મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic / લિંગ વિવાદમાં ફસાયેલ બોક્સરે જીત્યો ગોલ્ડ મેડલ, ફાઈનલમાં પણ એકતરફી રહી મેચ

શુક્રવારે અલ્જીરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્

Paris Olympic / લિંગ વિવાદમાં ફસાયેલ બોક્સરે જીત્યો ગોલ્ડ મેડલ, ફાઈનલમાં પણ એકતરફી રહી મેચ

શુક્રવારે અલ્જીરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ઈમાન ખલીફાએ 66 કિગ્રા વજનની કેટગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે આ મહિલા બોક્સર 'જેન્ડર' વિવાદ કારણે ઘણી ચર્ચામાં રહી હતી. ઈમાન પર શારીરિક રીતે પુરૂષ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બોક્સરે ચીનની યાંગ લિયુને ફાઈનલમાં હરાવી હતી. 

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ આપી મંજૂરી 

જો કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીનું માનવું હતું કે ઈમાન ઓલમ્પિકના ધોરણો પૂરા કરે છે. આથી જ તેને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ છતાં અલગ-અલગ મેચોમાં ભાગ લેનાર વિવિધ દેશોની મહિલા બોક્સરોએ ઈમાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

તમામ મેચો એકતરફી જીતી 

ઈમાન ખલીફાએ ઈટાલીની બોક્સર એન્જેલા કેરિની સામે રાઉન્ડ ઓફ 16ની મેચ રમી હતી. જેમાં ફક્ત બે મુક્કા પડયા અને ગેમ ખતમ! ઈમાનના મુક્કા એટલા પાવરફૂલ હતા કે ફક્ત 46 સેકન્ડમાં જ એન્જેલાએ ગેમ છોડી દેવી પડી હતી. 

ક્વાર્ટર ફાઈનલમાં ઈમાન ખલીફનો મુકાબલો હંગેરીની લુકા અન્ના હમારી સામે થયો હતો. આ મેચમાં ઈમાન ખલીફે 5-0થી જીત મેળવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. ત્યાર બાદ સેમીફાઈનલમાં અલ્જીરિયાની બોક્સરે થાઈલેન્ડની જનજેમ સુવાન્નાફેંગને 5-0થી હરાવી હતી.

ફાઈનલમાં પણ એકતરફી જીત

સેમીફાઈનલમાં શાનદાર જીત નોંધાવનાર ઈમાન ખલીફાએ ફાઈનલમાં પણ એકતરફી જીત મેળવી હતી. ગોલ્ડ મેડલ માટે રમાયેલી ફાઈનલમાં ઈમાને ચીનની યાંગ લિયુને 5-0થી હરાવી હતી. આ રીતે તેણે વિવાદો વચ્ચે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.

વિવાદ શું હતો?

બોક્સિંગમાં જીતનાર ખેલાડી ઈમાન અને લિન મહિલા નહીં પણ પુરૂષ હોવાનો વિવાદ ચગ્યો છે. ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) એ વર્ષ 2023માં ઈમાન ખલીફા અને લિન યુ-ટીંગને લિંગ પરીક્ષણમાં નિષ્ફળ જવા બદલ બોક્સિંગમાં ભાગ લેતા અટકાવ્યા હતા. છતાં બંનેને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી મળી ગઈ. કઈ રીતે? બોક્સિંગ એસોસિએશને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (ICO) પર આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે.

જો કે ઈમાન ટ્રાન્સજેન્ડર છે, એવું અવારનવાર કહેવાતું રહ્યું છે. સ્ત્રીના અંગ લઈને જન્મેલી હોવાથી જન્મના પ્રમાણપત્ર પર તો એ સ્ત્રી છે એવું જ લખાયેલું છે. પણ એ 'ડિફરન્સ ઓફ સેક્સ ડેવલપમેન્ટ' (ડીએસડી) નામની સમસ્યા સાથે જન્મી હતી. આ એક એવી સ્થિતિ છે જેમાં સ્ત્રી-શરીરમાં પુરૂષ હોર્મોન 'ટેસ્ટોસ્ટેરોન'નું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે અને પુરૂષના શરીરમાં હોય એવા રંગસૂત્રો XY પણ સ્ત્રી-શરીરમાં હોય છે. પુરૂષ હોર્મોન્સ અને રંગસૂત્ર ધરાવતી સ્ત્રી અન્ય સ્ત્રીઓ કરતાં વધુ શક્તિશાળી હોય છે. અગાઉ આ સમસ્યાને 'ઇન્ટરસેક્સ' કહેવાતું, હવે ડીએસડી કહેવાય છે.  

આ સમાચાર શેર કરો