Business Plus: શું છે થેલિક અનહાઈડ્રાઈડ! જેનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવામાં થાય છે

- ઔદ્યોગિક માર્ગદર્શન
- ધીરૂ પારેખ
થેલિક અનહાઇડ્રાઇડ (Phthalic Anhydride) વાઇટ, ક્રિસ્ટલ, અને સોલિડ પ્રકારનું હોય છે. તેનો ઉપયોગ સિન્થેટીક રેઝીન મેન્યુફેક્ચરીંગ માટે થાય છે. આ રેઝીનનો ઉપયોગ પેઇન્ટ પ્રોડક્ટ્સમાં બાઇન્ડર તરીકે વાપરવામાં આવે છે. પેઇન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ૮૦ ટકા આલ્કાઇડ રેઝીન વપરાય છે. આ સિન્થેટીક રેઝીનને થેલિક અનહાઇડ્રાઇડ સાથે પોલિહાઇડ્રીક આલ્કોહોલ, ફેટી ઓઇલ અને એસિડને કન્ડેનસિંગ સિસ્ટમથી બનાવવામાં આવે છે.
થેલિક અનહાઈડ્રાઇડ ફ્લેકસ, મોલટેન અથવા બ્રીક્યૂરેડ ફોમમાં વેચાય છે. થેલિક અનહાઇડ્રાઇડ ફલેકસને હેન્ડલીંગ અથવા પેકિંગ સમયે ઇનફલેમેબલ તો છે જ સાથે હેલ્થ હેઝાર્ડ્સ પણ છે. થેલિક અનહાઈડ્રાઇડ લીક્વીડ અથવા મોલટેનનો દેખાવ વોટર વિસ્કોસિટી પ્રકારનો હોય છે.
થેલિક અનહાઇડ્રાઇડ ઇનફ્લેમેબલને ટ્રાન્સપોર્ટ સમયે કન્ટ્રોલ ટેમ્પ્રેચરે સ્ટોર કરવું જરૂરી બને છે. થેલિક અનહાઇડ્રાઇડ વધારે પડતું લીક્વીડ કન્ડીશનમાં જ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. કારણ કે તે ઈનફ્લેમેબલ તેમજ એનવિરોનમેન્ટલ હેઝાર્ડસ છે. તે માટે સાવચેતી ખૂબ જ જરૂરી હોય છે. એક્સ્પોર્ટ પ્રમોશન માટે ફ્લેકસનું જ શીપમેન્ટ કરવામાં આવે છે.
એપ્લીકેશન: થેલિક અનહાઇડ્રાઇડને પ્લાસ્ટીકમાં કેમિકલ ઈન્ટરમિડીએટ તરીકે ઉપયોગમાં લેવાય છે. વિનાઇલ કલોરાઈડમાં થેલેટ ઈસ્ટરનો પ્લાસ્ટીસાઇઝર તરીકે ઉપયોગ થાય છે.

