મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics: અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ, પ્યુઅર્ટો રિકોના રેસલરને હરાવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં 14માં દિવસે પુરુષોની 57 કિગ્રાની બ્રોન્ઝ મેડલ મેચ રમાઈ હતી. અમન સેહરાવતનો

Paris Olympics: અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ, પ્યુઅર્ટો રિકોના રેસલરને હરાવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં  14માં દિવસે પુરુષોની 57 કિગ્રાની બ્રોન્ઝ મેડલ મેચ રમાઈ હતી. અમન સેહરાવતનો મુકાબલો પ્યુઅર્ટો રિકોના ડાર્લિન તુઈ ક્રુઝ સામે થયો હતો. જેમાં સેહરાવતે પ્યુઅર્ટો રિકોના રેસલરને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  આ સાથે ભારતે કુલ 6 મેડલ જીત્યા છે.

સેમિફાઇનલમાં અમન રેઇ હિગુચી સામે 0-10થી હારી ગયો હતો

અમને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવને 10-0થી હરાવ્યો હતો. જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને 12-0થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઇનલમાં અમન સેહરાવત જાપાનના રેઇ હિગુચી સામે 0-10થી હારી ગયો હતો.  મેચ ત્રણ મિનિટ પણ ચાલી ન હતી. 

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા

પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે. જેમાં ચાર બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ મેડલ જીતવાની યાદીમાં ટોપ પર અમેરિકા છે. 

કુસ્તીમાં ભારતના અત્યાર સુધીના મેડલ વિજેતાઓ

1. કેડી જાધવ

બ્રોન્ઝ મેડલ, હેલસિંકી ઓલિમ્પિક (1952)

2. સુશીલ કુમાર

બ્રોન્ઝ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક (2008)

3. યોગેશ્વર દત્ત

સિલ્વર મેડલ, લંડન ઓલિમ્પિક (2012)

4. સાક્ષી મલિક

બ્રોન્ઝ મેડલ: રિયો ઓલિમ્પિક (2016)

5. રવિ કુમાર દહિયા

સિલ્વર મેડલ: ટોક્યો ઓલિમ્પિક (2020)

6. બજરંગ પુનિયા

બ્રોન્ઝ મેડલ: ટોક્યો ઓલિમ્પિક (2020)

આ સમાચાર શેર કરો