Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : These new pairs from the South will make waves on the silver screen in 2026

Chitralok: 2026માં દક્ષિણની આ નવી જોડીઓ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવશે

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: 2026માં દક્ષિણની આ નવી જોડીઓ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવશે
સોર્સ : GSTV

ભારતનો દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ ૨૦૨૬ને રોમાંચક બનાવવા ઉત્સુક છે. સિનેરસિકોના ઉત્સાહનું સૌથી મોટુ કારણ છે સ્ક્રીન પર દેખનારી ફ્રેશ જોડીઓ. રોમેન્ટિક ફિલ્મોથી લઈને રસપ્રદ થ્રિલર અને મનોરંજક ફિલ્મો સુધી તમિલ, તેલુગુ અને કન્નડ સિનેમા નવીનતા, કેમિસ્ટ્રી અને સ્ટાર પાવરની ખાતરી આપતી નવી જોડીઓ રજૂ કરી રહ્યું છે. આ સહયોગો વિવિધ ઉદ્યોગમાંથી લોકપ્રિય સ્ટાર્સને એકત્ર કરવા ઉપરાંત દક્ષિણ ભારતીય સિનેમાની વધતી વ્યાપક અપીલને પણ પ્રતિબિંબિત કરે છે. તો ચાલો નવી રોમાંચક જોડીઓ પર નજર નાખીએઃ

App Store

યશ અને કિયારા અડવાણી

'ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ'માં યશ અને કિયારાની જોડી આ વર્ષની સૌથી ચર્ચિત પેરિંગ છે. કેજીએફ ફ્રેન્ચાઈસી પછી વ્યાપક ચાહક વર્ગ ધરાવનાર યશ તેની જોરદાર સ્ક્રીન હાજરી માટે જાણીતો છે. બીજી તરફ હિન્દી સિનેમા તેમજ અન્ય ઉદ્યોગોમાં પોતાનુ નામ કંડારનાર કિયારા અડવાણી સાથે તેની જોડી બનાવવાથી ફિલ્મને એક નવું પરિમાણ મળ્યું છે. કિયારાનું પાત્ર નાદિયા નવું રજુ કરાયું હતું અને તેણે તાત્કાલિક આ ગંભીર અને સ્ટાઈલિશ વૃત્તાંતમાં જિજ્ઞાાસાપ્રેરક તત્વ ઉમેર્યું છે. માર્ચમાં રજૂ થનાર ટોક્સિક કિયારાની માતૃત્વ પછીની પ્રથમ ફિલ્મ બનશે, જેના કારણે આ જોડી વ્યાવસાયિક રીતે તેમજ અંગત બંને રીતે મહત્વની બની છે.

પ્રભાસ અને માલવિકા મોહનન

ધી રાજા સાબ સાથે પ્રભાસની મોટા પડદા પર વાપસી વધુ એક હાઈલાઈટ એટલા માટે  પણ છે કારણ કે તેમાં તેની જોડી પ્રથમવાર માલવિકા મોહનન સાથે છે. 'કલ્કી ૨૮૯૮ એડી'ની સફળતા પછી પ્રભાસ એક અલગ જ સિનેમેટીક અવકાશમાં પ્રવેશી રહ્યો છે, જ્યારે માલવિકા આ ફિલ્મ સાથે તેની તેલુગુ ડેબ્યુ કરી રહી છે. અગાઉ માલવિકાની 'સાલાર' માટે વિચારણા કરવામાં આવી હતી પણ તેવું બની શક્યું નહિ. આ નવી જોડી તાજગી, શાલિનતા અને સ્ટાર કરિશ્માની ખાતરી આપે છે, જે 'રાજા સાબ'ને પ્રભાસના ચાહકો તેમજ તેલુસુ સિનેમાના રસિયા બંને માટે અતિ અપેક્ષિત ફિલ્મ બનાવશે.

 કીર્તિ સુરેશ અને  વિજય દેવરાકોંડા

યાદીમાં છેલ્લે આવે છે 'રાવડી જનાર્દન'માં કીર્તિ સુરેશ અને વિજય દેવરાકોંડાની નવી તેલુગુ જોડી. આ બહુભાષીય ગ્રામીણ ડ્રામામાં વિજય ઉગ્ર, જવલંત અવતારમાં દર્શાવવામાં આવ્યો છે. કીર્તિ સુરેશની વાસ્તવિક અભિનય શૈલી વિજયની તીવ્રતાને પૂરક છે જેના કારણે આ જોડી આશાસ્પદ લાગી રહી છે. સાથે મળીને આ નવી જોડીએ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની સતત નવીનતાની શોધને ઉજાગર કરે છે જ્યાં નવી જોડીઓ, બેબાક કથાનક અને  કાસ્ટિંગ સિનેમેટીક અનુભવને પુનર્ભાષિત કરતા રહે છે.  

રજનીકાંત અને વિદ્યા બાલન

દિગ્ગજ સુપરસ્ટાર રજનીકાંત 'જેલર ટુ'માં વિદ્યા બાલન સાથે જોડી જમાવી રહ્યો છે, જે સહયોગમાં નવીનતા સાથે અનુભવનું મિશ્રણ નજરે પડે છે. આ ફિલ્મ વિદ્યા બાલનની તમિલ ડેબ્યુ હોવાથી તેની કારકિર્દીમાં મહત્વનો કીર્તિમાન છે. ફિલ્મમાં વિદ્યા મિથુન ચક્રવર્તીના પાત્રની પુત્રી તરીકે નજરે પડશે જ્યારે રજનીકાંત ફિલ્મમાં અસાધારણ રોલ નિભાવી રહ્યો છે જેના પરિણામે ફિલ્મ ખરા અર્થમાં બહુ-ઉદ્યોગ ડ્રામા સાબિત થશે જેમાં ભારતીય સિનેમાનો સંયુક્ત સ્ટાર પાવર નજરે પડશે.

અદિવી સેષ અને મૃણાલ ઠાકુર

'ડેકોઈટઃ એ લવ સ્ટોરી'માં અદિવી સેષ અને મૃણાલ ઠાકુર વચ્ચેનો વધુ એક પ્રથમ વખતનો રોમાંચક સહયોગ છે. 

આ રોમેન્ટિક થ્રિલરમાં બંને જણા અપરાધમાં ભાગીદાર બને છે અને પ્રેમ સાથે જોખમ તેમજ ભાવનાત્મક સંઘર્ષનું મિશ્રણ કરે છે. રસપ્રદ થ્રિલરો બનાવવા માટે પ્રસિદ્ધ અદિવી સેષ ફિલ્મમાં તીવ્રતા લાવે છે જ્યારે મૃણાલે 'સિતા રામમ', 'હાઈ નાના' અને 'ધી ફેમિલી સ્ટાર' પછી પોતાની પ્રભાશાળી સફર ચાલુ રાખી છે. સસ્પેન્સ અને નૈતિક ડ્રામા સાથે રોમાન્સ પસંદ કરતા દર્શકોને આ જોડી જરૂર ગમશે.