મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

મનુ ભાકર સ્વદેશ પરત ફરતા જ લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું, પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

યુવા ભારતીય શૂટર મનુ ભાકર બુધવારે સવારે ભારત આવી પહોંચી છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર

મનુ ભાકર સ્વદેશ પરત ફરતા જ લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું,  પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

યુવા ભારતીય શૂટર મનુ ભાકર બુધવારે સવારે ભારત આવી પહોંચી છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના ઘરે પરત ફરવા પર ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતાને જોવા મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા.

ભાકરે પેરિસમાં મેડલ જીતીને શૂટિંગમાં મેડલના 12 વર્ષના દુષ્કાળનો અંત લાવી દીધો. તેણે પેરિસ ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની મેડલ ટેલીની શરૂઆત કરી અને 10 મીટર મિક્સ્ડ ટીમ એર પિસ્તોલ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે મળીને વધુ એક બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો.

અ સિવાય તે 25 મીટર એર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ આ ઈવેન્ટમાં તેણે ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે તેણે પોતાના ઓલિમ્પિક અભિયાનને રેકોર્ડ બે મેડલ સાથે સમાપ્ત કર્યું હતું.

શૂટરે કહ્યું કે, “હું મહાન એથ્લેટમાંથી એક બનવા માંગુ છું. આ મારા માટે માત્ર શરૂઆત છે. હું મારું આખું જીવન રમતગમત અને ભારત માટે સમર્પિત કરવા માંગુ છું. હું મારા દેશ માટે શક્ય તેટલા મેડલ જીતવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છું.”

કલોઝિંગ સેરેમનીમાં મનુ ભારતની ધ્વજવાહક બનશે

પેરિસ ઓલિમ્પિકની કલોઝિંગ સેરેમની માટે 22 વર્ષીય મનુ ભાકરને ભારતની સત્તાવાર ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, મનુએ તેને સન્માન આપવા બદલ IOAનો આભાર માન્યો અને જણાવ્યું કે તેના માટે આ તકનો અર્થ શું છે.

આ સમાચાર શેર કરો