મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

VIDEO : હોકીમાં ધમાકેદાર શરૂઆત, હરમનપ્રીતના ગોલથી જીત્યું ભારત, ન્યુઝીલેન્ડને હરાવ્યું

Paris Olympics 2024 :પેરિસ ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતીય હોકી ટીમે તેની પ્રથમ મેચમાં ન્ય

VIDEO : હોકીમાં ધમાકેદાર શરૂઆત, હરમનપ્રીતના ગોલથી જીત્યું ભારત, ન્યુઝીલેન્ડને હરાવ્યું

Paris Olympics 2024 :પેરિસ ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતીય હોકી ટીમે તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું અને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. 

ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે છેલ્લી મિનિટોમાં ગોલ કરીને ટીમને જીત તરફ દોરી હતી. મેચ શરૂઆતથી જ રોમાંચક હતી, કારણ કે ભારતે ઘણા પેનલ્ટી કોર્નર મિસ કર્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે સેમ લેને ગોલ કર્યા બાદ મનદીપ સિંહે ભારત માટે બરાબરીનો ગોલ કર્યો હતો. આ પછી વિવેક સાગર પ્રસાદે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી.

ન્યૂઝીલેન્ડના સિમોન ચાઈલ્ડે ટીમ માટે વાપસી કરી અને બરાબરીનો ગોલ કર્યો. હવે સ્કોર 2-2 થી બરાબર થઈ ગયો હતો. હરમનપ્રીત સિંહે 59મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ભારતને 3-2થી આગળ કર્યું હતું. ન્યુઝીલેન્ડને અહીંથી વાપસીની કોઈ શક્યતા નહોતી.

આગામી મેચ 29મી જુલાઈએ

ભારત હવે તેની બીજી મેચ 29 જુલાઈએ આર્જેન્ટિના સામે રમશે. ટીમ ઈન્ડિયા, ન્યુઝીલેન્ડ અને આર્જેન્ટીના સિવાય ગ્રુપ બીમાં આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમની ટીમો પણ છે. ભારતે છેલ્લી વખત ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે ટીમ મેડલનો રંગ બદલવા માંગશે.

આ સમાચાર શેર કરો