પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓનું જાહેરમાં અપમાન થતાં સર્જાયો વિવાદ, કોમેન્ટેટરે ગુમાવવી પડી નોકરી
અમેરિકન કોમેન્ટેટર બોબ બેલાર્ડને પેરિસ ઓલિમ્પિક 2024ની કો

અમેરિકન કોમેન્ટેટર બોબ બેલાર્ડને પેરિસ ઓલિમ્પિક 2024ની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ગયા શનિવારે એક સ્વિમિંગ સ્પર્ધા દરમિયાન બેલાર્ડે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. વાસ્તવમાં, આ કોમેન્ટેટર બેલાર્ડે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 4 X 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઓન-એર કહ્યું હતું, "શું તમે જાણો છો કે સ્ત્રીઓ કેવી હોય છે? તેઓ ફક્ત ફરે છે અને માત્ર મેકઅપ કરે છે."
ઉલ્લેખનીય છે કે, બેલાર્ડ છેલ્લા 40 વર્ષથી કોમેન્ટ્રીનું કામ કરી રહ્યો છે અને તેણે આઈસ હોકી, ડાઈવિંગ અને સ્વિમિંગ જેવી રમતોમાં કોમેન્ટ્રીનું કામ કર્યું છે. તે યુરોસ્પોર્ટ માટે કોમેન્ટ્રી કરતો હતો, પરંતુ હવે બ્રોડકાસ્ટરે તેને સેક્સિસ્ટ કોમેન્ટ્સ માટે પેનલમાંથી હટાવી દીધો છે. જ્યારે બેલાર્ડે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, ત્યારે તેના સહ-પેનલના સભ્ય લિઝી સિમન્ડ્સે ટિપ્પણીને 'અપમાનજનક' ગણાવી, જેના પર બોબ મોટેથી હસ્યા. સિમન્ડ્સે વળતો જવાબ આપ્યો અને એમ પણ કહ્યું કે, પુરુષો પણ મેકઅપ કરે છે.
ગુમાવવી પડી નોકરી
આ અભદ્ર ટિપ્પણી બાદ યુરોસ્પોર્ટે બોબ બેલાર્ડ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, "કોમેન્ટેટર બોબ બેલાર્ડે ગઈકાલે રાત્રે યુરોસ્પોર્ટ ચેનલ પર એક ઈવેન્ટ દરમિયાન અભદ્ર ટિપ્પણી કરી હતી. તેના કારણે તેને તાત્કાલિક અસરથી કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવામાં આવી રહ્યો છે." ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ કે જેના પર બેલાર્ડે ટિપ્પણી કરી હતી તેમાં મેગ હેરિસ, મોલી ઓ'કલાઘન, એમ્મા મેકકોઈન અને શાયના જેકનો સમાવેશ થાય છે. આ સતત ચોથી વખત હતું જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 X 100 રિલે સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બોબ બેલાર્ડે માફી માગી
બેલાર્ડે સોશિયલ મીડિયાના માધ્યમથી આ મુદ્દે માફી માગી હતી અને કહ્યું હતું કે, "યુરોસ્પોર્ટ માટે કોમેન્ટ્રી કરતી વખતે તેના એક શબ્દથી ઘણા લોકોને ઠેસ પહોંચી હતી, પરંતુ મારો ઈરાદો ક્યારેય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો." હું આ માટે માફી માગુ છું અને મહિલા એથ્લેટ્સનું સન્માન કરું છું હું યુરોસ્પોર્ટ ટીમને મિસ કરીશ પરંતુ હું તેમને સમગ્ર ઓલિમ્પિક ટૂર્નામેન્ટ માટે શુભેચ્છા પાઠવું છું.








