VIDEO / પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ, પછી હાથ પરનું ટેટૂ બતાવીને ખૂબ રડી ડચ સ્વિમર
આ દિવસોમાં પેરિસ 2024 ઓલિમ્પિક ચાલી રહી છે, તે ફ્રાન્સમાં અત્યાર સુધીની

આ દિવસોમાં પેરિસ 2024 ઓલિમ્પિક ચાલી રહી છે, તે ફ્રાન્સમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ છે. આ સમયગાળા દરમિયાન થતી દરેક ઈવેન્ટ અને તેની જીત અને હાર ઈતિહાસમાં નોંધવામાં આવશે. હાલમાં, દરરોજ વિવિધ દેશોમાંથી વિવિધ ઈવેન્ટમાં એથ્લેટ્સની જીતના સમાચાર આવે છે. આ દરમિયાન એક ડચ સ્વિમરે 10 કિલોમીટરની રેસ જીતી લીધી છે.
મેડલ કોને સમર્પિત કર્યો?
10 કિમી ઓલિમ્પિક મેરેથોન સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર ડચ સ્વિમર શેરોન વાન રુવેન્ડાલે જ્યારે પોતાની જીત કોને સમર્પિત કરી હતી તેનો ખુલાસો કર્યો ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. અહેવાલ મુજબ, તેણે કહ્યું કે તેણે પેરિસ ઓલિમ્પિકમાં આ જીત તેના કુતરા માટે હાંસલ કરી હતી, જેનું બે મહિના પહેલા મૃત્યુ થયું હતું.
રિયોમાં જીત બાદ કૂતરાને આ નામ આપ્યું
આ ઓલિમ્પિયન અને તેના પાલતુ પ્રત્યેના પ્રેમ વિશે વધુ માહિતી WeRateDogs નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. પેજ પરની પોસ્ટમાં લખ્યું છે- નેધરલેન્ડની શેરોન વાન રુવેન્ડાલે બહાદુરી બતાવી અને 10,000 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો અને તેણે આ બધું પોતાના કુતરા માટે કર્યું. અગાઉ, જ્યારે શેરોને રિયો ઓલિમ્પિક દરમિયાન ગોલ્ડ જીત્યો હતો, ત્યારે તેણે તેના પોમેરેનિયન કુતરાનું નામ રિયો રાખ્યું હતું. આ વર્ષે મે મહિનામાં ફેફસાની સર્જરીમાં જટિલતાઓને કારણે રિયોનું અવસાન થયું હતું.
'રિયોના મૃત્યુ પછી દિલ તૂટી ગયું'
અહેવાલ મુજબ, તેના કુતરાના મૃત્યુ પછી, શેરોને સ્વિમિંગની બધી પ્રેરણા ગુમાવી દીધી હતી. પછી તેના પિતાએ તેને રિયો માટે વધુ એક વખત પ્રયાસ કરવા કહ્યું. સ્વિમરેને કહ્યું, 'તેના અંતિમસંસ્કારના ત્રણ દિવસ પછી મે પંજાનું ટેટૂ બનાવડાવ્યું અને મેં કહ્યું, ચાલો, આ વખતે હું રિયો માટે પૂરા દિલથી સ્વિમ કરીશ અને મેં કર્યું. હું તેના માટે જીતી પણ ગઈ.'
રડતા-રડતા હાથનું ટેટૂ બતાવ્યું
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક વીડિયો પણ છે. આ વીડિયો શેરોન તેના કાંડા પર પંજા આકારના ટેટૂ તરફ ઈશારો કરતી જોવા મળે છે ,જે તેણીએ રિયોની યાદમાં બનાવડાવ્યું હતું. લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી છે. મોટાભાગના લોકોએ, ખાસ કરીને ડોગ લવરે કહ્યું કે શેરોનની વાર્તાએ તેમને ભાવુક બનાવી દીધા.
'મને તેને ગળે લગાડવાનું મન થાય છે'
એક વ્યક્તિએ લખ્યું, 'હું આ સાથે સૌથી વધુ રિલેટ કરી શકું છું. જ્યારે મેં બે વર્ષ પહેલાં મારો કુતરો ગુમાવ્યો, ત્યારે હું મારા જીવનની સૌથી ખરાબ સ્થિતિમાં હતો. તેના મૃત્યુએ મને ફિટનેસ માટે પ્રેરણા આપી.' બીજાએ કહ્યું- 'મને તેને ગળે લગાડવાનું મન થાય છે.'








