વિનેશ ફોગાટ ગેરલાયક જાહેર થતાં આ ખેલાડીનું નસીબ ખુલ્યું, ગોલ્ડ મેડલ મેચની મળી ટિકિટ
ભારતીય રેસલર વિનેશ ફોગાટે મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાં સુસાકીને હરાવીને મોટ

ભારતીય રેસલર વિનેશ ફોગાટે મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાં સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યા બાદ યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને સેમિફાઇનલમાં વિનેશ ફોગાટ દ્વારા 5-0થી હાર આપી હતી. IOC એ પુષ્ટિ કરી છે કે વિનેશનું સ્થાન ક્યુબાના કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને અપાશ દ્વારા લેવામાં આવશે, જેને તેણે ગઈકાલે રાત્રે હરાવ્યો હતો અને સારા એન હિલ્ડેબ્રાન્ડ. આ ગોલ્ડ મેડલ મેચ બુધવારે (7 ઓગસ્ટ)ના રોજ યોજાશે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પાછળથી આની પુષ્ટિ કરી અને વિનેશનું સન્માન કરવા કહ્યું. IOAએ કહ્યું, 'અમને એ જણાવતા અફસોસ થાય છે કે વિનેશ ફોગાટને મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ટીમના આખી રાતના અથાક પ્રયાસો છતાં સવારે તેનું વજન 50 કિલોથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે મહિલા 50 કિગ્રા વજન વર્ગની કુશ્તી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. હવે અચાનક 140 કરોડ ભારતીયોની આશાને ફટકો પડ્યો છે. વિનેશ તેના 50 કિલોથી ઓછા વજનને નિયંત્રિત ન કરી શકતા તેને ફાઈનલ મેચમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. હવે ભારતીયોના મનમાં સવાલ થાય કે શું વિનેશ ફોગાટ ફાઈનલ માટે અયોગ્ય જાહેર થયા પછી પણ કોઈ મેડલ જીતી શકશે કે નહીં?
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો મુજબ, જો કોઈ એથ્લેટ વજન કરવાની પ્રક્રિયાના બંને પ્રયાસોમાં વજન નિર્ધારિત સીમાથી વધુ હોવાનું જણાય છે તો તે એથલિટને ના તો કોઈ મેડલ મળે છે, પરંતુ તેને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવશે. ન તો તેને કોઈ રેન્ક આપવામાં આવશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકશે નહીં. અર્થાત ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશે મેડલ વિના ઘરે પરત ફરવું પડશે. ફાઈનલમાં પહોંચવા છતાં ગોલ્ડ મેળવવાની વાત દૂર પરંતુ તેને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડ્યો છે.
જણાવી દઈએ કે ફાઈનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગાટનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કોચ સાથે પ્રેક્ટિસ કરી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિનેશ આખી રાત ઉંઘી ન હતી અને સવારે ઉઠ્યા પછી જાણવા મળ્યું કે તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા લગભગ 2 કિલો વધુ છે. પોતાનું વજન કંટ્રોલમાં લાવવા માટે તે ભૂખી રહી અને પાણી પીધું. છતાં તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું. વિનેશ ફોગટના કેમ્પે તેનું વજન નિયંત્રણમાં લાવવા માટે થોડા કલાકોની માંગ કરી હતી, પરંતુ આ માંગને ફગાવી દેવામાં આવી. એક નિરાશાજનક છે કે વિનેશ હવે ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે, જે સમગ્ર ભારત માટે મોટો આંચકા સમાન છે.








