Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : This is a big change in Alia Bhatt's acting!

Chitralok : માતૃત્વની ફિલ્મી પડદા પર અસર: આલિયા ભટ્ટના અભિનયમાં આવ્યો આ મોટો બદલાવ!

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : માતૃત્વની ફિલ્મી પડદા પર અસર: આલિયા ભટ્ટના અભિનયમાં આવ્યો આ મોટો બદલાવ!
સોર્સ : gstv

બોલીવૂડની વર્તમાન પેઢીમાં જો કોઈ અભિનેત્રીએ લગાતાર પોતાને સાબિત કરી હોય તો તે છે આલિયા ભટ્ટ. બહુ ઓછી ઉમરે ફિલ્મી દુનિયામાં દાખલ થનારી આલિયા આજે ઉદ્યોગની સૌથી સફળ અભિનેત્રીઓ પૈકી  તે માત્ર એક સ્ટાર જ નહિ પણ એક સશક્ત કલાકાર પણ છે.

App Store

માતૃત્વએ બદલ્યો કામ કરવાનો અંદાજ

માતા બન્યા પછી આલિયાના જીવનમાં તેમજ કામ કરવાની ઝડપમાં સ્વાભાવિક રૂપથી પરિવર્તન આવ્યું છે. તેના મતે હવે તે એ જ ગતિએ કામ કરવાનું પસંદ કરે છે જે તેના માટે માનસિક અને શારીરિક રૂપે સહજ હોય. એક બાળકીની માતા હોવાના સંબંધે તેની પ્રાથમિકતાઓ બદલાઈ છે, પણ તેનો અર્થ એવો નથી કે કામ પ્રત્યે તેની ધગશ ઓછી થઈ છે.

આલિયા કહે છે કે હવે તે એક સમયે માત્ર એક જ ફિલ્મ પર પૂરુ ધ્યાન આપવા માગે છે અને પોતાની તમામ ઊર્જા તેમાં જ લગાડવાનું પસંદ કરે છે. આ પરિવર્તન તેની પરિપકવતા દર્શાવે છે, જ્યાં ગુણવત્તાને સંખ્યા કરતા વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

અભિનયથી આગળઃ નિર્માણના ક્ષેત્રમાં પ્રવેશ

આલિયા હવે માત્ર અભિનય સુધી સીમિત રહેવા નથી માગતી. તેણે ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રમાં પણ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે. તેના મતે વાર્તા કહેવાની પ્રક્રિયામાં રચનાત્મક રૂપથી સામેલ થવું વધુ સંતોષકારક છે. તેણે જણાવ્યું કે આગામી સમયમાં એવા કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જે આગામી વર્ષે શરૂ થશે, અને જેમાં તે પોતે એક ક્રિએટીવ પ્રોડયુસરની જવાબદારી નિભાવશે.

પોતાની સમગ્ર કારકિર્દીમાં આલિયાએ કાયમ પોતાના અંતરાત્મા અને સહજ બુદ્ધિનો અવાજ સાંભળ્યો છે. આ જ કારણ છે તેના નિર્ણયો ઘણીવાર જોખમભર્યા હોવા છતાં ખરા સાબિત થયા છે. આલિયા પોતાને માત્ર એક અભિનેત્રી જ નહિ પણ એક ક્રીએટીવ આર્ટિસ્ટના રૂપમાં જુએ છે.

એક્શન ફિલ્મ આલ્ફા માટે ઉત્સાહિત

યશરાજ ફિલ્મ્સની સ્પાઈય યુનિવર્સની આગામી ફિલ્મ 'આલ્ફા' માટે આલિયાનો ઉત્સાહ સ્પષ્ટપણે નજરે પડે છે. તેણે સ્પષ્ટ કર્યું કે તેણે કાયમ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો છે અને આ જ કારણે 'આલ્ફા' તેના માટે ખાસ છે. આલિયાએ એવી પણ સ્પષ્ટતા કરી કે તેની હોલીવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' એક્શનથી ભરપૂર હોવા છતાં તેમાં તેનો રોલ એક્શન યુક્ત નહોતો.

આલ્ફામાં પહેલી જ વાર તેને પૂર્ણ રીતે એક્શન કરવાની તક મળી છે અને આ જ વાત તેને સૌથી વધુ રોમાંચિત કરે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ તેણે માતા બન્યા પછી કરી છે. આલિયાના મતે આ અનુભવે તેને પોતાના શરીરનું સાંભળવાની તક આપી છે. આલિયા માટે આ એક બોધ આપનારો તેમજ સશક્ત અનુભવ રહ્યો, જેણે તેને પોતાના શરીરનું સન્માન કરવાનું શીખવ્યું.

સંજય લીલા ભણસાલી સાથે 'લવ એન્ડ વોર'

સંજય લીલા ભણસાલીની અતિ પ્રતીક્ષિત ફિલ્મ 'લવ એન્ડ વોર' માટે પણ આલિયાએ ખુલીને વાત કરી. આલિયાએ તેને એક ખાસ ફિલ્મ ગણાવી અને કહ્યું કે તેના શૂટિંગનો પ્રત્યેક દિવસ તેને અપૂર્ણ લાગતો હતો, જાણે હજી કંઈક કરવાનું બાકી રહી ગયું છે.

આગામી ફિલ્મો

વર્કફ્રન્ટની વાત કરીએ તો શિવ રાવેલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આલ્ફામાં આલિયાની સાથે શરવરી વાઘ અને બોબી દેઓલની પણ મહત્વની ભૂમિકા છે.  ઉપરાંત સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં તેની સાથે રણબીર કપૂર અને વિક્કી કૌશલ દેખાશે. આ બંને ફિલ્મો આ જ વર્ષે થિયેટરોમાં રજૂ થશે.

ઓટીટી વિ. બોક્સ ઓફિસ વિશે બેબાક મંતવ્ય

ઓટીટી મંચોની વધતી લોકપ્રિયતા વિશે પણ આલિયાએ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું. તેણે જણાવ્યું કે ભલે ઓટીટી પર બોક્સ ઓફિસ જેવા કોઈ માપદંડ નથી હોતા, છતાં ત્યાં પણ કન્ટેન્ટ જોવાના કલાકો અને તેની વૈશ્વિક પહોંચ એક મહત્વની પારાશીશી છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને 'આરઆરઆર'નું ઉદાહરણ આપતા તેણે જણાવ્યું કે કેવી રીતે સારી ફિલ્મો થિયેટરો પછી ઓટીટી પર પણ ઈતિહાસ રચી શકે છે.

આલિયાના જણાવ્યા અનુસાર આજના સમયમાં બોક્સ ઓફિસના આંકડા માત્ર ચારથી પાંચ અઠવાડિયા સુધી અર્થ ધરાવે છે. પાંચ વર્ષ પછી કોઈને પણ આ આંકડા યાદ નથી રહેતા, લોકો માત્ર એટલું જ યાદ રાખે છે કે ફિલ્મ સારી હતી કે નહિ. આલિયાના મતે ખરી સફળતા દર્શકોના પ્રેમમાં સમાયેલી છે.