Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The Taiwan issue is very important for America and China.

Business Plus: તાઈવાનનો મુદ્દો અમેરિકા અને ચીન માટે ખૂબ જ મહત્ત્વનો

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: તાઈવાનનો મુદ્દો અમેરિકા અને ચીન માટે ખૂબ જ મહત્ત્વનો
સોર્સ : GSTV

- અર્થકારણના આટાપાટા

App Store

- ધવલ મહેતા

આ વર્ષના મે મહિનામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડે ત્રણ દિવસ માટે ચીનની મુલાકાત લીધી. અત્યારે અમેરિકા જગતમાં સુપર પાવર છે પરંતુ ચીન આગળ જાણે કે તે મીંદડી મેં થઈ જાય છે. અમેરિકાને ચીન ખખડાવીને કહે છે કે તાઈવાન ચીનનું છે. અમેરિકા તેની તરફેણમાં પોતાનું વલણ નહી બદલે તો તંગદિલી વધશે. ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાં આવી જિનગિંપને મળ્યા ત્યારે જરા ય શ્વાસ લીધા સિવાય જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પને જણાવ્યું કે ચીન તાઈવાન પોતાનો જ ભાગ ગણે છે અને તે ચીનનો એક પ્રાંત છે ચીન તેને પોતાના નક્શામાં પણ દર્શાવી રહ્યું છે. તાઈવાનનો મુદ્દો ચીન અમેરિકા સંબંધોમાં સૌથી મહત્વનો છે. જિનપિંગ પહેલા કોઈપણ ચાઈનીઝ વડાએ અમેરિકન પ્રમુખ સામે તાઈવાનને લઈને આવી તુમાખીથી વાત કરી નથી. આ બાબત પરથી લાગે છે કે સુપરપાવર તરીકે અમેરિકાના હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે. હોર્મુઝની ખાડીનો મુદ્દો અલબત્ત ટ્રમ્પ અને જિનપિંગ બન્ને એક વાત પર સંમત થયા હતા કે વૈશ્વીક જરૂરિયાત સંતોષવા હોર્મુઝની ખાડી ઇરાને ખોલવી જ જોઈએ તેમજ હોર્મુઝની ખાડીમાં લેવાતા આવનારા કોઈપણ પ્રકારનો ટોલ લેવાતો ઇરાનને હક્ક નથી. તે સિવાય બન્ને દેશોએ ઇરાન પરમાણુ શસ્ત્રો ના બનાવે તે બાબતને લઈને સંમતિ સાધી છે. અલબત્ત એક મત એવો છે કે પ્રમુખ તરીકે ટ્રમ્પે ચીન જઈને અમેરીકાની ઇજ્જતનો ધુમાડો કર્યો છે.

વસતીની દ્રષ્ટિએ જોઈએ તો, અમેરિકાની વસતી ૩૪ કરોડ, ભારતની ૧૪૨.૯ કરોડ, ચીનની ૧૪૦.૬ કરોડ અને તાઈવાનની ૨.૩ કરોડ છે. જ્યારે વર્લ્ડોમીટરપ્રમાણે ૨૦૨૬ માં ભારતની વસતી અધધધધ ૧૪૭.૬ કરોડ, ચીનની ૧૪૧.૩ કરોડ. અમેરીકાની ૩૪.૯૦ કરોડ અને તાઈવાનની ૨.૩ કરોડ છે. તાઈવાનની માથાદીઠ આવક જાપાનની માથાદીઠ આવક કરતા પણ વધારે છે. અને તાઈવાનની ગણતરી ઉચ્ચ વિકસીત દેશ તરીકે થાય છે. તાઈવાન તેની અતિઆધુનિક ટેકનોલોજી માટે જગતભરમાં વખણાય છે.

તાઈવાન તેના ઉચ્ચતમ જીવનધોરણ માટે પણ ચારેબાજુ વખણાય છે. કારણ કે તેણે પોતાના દેશવાસીઓ માટે ઉચ્ચ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર (રસ્તાઓ, પાણી, ગેસ, પુલ, હોસ્પિટલો, શીક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે)ની રચના કરી છે.

તાઈવાનની પ્રગતિ અને તેની જીડીપી જોઇને ચીનની દાઢ તેને પડાવી લેવા માટે સળવળી છે. આ બાબતમાં ચીનની દાદાગીરી તે કાંઈ ચાલતી હશે ? તેમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ જે હવે વૈશ્વિક રાજકારણમાં તરંગી અને મારખાઉ દાદા ગણાય છે. તેઓ ચીનની માંગણીઓ આગળ નમતું મુકે તો નવાઈ નહીં. અત્યારે જગતમાં અંદાજીત જીડીપીની જોઈએ તો અમેરીકાની જીડીપી ૩૨.૩૮ ટ્રીલીયન ડોલર્સ,ચીનની ૨૦.૮૫ ટ્રીલીયન ડોલર્સ છે, જર્મનીની ૫.૪૫ ટ્રીલીયન ડોલર્સ, જાપાનની ૪.૩૮ ટ્રીલીયન, યુકેની ૪.૨૬ ટ્રીલીયન અને ભારતની ૪.૧૫ ટ્રીલીયન ડોલર્સ છે. ભારતની જીડીપી જગતમાં છઠ્ઠે નંબરે છે પરંતુ વસતી વધારાએ ભારતને ફોલી ખાધુ છે. તાઈવાનની વસતી માત્ર ૨.૩ કરોડ છે છતાં તે રાષ્ટ્રનું જબરજસ્ત તેની માથાદીઠ આવક ઉપર જોયું તેમ ૪૨,૦૦૦ ડોલર્સ કરતા વધારે છે. વળી એ ભુલવાનું નથી કે તાઈવાન એક બહુપક્ષીય લોકશાહી છે તેના લોકોને સંપૂર્ણ મતાધિકાર છે. તાઈવાનમાં સ્વતંત્ર જ્યુડીશીયરી છે. જ્યારે ચીનમાં સ્વતંત્ર જ્યુડીશીયરી જ નથી. ચીન જિનપિંગ કેટલાક વર્ષોથી સત્તા પર ચડી બેઠા છે. ચીન રશિયાની જેમ જબરજસ્ત સરમુખત્યારશાહી ધરાવતો દેસ છે. ચીન જગતનો એક સૌથી લુચ્ચો દેશ છે. તેણે તીબેટને પડાવી લીધું છે તો ભારતના અરૂણાચલ પ્રદેશને પણ પડાવી લેવા માગે છે.

ચીનમાં એકાધીકારવાદી ચાઈનીઝ કોમ્યુનીસ્ટ પાર્ટી રાજ કરી રહી છે. લોકશાહીનો ત્યાં છાંટો નથી. ૧૯૭૯માં ચીને બજારલક્ષી સુધારાઓ કરવા જ પડયા. ચીનમાં તેની અડધોઅડધ વસતી હજી ચીનના ગામડાઓમાં જીવે છે. ૧૯૪૯ માં ચીન ભારત કરતા પણ વધુ ગરીબ હતું. ૧૯૬૨ માં ચીને ભારત પર ચડાઈ કરી હતી તે વાત ભારત હજી ભુલ્યું નથી.