Paris Olympic / તીરંદાજ દીપિકા કુમારીએ કરી મોટી જાહેરાત, કહ્યું- 'ઓલિમ્પિક મેડલ નહીં જીતું ત્યાં સુધી...'
તીરંદાજ દીપિકા કુમારી ફરી એકવાર ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું ચુકી ગઈ. દીપિકા પેરિસ ઓલ

તીરંદાજ દીપિકા કુમારી ફરી એકવાર ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું ચુકી ગઈ. દીપિકા પેરિસ ઓલિમ્પિક 2024માં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ત્યાં તેને દક્ષિણ કોરિયાની ખેલાડીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
સતત ચાર ઓલિમ્પિકમાં નિષ્ફળ ગયેલી અનેક વખતની વર્લ્ડ કપ મેડલ વિજેતા તીરંદાજ દીપિકા કુમારીએ કહ્યું કે, જ્યાં સુધી તે પોડિયમ પર નહીં પહોંચે ત્યાં સુધી તે આ રમત છોડશે નહીં અને તેને લાગે છે કે તે ચાર વર્ષ પછી લોસ એન્જલસમાં આવું કરી શકશે. દીપિકા સ્પોર્ટ્સના સૌથી મોટા સ્ટેજ પર દબાણની સ્થિતિમાં નિષ્ફળ રહી છે.
તીરંદાજ દીપિકા કુમારીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "હું ચોક્કસપણે ભવિષ્યમાં વધુ રમવા માંગુ છું અને મારી રમત ચાલુ રાખીશ અને હું ઓલિમ્પિક મેડલ જીતવા માંગુ છું અને જ્યાં સુધી હું તે હાંસલ નહીં કરું ત્યાં સુધી હું રમત છોડીશ નહીં."
તેણે વધુમાં કહ્યું, "હું સખત મહેનત કરીશ અને વધુ મજબૂતાઈથી કમબેક કરીશ. ઘણી વસ્તુઓ છે જેમ કે ઝડપી લક્ષ્ય સાધવું, મારે તેના વિશે થોડું વધુ જાણવાની જરૂર છે અને તે મુજબ મારી જાતને તૈયાર કરવી સૌથી મહત્ત્વપૂર્ણ છે. ઓલિમ્પિક્સમાંથી હું જે શીખી છું તે એ છે કે મોડું લક્ષ્ય સાધવું કામ કરતું નથી, તમારી પાસે મોટી ભૂલોનું માર્જિન નથી. તમારે તેને નિયંત્રિત કરવું પડશે."
દીપિકા પેરિસમાં સતત ચોથી ઓલિમ્પિકમાં રમવા આવી હતી. ડિસેમ્બર 2022માં માતા બન્યા પછી તેણી રમતગમતમાં પાછી આવી. રાષ્ટ્રીય પસંદગીના ટ્રાયલ્સમાં ટોચ પર રહ્યા પછી, તેણીએ એપ્રિલમાં શાંઘાઈ વર્લ્ડ કપમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો.








