Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Import rules have also been tightened amid a decline in tea production in the country.

Business Plus: દેશમાં ચા ઉત્પાદનમાં પીછેહટ વચ્ચે આયાતના નિયમો પણ કડક બનાવાયા

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: દેશમાં ચા ઉત્પાદનમાં પીછેહટ વચ્ચે આયાતના નિયમો પણ કડક બનાવાયા
સોર્સ : GSTV

- ઊભી બજારે 

App Store

- દિલીપ શાહ

દેશમાં ચા બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ભારતમાં તાજેતરના વર્ષોમાં જોકે કોફીનો વપરાશ ખાસ કરીને યુવાપેઢીમાં વધ્યો છે. પરંતુ હજી પણ દક્ષિણ ભારતને બાદ કરતાં દેશવ્યાપી ધોરણે એકંદરે ચાનો વપરાશ વધુ રહ્યો છે. ચા એ ભારતનું રાષ્ટ્રીય પીણું ગણાય છે. ભારતની ચા વિશ્વબજારમાં પણ વખાણાય છે તથા આપણે દરીયાપાર નોંધપાત્ર પ્રમાણમાં ચાની નિકાસ કરતા રહ્યા છીએ. જોકે તાજેતરના વર્ષોમાં દેશમાં ચાની ઈમ્પોર્ટ થતી પણ જોળા મળી છે. ખાસ કરીને નેપાળથી ચાની આયાત જોવા મળી છે. દરમિયાન, તાજેતરમાં દેશમાં ચાના ઉત્પાદનમાં પીછેહટ દેખાતા અજંપો પણ જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં દેશમાં ચાનું ઉત્પાદન દોઢ ટકો ઘટી આશરે ૬૬૮.૬૦ લાખ કિલો નોંધાયું છે જે ગયા વર્ષે માર્ચમાં ૬૭૮.૫૦ લાખ કિલો થયુંહતું. દેશમાં ચાના ઉત્પાદનમાં તાજેતરમાં વિશેષ ઘટાડો નોંર્થ ઈન્ડિયામાં જોવા મળ્યો છે. કલાઈમેટીક તથા સિઝનલ ઈસ્યુઝના પગલે આવી સ્થિતિ દેખાઈ છે. નોર્થ ઈન્ડિયામાં ઉત્પાદન ઘટવા સામે સાઉથ ઈન્ડિયામાં ઉત્પાદનમાં ૧૨થી ૧૩ ટકાની વૃધ્ધિ પણ થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. નોર્થ ઈન્ડિયામાં ઉત્પાદન માર્ચમાં આશરે છ ટકા જેટલું ઘટયું છે તથા માર્ચનો આંકડો ૪૯૦થી ૪૯૧ લાખ કિલોનો મળ્યો છે. જે પાછલા વર્ષે ૫૨૦થી ૫૨૧ લાખ કિલોનો નોંધાયો હતો. આ વર્ષે ખાસ કરીને માર્ચમાં આસામમાં ચાનું ઉત્પાદન ૩૮થી ૩૯ ટકા ઘટી ૧૭૩થી ૧૭૪ લાખ કિલો થયું છે ગયા વર્ષે આ ગાળામાં ૨૮૬થી ૨૮૭ લાખ કિલો થયું હતું. જોકે આની સામે પશ્ચિમ બંગાળમાં ઉત્પાદન ૩૬થી ૩૭ ટકા વધી ૨૯૯થી ૩૦૦ લાખ કિલો માર્ચમાં નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં ડુઅર્સ, તેરાઈ તથા દાર્જિલીંગ  આ ઘણે ચા ઉત્પાદનક વિસ્તારોમાં ઉત્પાદનમાં વૃધ્ધિ થતી જોવા મળી છે.

દરમિયાન, દક્ષિણ ભારતમાં માર્ચનું ઉત્પાદન ૧૨થી ૧૩ ટકા વધ્યું છે. દક્ષિણમાં તામિલનાડુ તથા કેરળમાં ઉત્પાદનમાં વૃધ્ધિ જોવા મળી છે. જોકે કર્ણાટકમાં ચાના ઉત્પાદનમાં સાધારણ પીછેહટ દેખાઈ છે. દેશમાં ચાના ઉત્પાદનમાં જાતવાર જોતાં સીટીસી ચાનું ઉત્પાદન માર્ચમાં ૬૦૩થી ૬૦૪ લાખ કિલો થયું છે. જ્યારે ઓર્તોડોક્સ ચાનું ઉત્પાદન ચા ગાળામાં ૫૫થી ૫૬ લાખ કિલો થયું છે. ગ્રીન- ચાનું ઉત્પાદાન આગાળામાં ૯થી ૧૦ લાખ કિલો નોંધાયું છે. દરમિયાન, ભારત સરકારે તાજેતરમાં દેશમાં થતી ચાની ઈમ્પોર્ટના નિયમો કડક બનાવ્યાના સમાચાર મળ્યા છે. નવા કડક નિયમો મે મહિનાથી લાગુ થયાય છે જેમાં લેબ ટેસ્ટીંગ ફરજીયાત બનાવાયું છે તથા આના પગલે નેપાળ ખાતેથી ભારતમાં થતી ચાની ઈમ્પોર્ટ અંકુશમાં આવવાની ગણતરી ચા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

જોકે ઈમ્પોર્ટના નવા કડક નિયમોમાં ઈન્સ્ટન્ટ તથા રેડી- ટુ- ડ્રિન્ક ચાને બાકાત રાખવામાં આવી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા હતા. નેપાળ ટી પ્લાન્ટર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં ચાના પગલે નેપાળથી ચાની નિકાસ ઘટી જશે ત્યારે હવે નેપાળથી ચાની નિકાસ ચીન તરફ વધારવાના પ્રયત્નો શરૂ કરાયાના નિર્દેશો મળી રહ્યા છે.

દરમિયાન, ટી એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઈરાન તથા અમેરિકા વચ્ચે યુધ્ધની તંગદીલી તથા સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ રુટ પર જહાજોની હેરફેર ખોરવાતાં ભારતથી થતી ચાની નિકાસ પર પણ અસર પડી હતી. ભારતની ચાની ઈરાક, ઈરાન, કુવૈત, સાઉદી અરેબીયા, બહેરીન, કતાર, યુનાઈટેડ આરબ અમિરાતના દેશો વિ. તરફ થતી નિકાસ સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ રુટમાંથી પસાર થતી હોય છે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

૨૦૨૫માં ગયા વર્ષે ભારતમાંથી ચાની નિકાસ ઈરાન, ઈરાક તથા ચીન તરફ નોંધપાત્ર વધી હતી. જ્યારે ૨૦૨૬ના વર્તમાન વર્ષમાં નિકાસ પર પ્રતિકૂળ અસર પડતી જોવા મળી છે.