Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Stop worrying about sweating and get an attractive look.

Sahiyar : પરસેવાની ચિંતા છોડો અને મેળવો આકર્ષક લુક: ઉકળાટમાં પણ ચહેરાનો ચમકાટ જાળવતો વોટરપ્રૂફ મેકઅપ અને સ્કિન કેર ગાઈડ

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : પરસેવાની ચિંતા છોડો અને મેળવો આકર્ષક લુક: ઉકળાટમાં પણ ચહેરાનો ચમકાટ જાળવતો વોટરપ્રૂફ મેકઅપ અને સ્કિન કેર ગાઈડ
સોર્સ : gstv

મેકઅપ

App Store

ગરમીના દિવસોમાં કોઈ પાર્ટી કે લગ્ન પ્રસંગે જવાનું હોય ત્યારે માનુનીઓ માટે મેકઅપ એ સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. કારણ કે ગમે એટલો સારો  મેકઅપ કર્યો હોય પણ પરસેવાને કારણે થોડો ઘણો તો રેળાઈ જાય છે. ઉનાળામાં ત્વચા સંબંધી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે જે મેકઅપ કરવામાં બાધારૂપ બને છે. પરંતુ આ મોસમમાં પણ ત્વચાની કાળજી યોગ્ય રીતે લેવામાં આવે તો સુંદર મેકઅપ કરી શકાય છે. 

ઉનાળામાં મેકઅપ કેવી રીતે કરશો?

સૌપ્રથમ આખા ચહેરાનો રંગ (કોમ્પ્લેક્શન) એક સમાન કરવો જરૂરી છે. એ માટે એસપીએફ યુક્ત પારદર્શી (શીઅર) ફાઉન્ડેશન લેવું. આ ફાઉન્ડેશન વોટરપ્રૂફ હોવું જોઈએ. જે લગાડયા બાદ પરસેવો વળવા છતાં નીકળી ન જાય. આંખ નીચેના કુંડાળા છૂપાવવા માટે વોટરપ્રૂફ અંડરઆય કન્સીલર વાપરવું. ત્યારબાદ ગાલ પર આછો પારદર્શક લિક્વિડ રંગ લગાડવો અને અંતમાં પાંપણો પર રંગીન મસ્કરા લગાડવો.

ચહેરાને કુદરતી લુક આપવા માટે લિક્વિડ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો. જેમ કે લિક્વિડ બ્રોન્ઝર, એસપીએફ ૧૫ યુક્ત બ્રોન્ઝિંગ જેલ, બ્રોન્ઝિંગ પાઉડર વગેરે. આનાથી ચહેરો નેચરલ દેખાશે. 

તૈલી ત્વચાની સમસ્યા 

આ ઋતુમાં ત્વચા વધુ પડતી તૈલીય થઈ જાય છે. આના ત્વરિત ઉપચાર તરીકે ત્વચા પર મુલતાની માટીનો પેક લગાડી શકાય અથવા તો ત્વચાને એસ્ટ્રીજન્ટથી સાફ કરવી. આ બંને પ્રયોગથી ત્વચામાં રહેલું તેલ શોષાઈ જશે. હવે તો આધુનિક મહિલાઓ તૈલીય ત્વચાથી છૂટકારો પામવા લેઝર થેરપી પણ અપનાવી રહી છે. પરંતુ આ પધ્ધતિ ખર્ચાળ હોવાથી દરેક મહિલા તે અપનાવી નથી શકતી. 

પર્ફ્યૂમનો ઉપયોગ

જે રીતે તમે શિયાળા અને ઉનાળામાં વાળ અને ત્વચા માટે જુદાં જુદાં પ્રસાધનો વાપરો છો, એ જ રીતે તમારું પર્ફ્યૂમ પણ મોસમાનુસાર બદલતા રહો. પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે વિવિધ  સુગંધોમાં ઉપલબ્ધ એવાં બોડી લોશન, બોડી સ્પ્રે, અત્તર વગેરેનો ઉપયોગ કરી શકાય. આ ઋતુમાં અરોમા થેરપીનો લાભ પણ ભરપૂર પ્રમાણમાં લઈ શકાય.

ત્વચા, વાળ અને સનસ્ક્રીન 

સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી તેનો રંગ ફિક્કો બનાવી દે છે. ચહેરા અને હાથની ત્વચાને આવા કિરણોથી બચાવવા એસપીએફ ૪૫ યુક્ત સનસ્ક્રીન લગાડવું અને દરરોજ લગાડતી વખતે બોટલ સરખી રીતે હલાવ્યા બાદ જ ક્રીમ લગાડવું.  રોજિંદા વપરાશ માટે ઓઈલ ફ્રી સનસ્ક્રીન લોશન લગાડવું જે અલ્ટ્રાવાયોલેટ એ તેમ જ બી સાથે લડી શકે. આ લોશન એન્ટી ઓક્સિડન્ટ હોવાની સાથે સૂરજમુખીના બીના તત્ત્વવાળું હોવું જોઈએ. તેમાં વિટામીન એ, સી અને ઈ પણ હોવું જોઈએ.

શેમ્પૂનો પ્રયોગ 

ગરમીની મોસમમાં પરસેવો, ક્લોરિન અને સૂર્યના તેજ કિરણોનાં પ્રભાવને લીધે ત્વચા જેટલું જ નુકસાન વાળને પણ થાય છે. તેથી વાળને મુલાયમ રાખવા માટે સૌમ્ય શેમ્પૂ વાપરવું જોઈએ.

પીળાશ પડતા નખ

જો તમારા નખ પીળા દેખાતા હોય તો સંભવ છે કે ઘેરા રંગની નેઈલ પોલિશ લગાડવાને કારણે થયું હોય. નખ પરની પીળાશ બફિંગ કરી કાઢી શકાય. અને નખ ફરી વખત ફિક્કા ન પડે એ માટે નેઈલ પોલીશ લગાડતાં પહેલાં બેઝ કોટ લગાડવો. નખને ચમકદાર બનાવવા તેના પર લીંબુની છાલ પણ ઘસી શકાય. બની શકે તો સમયાંતરે મેનિક્યોર-પેડિક્યોર કરાવતાં રહેવું.