા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ ગુમાવી ચૂક્યા છે. આમાં મગજમાં પહેલું નામ આવે છે મનુ ભાકરનું, જેણે 2024 ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પરંતુ જ્યારે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલ આવી ત્યારે મનુને ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. ત્રીજા સ્થાને રહેલા હંગેરિયન શૂટર સાથે 28 પોઈન્ટની બરાબરી કર્યા બાદ મનુ શૂટઓફમાં એક પોઈન્ટથી હારી ગઈ અને તેને ઈવેન્ટમાં ચોથું સ્થાન મળ્યું.
લક્ષ્ય સેન ચોથા સ્થાનનો તાજેતરનો શિકાર બન્યો છે. બેડમિન્ટન મેન્સ સિંગલ્સ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં તેનો મુકાબલો મલેશિયાના ઝી જિયા લી સાથે થયો હતો. પ્રથમ ગેમ 21-13થી જીત્યા બાદ, લક્ષ્ય અનુક્રમે 16-21 અને 11-21થી બે ગેમ હારી ગયો. લક્ષ્યને પેરિસ ઓલિમ્પિક 2024માં ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.
અર્જુન બબુતાના હાથમાંથી પણ મેડલ જતો રહ્યો. અર્જુન બબુતાએ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ક્વોલિફિકેશનમાં 630.1ના ઉત્તમ સ્કોર સાથે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તે ફાઈનલમાં 208.4નો સ્કોર હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. ફાઈનલના 7મા રાઉન્ડમાં બે ખરાબ શોટ તેને ખૂબ મોંઘા પડ્યા.
તીરંદાજીની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ધીરજ બોમ્મદેવરા અને અંકિતા ભકતની જોડી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી હતી. સેમીફાઈનલમાં તેને વિશ્વની નંબર-1 ટીમ કોરિયા સામે 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બ્રોન્ઝ મેડલ મેચમાં ધીરજ અને અકિતાનું ખૂબ જ શરમજનક પ્રદર્શન જોવા મળ્યું હતું, જ્યાં તેમને યુએસએના હાથે 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ધીરજ-અંકિતાની જોડી ચોથા સ્થાને રહી હતી.
ભારત શૂટિંગમાં ઘણા મેડલ લાવી શક્યું હોત, પરંતુ સ્કીટ શૂટિંગમાં પણ નજીકના માર્જિનથી ચોથા સ્થાને રહેવાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો. બ્રોન્ઝ મેડલ મેચમાં આ ભારતીય જોડીને ચીન સામે 43-44થી એટલે કે માત્ર 1 પોઈન્ટના તફાવતથી હારનો સામનો કરવો પડ્યો હતો.








