Paris Olympic 2024: તીરંદાજીમાં દીપિકા કુમારીની ક્વાર્ટર ફાઈનલમાં હાર, ભારતને વધુ એક મેડલનું સપનું તૂટ્યું
Paris Olympic 2024: તીરંદાજીમાં દીપિકા કુમારીની ક્વાર્ટર ફા

Paris Olympic 2024: તીરંદાજીમાં દીપિકા કુમારીની ક્વાર્ટર ફાઈનલમાં હાર મળી છે. આ સાથે જ ભારતને વધુ એક મેડલનું સપનું તૂટ્યું છે. તીરંદાજીમાં દીપિકા કુમારીની ક્વાર્ટર ફાઈનલમાં હાર મળતા સેમી ફાઇનલમાં પ્રવેશ કરી શકશે નહીં.
દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલ મેચ 4-6થી હારી ગઈ છે. કોરિયાના નામ સુ-હ્યોને પાંચમો સેટ જીતીને મેચ જીતી લીધી હતી. દીપિકાની હાર સાથે તીરંદાજીમાં ભારતીય પડકારનો અંત આવ્યો.
તીરંદાજીમાં મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતની દીપિકા કુમારીનો સામનો દક્ષિણ કોરિયાની નામ સુ-હ્યોન સામે થયો હતો.
દીપિકાએ પહેલો સેટ જીત્યો હતો
દીપિકાએ પહેલો સેટ જીતીને 2-0ની સરસાઈ મેળવી.
દીપિકાએ બીજો સેટ ગુમાવ્યો હતો
કોરિયાના નામ સુ-હ્યોને બીજો સેટ જીતીને મેચ 2-2થી બરાબરી કરી હતી.
દીપિકાએ ત્રીજો સેટ જીત્યો હતો
દીપિકાએ ત્રીજો સેટ 29-28થી જીતીને મેચમાં 4-2ની લીડ મેળવી હતી.
નામે ચોથો સેટ જીત્યો હતો
કોરિયાની નામ સુ-હ્યોને ચોથો સેટ 29-27થી જીત્યો હતો.
દીપિકા હારી ગઈ
દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલ મેચ 4-6થી હારી ગઈ છે. કોરિયાની નામ સુ-હ્યોને પાંચમો સેટ જીતીને મેચ જીતી લીધી હતી. દીપિકાની હાર સાથે તીરંદાજીમાં ભારતનો પડકાર ખતમ થઈ ગયો.








