Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Will the film 'Ram' be able to perform the same magic as the TV 'Ram'?

Chitralok : શું ફિલ્મી 'રામ' ટીવીના 'રામ' જેવો જાદુ ચલાવી શકશે? જાણો અરુણ ગોવિલનો અભિપ્રાય

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : શું ફિલ્મી 'રામ' ટીવીના 'રામ' જેવો જાદુ ચલાવી શકશે? જાણો અરુણ ગોવિલનો અભિપ્રાય
સોર્સ : gstv
ફિલ્મ મેકર  નીતેશ  તિવારીની  બે ભાગમાં  બનનારી  બિગ બજેટ ફિલ્મ  'રામાયણ' માં રણબીર કપૂર ભગવાન રામનો રોલ કરવાનો છે એવી જાહેરાત થઈ ત્યારથી  એ વિશે સોશ્યલ મિડીયા પર સારી એવી ચર્ચા છેડાઈ હતી.   મોટાભાગના લોકોએ રણબીર રામના રોલને પુરેપુરો  ન્યાય આપી શકશે કે કેમ એ વિશે શંકા  દર્શાવી હતી.  રોમાન્ટિક અને એક્શન   ફિલ્મો માટે જાણીતો  એક્ટર સ્ક્રીન પર ભગવાન રામ જેવો દેખાશે કેમ કેમ એ વિશે પણ  અવઢવ  સેવાતી હતી.
App Store
 
અલબત્ત,  ગયા વરસે રામાયણના પહેલા ભાગનું  ટીજર રિલીઝ કરાયા બાદ સિનારિયો  બદલાઈ ગયો છે.  લોકોને રણબીરનો રામ તરીકેનો લુક એકદમ પરફેક્ટ   લાગવા માંડયો છે. રામાનંદ સાગરની દેશ-વિદેશમાં  ધૂમ મચાવનાર સિરીયલ  'રામાયણ' માં  રામનું પાત્ર  ભજવનાર અરુણ ગોવિલે પણ  રણબીરને પુરો સપોર્ટ  આપ્યો છે.  'ફિલ્મમાં મેન એક્ટર રણબીર કપૂર ભગવાન   રામ તરીકે બહુ સુંદર લાગે છે.  એ એક સારો એક્ટર ઉપરાંત સારો માનવી છે.  ફિલ્મમાં  ભગવાનનું પાત્ર ભજવવા  એક્ટરનો આત્મા પવિત્ર અને  શુદ્ધ હોવો જોઈએ,'  એમ તિવારીની  ફિલ્મમાં દશરથનું  પાત્ર ભજવતા વેટરન એક્ટર કહે છે.
 
રામાયણમાં સાઈ પલ્લવી સીતા,કન્નડ સ્ટાર યશ અને સની દેઉલ હનુમાનના રોલમાં છે.  ફિલ્મનો પહેલો ભાગ આ દિવાળીએ  રિલીઝ કરવાનું  પ્લાનિંગ છે.