Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The bubble of a wrongly created company bursts

Business Plus : ખોટી રીતે ઉભી કરાયેલી કંપનીનો પરપોટો ફૂટયો 

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus : ખોટી રીતે ઉભી કરાયેલી કંપનીનો પરપોટો ફૂટયો 

જે કંપનીની વેલ્યૂ એક સમયે ૧.૫ અબજ ડોલરની હતી તેનો પરપોટો તાજેતરમાં ફૂટી ગયો હતો.. આ કંપની AI સાથે વણાયેલી હતી. 

App Store

આ કંપની નું નામ  Builder.ai  છે. તે ખોટી રીતે ઉભી કરાયેલી કંપની હતી. આ કંપનીએ એક તબક્કે ૧.૫ અબજ ડોલર ભેગા કર્યા હતા. પોતાની કંપની પાસે ૭૦૦ જેટલા એન્જીન્યરો એવી શેખી કંપની મારતી હતી. આ અગાઉ કંપનીનું નામ Engineer.ai હતું. ૨૦૧૬માં લંડન ખાતે સચીન દેવ દુગ્ગલે ઉભી કરી હતી, પોતાની કંપની આર્ટિફિશયલ ઇન્ટેજન્સી સાથે વણાયેલી છે અને અનેક સોલ્યુશન ક્લીયર કરી શકે છે એમ કહેવાયું હતું. કંપનીના નામાંકીત રોકાણકારોમાં માઇક્રોસોફ્ટ, કતાર ઇન્વેસ્ટમેન્ટ, સોફ્ટ બેંક વગેરેનો સમાવેશ થાય છે. કંપનીની પોલ ત્યારે ખુલી ગઇ હતી કે જ્યારે કંપનીએ બતાવેલા ૭૦૦ એન્જીન્યરો હાથે કોડ લખતા હતા તે પકડાયું હતું. કંપનીએ એવો દાવો કર્યો હતો કે AIથી જનરેટ કરેલા કોડ લખાય છે.

લોકોને ધીરે ધીરે ખ્યાલ આવ્યો હતો કે કંપની ફ્રોડ છે અને AI આધારીત કોઇ કામ કંપની કરતી નહોતી. કંપનીએ બતાવેલા ૭૦૦ એન્જીન્યરો હકીકતે ડેવલોપરનું ગૃપ હતું તેમને AI સાથે કોઇ લેવા દેવા નહોતી. ૨૦૧૯માં વોલસ્ટ્રીટે લખ્યું હતું કે કંપનીમાં કામ કોડીંગ આધારીત નથી થતું પણ હાથેથી થાય છે. કંપની AIની ક્ષમતા વાળી છે તે વાત પણ ખોટી સાબિત થઇ હતી. કંપનીના એક સ્ટાફે કંપનીની ખોટી વાતો સામે માથું ઉંચકતા તેની હકાલપટ્ટી કરાઇ ત્યારે તેણે કંપની સામે પાંચ મિલીયન ડોલરનો દાવો કર્યો હતો. અન્ય એક કર્મચારીએ લખ્યું હતું કે કંપની એન્જીન્યરોની બનેલી છે તેમાં  AI ક્યાંય નથી. જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ઓડીટ કરાવાયું ત્યારે કંપનીની પોલ ખુલી ગઇ હતી. જેના કારણે કંપનીની ભારત, યુકે અને યુએસએ ખાતેની કામગીરી અટકાવી દેવાઇ હતી. અમેરિકાની ફેડરેલ એજંસીએ  તેના ફ્રોડ પર તપાસ શરૂ કરી હતી. કંપનીને એમેઝોનને ૮૫ મિલીયન ડોલર અને ક્લાઉડ સર્વિસના માઇક્રોસોફ્ટને ૩૦મિલીયન ચૂકવવના બાકી રહેતા હતા, અંતે કંપની નાદાર જાહેર થઇ હતી.

આસામમાં રોજની 48 મિલીયન સેમિકન્ડકટર ચીપ્સ બનશે

આસામના મુખ્યપ્રધાને પોતાના રાજ્યમાં રોકાણ કરવા ઉદ્યોગ જગતને અનુરોધ કર્યો છે. મુખ્યપ્રધાન કહે છે કે ઉત્તરપૂર્વના રાજ્યોમાં તેમનું રાજય વચ્ચે આવે છે. અમારા રાજ્યની ફરતે બાંગ્લાદેશ અને ભૂતાન આવેલા છે. આસામ ઇલેકટ્રોનિક્સ રાઉન્ડ ટેબલ-૨૦૨૫ને સંબોધતા તેમણે કહ્યું હતું કે આસામનું અર્થતંત્ર છેલ્લા ૧૦ વર્ષથી પ્રતિક્ષા કરી રહ્યું છે. પ્રદેશમાં જીડીપી ૧૩થી ૧૫ ટકા જેટલો છે. કહે છે કે આસામને ૫.૩૦ લાખ કરોડના રોકાણની ઓફર મળી છે. મુખ્યપ્રધાને કહ્યું હતું કે રોજની ૪૮ મિલીયન સેમીકન્ડક્ટર ચીપ્સ બનાવી શકે તેવું પ્લાનીંગ ટાટા ગૃપ કરી રહ્યું છે.

સ્ટાફને AIનો રિફ્રેશર કોર્સ

ભારતના ઉદ્યોગો તેમના બિઝનેસની કામગીરીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગને આવકારી રહ્યા છે. જે કંપનીઓ  AI નો ઉપયોગ નથી કરતી તે પણ હવે નવા ફેરફારનો સ્વિકાર કરીને આગળ વધી રહ્યા છે. કંપનીઓ AI થી કેવી રીતે ઓપરેટ થાય છે અને કઇ રીતે તે લાભદાયી બનશે તે શીખી રહી છે. AIના કારણે જોબ નહીં કપાય પણ રીપીટ થતા મુદ્દા અને કામગીરીમાં ધટાડો થશે. કેટલીક કંપનીઓ AIની સાથે જનરેટીવ એઆઇ અને ચેટ જીપીટી ટૂલ્સના નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગ, મશીન લર્નીંગ વગેરેનો ઉપયોગ કરે છે. રીસર્ચ સંસ્થા એસેન્ચર કહે છે કે ચેટજીપીટી જેવા લાર્જ લેન્ગવેજ મોડલના કારણે ૪૦ ટકા જેટલા કામના કલાકો ઓછા થઇ શકે છે. 

- AI ઇન બિઝનેસ