Paris Olympics: હોકીમાં ભારતની આયર્લેન્ડ સામે શાનદાર જીત, બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગનો વિજય
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં આજે પાંચમાં દિવસે ભારત માટે એક સારા સમાચાર એ આવ્યા હતા. ભારતના શૂટર્સ મનુ ભાકર અન

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં આજે પાંચમાં દિવસે ભારત માટે એક સારા સમાચાર એ આવ્યા હતા. ભારતના શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહની મિક્સ્ડ ડબલ્સ ટીમે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેડલ ટેલીમાં આ સાથે ભારતના બે મેડલ્સ થઈ ગયા હતા. ત્યાર બાદ ભારતની હોકી ટીમ આયર્લેન્ડ સામે રમવા ઉતરી હતી. જેમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતને પ્રથમ ગોલ નોંધાવીને સારી શરૂઆત અપાવી હતી.
ગોલકીપર શ્રીજેશનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં આયર્લેન્ડનો અટેક પણ ખૂબ સારો રહ્યો હતો. ગોલકીપર શ્રીજેશે વારંવાર આયર્લેન્ડને ગોલ કરતાં અટકાવી હતી. વારંવાર આયર્લેન્ડને પેનલ્ટી મળી હતી અને તેને ભારતના શ્રેષ્ઠ ગોલકીપર શ્રીજેશના ડિફેન્સના કારણે ગોલમાં ફેરવી શકાયો નહોતો.
અગાઉ ભારતની હોકી ટીમે આર્જેન્ટિના સામે મેચ ડ્રો કરી હતી. શરૂઆતમાં જ આર્જેન્ટિનાએ ગોલ નોંધાવી ભારતને દબાણમાં લાવી દીધું હતું. રમતના છેલ્લા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે આખરે એક પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કરીને ભારતને બરોબરી કરવાની તક આપી હતી અને મેચ બચાવી લીધી હતી.
બેડમિન્ટન ડબલ્સમાં સાત્વિક ચિરાગ જીત્યા
બેડમિન્ટનમાં પણ ભારતને વધુ એક મેડલ મળે તેવી શક્યતાઓ બની ગઈ છે. મેન્સ ડબલ્સમાં સાત્વિક ચિરાગની જોડીએ ભારતને જીત અપાવી હતી.








