Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Many stars have passed away in Hollywood this year

Chitralok: આ વર્ષે 2025માં હોલિવૂડમાં ઘણા સીતારાઓનું નિધન થયું છે

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok: આ વર્ષે 2025માં હોલિવૂડમાં  ઘણા સીતારાઓનું નિધન થયું છે
સોર્સ : GSTV

- હલ્ક હોગન 

App Store

કુસ્તીના સૌથી મઇેનસ્ટ્રીમ સ્ટાર હલ્ક હોગનનું અવસાન ૭૧ વર્ષની વયે ૨૪ જુલાઈએ ફ્લોરિડામાં તેના ઘરે હૃદયરોગને કારણે થયું હતું. ૮૦ના દાયકામાં હલ્કમેનિયા સર્જનાર હોગને છ ડબ્લ્યુડબ્લ્યુઈ ખિતાબ જીત્યા હતા.

- કોની ફ્રેન્સિસ

૫૦ અને ૬૦ના દાયકાની ચાર્ટ પર ટોચના ક્રમાંકે રહેતી પોપ આઈકન કોની ફ્રેન્સિસનું ૧૬ જુલાઈએ ૮૭ વર્ષની વયે અવસાન થયું. 'સ્ટુપિડ ક્યુપિડ' અને 'માઈ હાર્ટ હેઝ એ માઈન્ડ ઓફ ઈટ્સ ઓન' જેવાં ક્લાસિક હિટ સાથે તે અમેરિકાની સ્વીટહાર્ટ ગણાતી. સંગીત અગ્રણી, અભિનેત્રી અને ગોલ્ડન ગ્લોબ સન્માનિત કોનીએ સંગીતની શાશ્વત વિરાસત છોડી છે.

- ટોમ ટ્રુપ

'સ્ટાર ટ્રેક', 'ફ્રેઝિયર' અને 'મિશન:ઈમ્પોસીબલ'ના દિગ્ગજ કલાકાર ટોમ ટ્રુપનું ૨૦ જુલાઈના રોજ ૯૭માં વર્ષે અવસાન થયું. બ્રોડવેમાં તાલીમ મેળવેલા અને બ્રોન્ઝ પદક મેળવનાર ટ્રુપે દાયકાઓ દરમ્યાન સ્થિર ટીવી અને ફિલ્મી કારકિર્દી બનાવી.

- ઈલીન ફલ્ટન

'એઝ ધી વર્લ્ડ ટર્ન્સ'માં લિસા મિલર તરીકે પોતાના ગ્રાઉન્ડબ્રેકિંગ રોલ માટે લોકપ્રિય થયેલી ઈલીન ફલ્ટનનું અવસાન ૯૦માં વર્ષે ૧૪ જુલાઈના રોજ થયું. ૧૯૬૦માં કાસ્ટ થયેલી ઈલીને પાંચ દાયકા દરમ્યાન સોપ ઓપેરા વિલન તરીકે નામના મેળવી. એમી સન્માનિત ઈલીન ગાયિકા, લેખિકા પણ હતી અને ૨૦૧૯માં તેણે નિવૃત્તિ જાહેર કરી હતી. 

- માલ્કમ-જેમલ વોર્નર

'ધી કોસ્બી શો'થી થીયો હક્સટેબલ તરીકે પ્રસિદ્ધ માલકમ-જેમલનું ૫૪ વર્ષની વયે કોસ્ટારિકામાં આકસ્મિક રીતે ડૂબી જવાથી થયું હતું. ગીત અને સંગીતમાં વિચારશીલ પરફોર્મર ગણાતા વોર્નર અભિનય, કવિતા અને જેઝમાં સહજતાથી પરફોર્મ કરતા.

૨૦૧૯માં વિશ્વને અલવિદા કહેનાર અન્ય નોંધનીય દિગ્ગજોમાં એલન બર્ગમેન,રોબી પાર્ડલો, રેને કર્બી, ડેવિડ કેફ, બન હે મીન, જેમ્સ કાર્ટર કેથકાર્ટ, માર્ક સ્નો, યંગ નોબલ, જુલિયન મેકમોહન, કાઈલી પેજ અને કિમ વૂડબર્ન સામેલ હતા.