મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસ ઓલમ્પિકમાં અમન સહરાવતની સેમી ફાઇનલમાં એન્ટ્રી, મેડલથી એક મેચ દૂર

પેરિસ ઓલમ્પિકમાં અમન સહરાવત સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. સેમી ફાઇનલમાં અમન સહરાવતનો મુકાબલો જાપાનના ર

પેરિસ ઓલમ્પિકમાં અમન સહરાવતની સેમી ફાઇનલમાં એન્ટ્રી, મેડલથી એક મેચ દૂર

પેરિસ ઓલમ્પિકમાં અમન સહરાવત સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. સેમી ફાઇનલમાં અમન સહરાવતનો મુકાબલો જાપાનના રી હિગુચી સામે ટકરાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે 9.45 મિનિટ પર યોજાશે. હિગુચી રિયો 2016માં સિલ્વર જીતી ચુક્યો છે. 

ભારતીય રેસલર અમન સરહાવતે પુરૂષ 57 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અમને અલ્બાનિયાના જેલિમખાન અબકારોવને 11-0થી હરાવ્યું હતું. હવે અમન મેડલથી માત્ર એક મેચ દૂર છે.

સહરાવતના ગામમાં ઉજવણીનો માહોલ

અમન સહરાવત સેમી ફાઇનલમાં પહોંચતા જ તેના ગામ હરિયાણાના ઝજ્જરમાં ઉજવણીનો માહોલ છે.

આ સમાચાર શેર કરો