Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Hollywood hit movies in 2025

Chitralok: 2025માં હોલિવુડની હિટ થયેલી ફિલ્મો

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok: 2025માં હોલિવુડની હિટ થયેલી ફિલ્મો
સોર્સ : GSTV

સુપરમેન 671 મિલિયન ડોલર

App Store

સપ્ટેમ્બરમાં રજૂ થયેલી જેમ્સ ગનની સુપરમેને આશરે ૬૭૧ મિલિયન ડોલર કમાવી દીધા. ૨૨૫ મિલિયન ડોલરમાં બનેલી આ ફિલ્મ ૨૦૨૫માં કોઈપણ સુપરહીરોમાંથી સૌથી વધુ આવક કરનારી ફિલ્મ બની હતી.

599મિલિયન ડોલર

મિશન: ઈમ્પોસીબલ - ધી ફાઈનલ રેકનિંગ

૪૦૦ મિલિયન ડોલરમાં બનેલી મિશન ઈમ્પોસીબલ-ધી ફાઈનલ રેકનિંગે વિશ્વભરમાં લગભગ ૫૯૯ મિલિયન ડોલરની કમાણી કરી. પ્રારંભિક વીકએન્ડમાં ફિલ્મે સારો દેખાવ કર્યો હોવા છતાં તેને ફ્લોપ ગણવામાં આવી હતી. બજેટની ગણતરીએ તેની પાસેથી વિશ્વભરમાંથી લગભગ એક અબજ ડોલરની કમાણીની અપેક્ષા રાખવામાં આવી હતી.

769 મિલિયન ડોલર

જુરાસિક વર્લ્ડ : રિબર્થ 

યુનિવર્સલ પિક્ચર્સની ૧૮૦ મિલિયન ડોલરના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૮૬૯ મિલિયન ડોલરની કમાણી કરી. આમ, તે ૭૫૦ મિલિયન ડોલરનો આંક વટાવનારી ચાર ફિલ્મો પૈકી એક બની. જુરાસિક સિરીઝ અત્યાર સુધીની સૌથી વધુ સાતત્ય ધરાવતી સફળ ફ્રેન્ચાઈસી રહી છે. આ સિરીઝની નાણાકીય સફળતા અભૂતપૂર્વ ગણી શકાય.


338*કરોડ ડોલર* પ્રથમ સપ્તાહ

અવતાર:

ફાયર એન્ડ એશ 

લોકોએ આ ફિલ્મને માસ્ટરપીસ ગણાવી. અન્ય લોકોએ અવતાર ફાયર એન્ડ એશને ફ્રેન્ચાઇઝની શ્રે ફિલ્મ જાહેર કરી. તેઓ માને છે કે તેમણે આ પહેલાં ક્યારેય થિયેટરનો આવો અનુભવ કર્યો નથી.

1બિલિયન ડોલર

લિલો એન્ડ સ્ટિચ 

લગભગ એકસો મિલિયન ડોલરના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એક અબજ ડોલરથી વધુની કમાણી કરી નાખી. વોલ્ટ ડિઝની પિક્ચર્સની આ 'લિલો એન્ડ સ્ટિચ'ની લાઈવ એક્શન રિમેક આ વર્ષે અબજ ડોલરનો આંક વટાવનારી પ્રથમ હોલીવૂડ ફિલ્મ બની હતી અને તે ૨૦૨૫માં સૌથી વધુ આવક કરનારી ફિલ્મ બની .

958 મિલિયન ડોલર

વોર ક્રાફ્ટ

વોર્નર બ્રધર્સની ૧૫૦ મિલિયન ડોલરના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૯૫૮ મિલિયન ડોલરની ટંકશાળ પાડી. હાલ તે 'ધી સુપર મેરિયો બ્રધર્સ' મૂવી પછી સૌથી વધુ આવક કરનારી વીડિયો ગેમ ફિલ્મ છે. ફિલ્મને મળેલી ભારે સફળતા પછી હવે તેની સિક્વલની તૈયારી ચાલી રહી છે.

631 મિલિયન ડોલર

એફ-1: ધી મૂવી

વોર્નર બ્રધર્સની બ્રેડ પિટ અભિનિત આ ફિલ્મે વૈશ્વિક સ્તરે આશરે ૬૩૧ મિલિયન ડોલર રળી લીધા હતા. ૨૫૦ મિલિયન ડોલરના બજેટમાં આ ફિલ્મ બ્રેડ પિટની કારકિર્દીની તેમજ ઓટો રેસિંગ ફિલ્મો પૈકી સૌથી વધુ આવક કરનારી ફિલ્મ પૂરવાર થઈ હતી.