Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Under the GST law, it is mandatory to give the trader an opportunity to be heard if there is a difference in tax

Business Plus: GST કાયદા હેઠળ જો વેરામાં તફાવત આવે તો વેપારીને સાંભળવાની તક આપવી અનિવાર્ય

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: GST કાયદા હેઠળ જો વેરામાં તફાવત આવે તો વેપારીને સાંભળવાની તક આપવી અનિવાર્ય
સોર્સ : GSTV

-  વેચાણવેરો

App Store

- સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સપ્લાયરે GSTR1 હેઠળ બીલ-વાઇઝ પોતાના બાહ્ય સપ્લાયની માહિતી આપવાની છે અને જે તે વેરો ભરવાનો થતો હોય તે GSTR3B હેઠળ ભરવાનો થાય. ઘણી વખત GSTR1 અને GSTR3B વચ્ચે કોઈ ખામીના કારણે આંકડા અલગ હોય છે. સરકારના મતે અને CGST કાયદાની કલમ ૭૫(૧૨)ના ખુલાસા મુજબ તારીખ ૧.૧.૨૦૨૨થી જે દાખલ કરેલ છે, આવો તફાવત સીધેસીધો વસુલ કરવાપાત્ર છે અને વેપારીઓએ તે ભરી દેવાનો થાય. આવો બનાવ ગુવાહાટી હાઈકોર્ટ (કોહીમા બેન્ચ) સમક્ષ આઈ.ટી.આઈ. લી. વિ. યૂનિયન ઓફ ઈન્ડીયામાં (WPCC)/150/2024) તારીખ ૨૦.૦૩.૨૦૨૬ આવ્યો હતો.

કેસની હકીકત

અરજદારના કેસમાં GSTના અધિકારી દ્વારા તારીખ ૩૦.૪.૨૦૨૪ના રોજ કલમ ૭૩ હેઠળ આદેશ પસાર કરવામાં આવેલ જેમાં GSTR1 અને GSTR3B વચ્ચેના તફાવતની રકમની માંગણી કરવામાં આવી હતી. નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે. અરજદાર દ્વારા GSTR1 પત્રક ભરતી વખતે વેરાનો દર ભૂલથી ૧૮ ટકા દર્શાવી દીધો હતો. ૧૨ ટકાના બદલે. પરંતુ જ્યારે GSTR3B  ભરવામાં આવેલું તે સમયે અરજદાર દ્વારા સાચા દરે વેરો બતાવીને પત્રક ભરવામાં આવેલ અને વેરાકિય જવાબદારી ચૂકવેલ. આના લીધે GSTR1માં ભરવાપાત્ર વેરો વધુ આવ્યો અને  GSTR3Bમાં તેના કરતા વેરો ઓછો ભરાયો. કલમ ૭૩ હેઠળ ઓછી ભરાયેલ રકમ માગતા આદેશ વિરુદ્ધ અરજદાર ગુવાહાટી હાઈકોર્ટમાં રીટ દાખલ કરી.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા ખાસ દલીલ કરવામાં આવી કે નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે કલમ ૭૫(૧૨)નું એક્સ્પ્લનેેશન લાગુ પડે નહી, તદ્ઉપરાંત પ્રસ્તુત કેસમાં એક બોનાફાઈડ ભૂલ થઈ છે અને તમામ હકીકત રેકોર્ડ ઉપર છે. વધુમાં માન. સુપ્રિમ કોર્ટ દ્વારા મે એબરેડર ટેકનોલોજીઝ પ્રા.લી. (૨૦૨૫ (૪) ૧૦૧)  તેમ ઠરાવેલ છે. 

સરકારની દલીલ

સરકારે આદેશ યોગ્ય ઠરાવવા દલીલ કરી.

ગુવાહાટી હાઈકોર્ટનો ચૂકાદો

માન. હાઈકોર્ટ દ્વારા માન. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લેતા ખાસ નોધ કરી સરકારશ્રીએ અરજદારની જેન્યૂઇન ભૂલ માટે સુધારવાની તક આપવી જોઈએ અને GSTR1 અને GSTR3Bના તફાવત માટે કારણો માગ્યા વગર સીધો આદેશ કરવો ના જોઈએ. આમ, આદેશ ફગાવી નાખ્યો અને અરજદારને તથ્થો રજૂ કરવાની ૩૦ દિવસની તક આપી.