Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : These Star Kids will debut in the year 2025

Chitralok: વર્ષ 2025માં આ સ્ટારકિડ્સનું ડેબ્યુ

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok: વર્ષ 2025માં  આ સ્ટારકિડ્સનું ડેબ્યુ
સોર્સ : GSTV

આર્યન ખાન  

App Store

 શાહરૂખના  દીકરા  ડિરેક્ટર બનવાનું પસંદ  કરી નવો ચીલો ચાતર્યો  છે. કરણ જોહર  જેવા  ઘણાં ઉત્સાહી   ફિલ્મ મેકર્સ  આર્યનને એક્ટર તરીકે  લોન્ચ કરવા અધીરા  બન્યા હોવા છતાં  એણે પોતાનો નોખો માર્ગ  કંડાર્યો.  પોતાના હોમ બેનર રેડ ચિલીઝ  એન્ટરટેઈનેન્ટ  હેઠળ આર્યને  'બેડ્સ ઓફ બોલિવુડ'  નામની  વેબ સિરીઝનું  ડિરેક્શન  કર્યું.  એનો સ્ટોરી આઈડિયા  પણ જુનિયર  ખાનનો હતો.  'બેડસ ઓફ બોલિવુડ'ની  સફળતાએ  આર્યન એક પ્લેન્ટેડ  યુવાન હોવાની સાક્ષી  પુરી.

અહાન પાંડે  

 સિનેમાના  નવા ચહેરાઓમાં સૌથી ઉપર  અહાન પાંડેનું  નામ મુકવું પડે  છે.  અનન્યા પાંડેનો  પિતરાઈ ભાઈ પહેલી જ ફિલ્મથી  છવાઈ ગયો.  યશરાજ ફિલ્મ્સના બેનરની મોહિત સુરી  દિગ્દર્શિત  અહાનની  ડેબ્યુ રોમાન્ટિક   ફિલ્મ 'સૈયારા' એ ૨૦૨૫ માં  બોક્સ- ઓફિસના રેકોર્ડ્સના ભુક્કા  બોલાવી દીધા.   ફિલ્મમાં  એની અનીત પડ્ડા  સાથેની  જોડી છવાઈ ગઈ.  બંને નવા એક્ટર્સ  વચ્ચેની કેમિસ્ટ્રીએ પડદા  પર જાદુ કર્યો.   

ઈબ્રાહિમ અલી ખાન  

 સૈફ  અલી ખાન અને   અમૃતા  સિંહના દીકરા ઈબ્રાહિમે બોની કપૂરની નાની પુત્રી  ખુશી  કપૂર  સાથે 'નાદાનિયાં' ફિલ્મની  ડેબ્યુ કર્યું.  સીધી ઓટીટી  પર રિલીઝ  થયેલી આ કહેવાતી રોમાન્ટિક કોમેડી એટલી બકવાસ નીકળી કે ટ્રોલર્સને  મજ્જો  પડી ગયો. એમણે ઈબ્રાહિમ અને  ખુશી ઉપર    ટ્રોલિંગનો  રીતસર  સારો ચલાવ્યો. એને પગલે ખુદ ઈબ્રાહિમ કબુલ કરવું પડયું કે 'નાદાનિયાં'  એક બેડ મૂવી છે,  અને એ સ્વીકારીને  મેં ખોટી  ઉતાવળ  કરી. દાદી શર્મિલા  ટાગોર પણ  ફિલ્મ જોયા બાદ   પૌત્રને બિરદાવવા  બે શબ્દ બોલી ન શક્યાં.

સોનમ બાજવા  

 પંજાબી સિનેમાની  જાણીતી સ્ટાર  સોનમ બાજવાએ ૨૦૨૫માં  મલ્ટી સ્ટાર પિલ્મ 'હાઉસફૂલ-૫' થી બોલિવુડમાં  એન્ટ્રી લીધી.  કમનસીબે  ફિલ્મમાં અક્ષયકુમાર,  રિતેશ દેશમુખ અને જેકલીન  ફર્નાન્ડિસ  જેવાં મોટા સ્ટાર્સ હોવાથી   સોનમના  ભાગે ઝાઝું  કામ આવ્યું નહિ. અલબત્ત, એના જોરે એને બીજી  હિન્દી  ફિલ્મ 'બાગી-૪' જરૂર  મળી.'બાગી-૪'માં ટાઈગર શ્રોફ સામે મિસ યુનિવર્સ ૨૦૨૧ હેરનાઝ સંધુએ પણ ડેબ્યુ કર્યું  હતું.

શનાયા  કપૂર  

  સંજય  કપૂરની  પુત્રી  સનાયાએ લાંબી  વાટ જોયા બાદ વિક્રાંત મેસ્સી સાથે  'આંખો કી ગુસ્તાખિયાં'માં ડેબ્યુ કર્યું. અફસોસ કે  રસ્કિ ન બોન્ડની શોર્ટ સ્ટોરી  'ધ આય્ઝ હેવ ઈટ'  પર આધારિત રોમાન્ટિક  ફિલ્મ  દર્શકો  પર પ્રભાવ ન પાડી શકી. શનાયાનું  તો સમજ્યા, પણ વિક્રાંત  જેવા  ટેલેન્ટેડ  એક્ટરના નામે એક ફાલતું  ફિલ્મ લખાઈ  ગઈ.

રાશા થડાની - અમાન દેવગન  

 અજય દેવગનને પોતાના ભત્રીજા  અમાનને રવીના ટંડનની પુત્રી  રાશા સાથે  પિરીયડ ડ્રામા 'આઝાદ'  માં લોન્ચ કર્યો.  એ દેવગન ફિલ્મ્સનું   એક દુસાહસ બની રહ્યું. મૂવી  બુરી રીતે પિટાઈ ગઈ અને અમાનની સાથોસાથ રાશા પણ  પ્રિ-મેચ્યોર  એક્ટર્સ  પુરવાર થયા.

વીર પહાડિયા

મહાારાષ્ટ્રના  માજી મુખ્યપ્રધાનના સુશીલકુમાર શિંદેના દોહિત્ર વીરે વોર ફિલ્મ 'સ્કાયફોર્સ'થી એક્ટિંગમાં  શ્રી ગણેશ  કર્યાં.  ફિલ્મમાં એનીસાથે  અક્ષયકુમાર,  સારા અલી ખાન  અને નિમ્રત  કૌર હોવા છતાં  ફિલ્મ સારું ઓપનિંગ  પણ ન લઈ શકી.