Olympics 2024: અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરાની જોડીની હાર, બ્રોન્ઝ મેડલની તક ગુમાવી
Olympics 2024: ભારત અને યુએસએ તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ યોજાઈ હત

Olympics 2024: ભારત અને યુએસએ તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ યોજાઈ હતી. અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા આ બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત માટે ભાગ લીધો હતો. ભારત પાસે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચવાની તક હતી, પરંતુ ધીરજ અને અંકિતાની જોડી મેચ 2-6થી હારી ગઈ અને મેડલથી ચુકી ગઈ.
યુએસએ પ્રથમ સેટ જીતી લીધો હતો જે બાદ અંકિતા-ધીરજને બીજા સેટમાં વાપસી કરવી જરૂરી હતી.
અમેરિકાએ બીજો સેટ 37-35થી જીતીને ભારત સામે 4-0ની લીડ મેળવી હતી. હવે અમેરિકા બ્રોન્ઝ જીતવાથી એક ડગલું દૂર હતું.
ભારતે ત્રીજો સેટ 38-33થી જીત્યો હતો. ભારત હજુ પણ યુએસએ સામે 2-4થી પાછળ હતું.
ભારતીય જોડીએ ચોથા સેટની પણ શરૂઆત કરી અને પ્રથમ બે શોટમાં 17 પોઈન્ટ મેળવ્યા. તે જ સમયે, કૌફોલ્ડ અને એલિસનની અમેરિકન જોડીએ પ્રથમ બે શોટમાં 19 પોઇન્ટ બનાવ્યા અને બે પોઈન્ટની સરસાઈ મેળવી. ભારતીય જોડીએ ચોથા સેટમાં કુલ 35નો સ્કોર કર્યો હતો. અમેરિકન જોડીએ ચોથા સેટમાં 37 પોઈન્ટ બનાવ્યા અને સેટ અને મેચ જીતી લીધી.








