Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The terrible emptiness after the war

Chitralok : ડિવોર્સ પછીનો એ ભયાનક ખાલીપો: કલ્કિ કોચલિનનો અનુરાગ કશ્યપ સાથેના અલગ થવા પર મોટો ખુલાસો!

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ડિવોર્સ પછીનો એ ભયાનક ખાલીપો: કલ્કિ કોચલિનનો અનુરાગ કશ્યપ સાથેના અલગ થવા પર મોટો ખુલાસો!
સોર્સ : gstv

દરેક વ્યક્તિની ઓળખમાં તેના પરિવારની ભૂમિકા મહત્વની હોય છે. તેમાં પણ માતાપિતા વચ્ચે ખટરાગ હોય કે બંનેએ ડાઇવોર્સ લીધાં હોય તો તેની અસર તેમના સંતાનો પર પણ પડતી હોય છે. પણ આ બાબતો સમજવા અને તેના વિશે વાત કરવામાં એક પ્રકારની સમજદારીની જરૂર પડતી હોય છે. ભારતના પુડુચેરીમાં વિદેશી માતાપિતાના ઘરમાં જન્મેલી કલ્કિ કોચલિન ઘણી રીતે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અપવાદ સમાન છે. તાજેતરમાં કલ્કિએ તેના લગ્નજીવન અને તેના માતાપિતાના લગ્નજીવન વિશે મોકળેમને વાતો કરી. કલ્કિની સમજદારી ભરી વાતો તેની લાક્ષણિક શૈલીમાં જાણવી રસપ્રદ બની રહેશેઃ 

App Store

હું જ્યારે તેર વર્ષની હતી ત્યારે મારા માતાપિતાના ડાઇવોર્સ થયા હતા. આ એક મુશ્કેલ ડાઇવોર્સ હતા. તેઓ બંને ખૂબ ઝઘડતાં હતા. તેમની વચ્ચે ઉછરવાનું મારા માટે ઉષ્માહીન બની રહ્યું હતું. મારા માટે આ ખૂબ મુશ્કેલ સમય બની રહ્યો હતો. શક્ય છે કે આ સમયગાળામાં મારા પર પડેલી અસરને કારણે પણ મેં ડાઇવોર્સ લીધાં હોય. 

દેવ ડી ફિલ્મમાં અનુરાગ સાથે કામ કર્યા બાદ અમારી વચ્ચે સંબંધો વિકસ્યા હતા. અમે ફિલ્મના સેટ પર ૨૦૧૧માં મળ્યા હતા. એ પછી એ જ  વર્ષે  મારી માતાના ઉટીમાં આવેલાં ઘરમાં અમારા લગ્ન થયા હતા. પણ ૨૦૧૩માં અમારી વચ્ચે અંતર વધવા માંડ્યુ અને અમે અલગ થવાની જાહેરાત કરી દીધી  પણ અમારા સત્તાવાર ડાઇવોર્સ તો છે ક ૨૦૧૫માં થયા હતા. પણ આ અરસામાં અમારે એકમેકની જિંદગીથી દૂર રહેવાની જરૂર પડી હતી. અન્ય વ્યક્તિને બીજા કોઇની સાથે જોઇએ ત્યારે મનમાં લાગી આવે, તેમાં પણ તમને એટલું ખરાબ લાગે કે આ શું થઇ રહ્યું છે. જ્યારે સંબંધો કથળવા માંડે ત્યારે તમારા વ્યક્તિત્વનો એક ચોક્કસ હિસ્સો પડી ભાંગે છે. અનુરાગ સાથે ડાઇવોર્સ લીધાં બાદ શરૂઆતના વર્ષો જરાય સરળ નહોતાં. તમારી પ્રિય વ્યક્તિને બીજા કોઇ સાથે જુઓ ત્યારે તમને ખૂબ માઠું લાગે. આખરે અમને સમજાયું કે અમારે એકમેકના જીવનથી દૂર રહેવાની જરૂર છે. સંબંધમાં અંતર જાળવવાથી અને સમય વીતવા સાથે અમારી સમજ વિક્સી અને અમારા દૂભાયેલાં મન  ફરી  એકમેકને નવી નજરે જોતાં થયાં. થોડાં વર્ષો લાગ્યા પણ અંતર જાળવવા

સંબંધોમાં આ તબક્કે પહોંચવામાં અમને થોડા વર્ષો લાગ્યા છે. અમારી વચ્ચે સંબંધો એકદમ ગાઢ નહોતાં. અમે છૂટાં પડી ગયા પછી શરૂઆતમાં એકમેકથી અંતર જાળવ્યું હતું અને તેને કારણે અમને સંબંધોમાંથી ખટાશ દૂર કરવામાં સહાય મળી હતી. હવે અમે જીવનના એવા તબક્કે પહોંચી ગયા છીએ કે અમે હવે પ્રસંગોપાત વાતચીત પણ કરી લઇએ છીએ.રસપ્રદ બાબત એ છે કે અનુરાગની પુત્રી ૧૧ ડિસેમ્બર ૨૦૨૪માં શેન ગ્રિગોર સાથે પરંપરાગત હિન્દુ વિધિથી પરણી ત્યારે હું તેમના લગ્નમાં હાજર રહી હતી. સંબંધો ગમે એટલા મુશ્કેલ હોય પણ તેનું સમાપન કરવાનું શક્ય હોય છે. 

બીજી તરફ ઇઝરાયલી સંગીતકાર ગાય હર્શબર્ગ સાથે મારા સંબંધો સાવ અલગ કલ્ચર હોવા છતાં વિક્સી રહ્યા છે. જોર્ડન અને મૃત સમુદ્ર વચ્ચે આવેલાં એક પેટ્રોલ સ્ટેશન પર અમારી મુલાકાત થઇ હતી. તે એક રસપ્રદ વ્યક્તિ છે. તે જ્યુઇશ છે. તે થોડો રશિયન, થોડો પોલિશ અને થોડો ઇરાનીયન પણ છે. જ્યારે હું ફ્રેન્ચ છું પણ જન્મી અને ઉછરી ભારતમાં છું. મારું પ્રથમ નામ હિન્દુ છે. જ્યારે અટક  ખ્રિસ્તી ધર્મ અનુસાર પ્રોટેસ્ટન્ટ છે. અમારી એક પુત્રી છે જેનું નામ સાફો ગ્રીક છે. અમે મારી દીકરી સાફો સાથે હિબુ્ર, ફ્રેન્ચ,હિન્દી અને તમિલ ભાષામાં વાત કરીએ છીએ. અમે ઘરમાં કોઇ ધર્મને પાળતાં નથી. પણ વિવિધ રિવાજો અને વિવિધ પ્રકારની વાનગીઓ એકમેક સાથે શેર કરીએ છીએ. રોજ અમે વાસણ કોણ સાફ કરશે તે બાબતે ઝઘડીએ છીએ પણ જ્યારે ડેઝર્ટ શેર કરવાની વાત આવે ત્યારે અમે  એકસમાન હિસ્સો બધાંને મળે તેનું ધ્યાન રાખીએ છીએ. અમારા ૨૦૨૦માં લગ્ન થયા તે પહેલાં સાફોનો જન્મ થઇ ચૂક્યો હતો. 

કિસીને સહી ફરમાયા હૈ, ચલતે રહેના..ઇસી કા નામ જિંદગી હૈ!