Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Skip expensive medicines! Eat these cheap superfoods every day and stay healthy always

Sahiyar : મોંઘી દવાઓ છોડો! રોજ ખાઓ આ સસ્તા સુપરફૂડ્સ અને રહો હંમેશા નિરોગી

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : મોંઘી દવાઓ છોડો! રોજ ખાઓ આ સસ્તા સુપરફૂડ્સ અને રહો હંમેશા નિરોગી
સોર્સ : gstv

આરોગ્ય વિશે સજાગ મોટાભાગના લોકો જાણે છે કે સ્વસ્થ રહેવા માટે સંતુલિત ખોરાક લેવો જરૂરી છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે અમુક હેલ્ધી ફૂડ્સ (સ્વાસ્થ્યવર્ધક ખાવાની વસ્તુઓ) રોજેરોજ ખાવી જોઈએ. વિશ્વભરમાં કરાયેલા સંશોધનો એવો દાવો કરે છે કે બહુ સહેલાઈથી બધે જ મળતી અમુક પોષક વસ્તુઓ ડેઈલી ખાઈને આપણે આપણી હેલ્થમાં અસાધારણ સુધારો કરી શકીએ છીએ.

App Store

સામાન્યપણે આપણને ક્યાંકથી ખબર પડે કે અમુક વસ્તુઓ ખાવી હેલ્ધી છે એટલે આપણે અઠવાડિયે એક કે બે વાર એ ખાવાનું રાખતા હોઈએ છીએ. અલબત્ત, તમે કેટલાંક હેલ્ધી ફૂડ્સ ડેઈલી ખાવાનો નિયમ બનાવો તો તમે એ ચોક્કસ ફૂડના સંપૂર્ણ પોષક લાભો મેળવી શકો. સૌ જાણે છે કે મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટિન્સ, ફેટ્સ, કાર્બોહાયડ્રેટ્સ વગેરે ધરાવતો સંતુલિત આહાર (બેલેન્સ્ડ ડાયટ) શરીરને નિરોગી રાખવા માટેની પહેલી પૂર્વશરત છે એટલે સૌએ કેટલીક એવી વસ્તુઓ રોજ ખાવી જોઈએ જેમાંથી સારા સ્વાસ્થ્ય માટે આપણી બૉડીને તમામ પૌષ્ટિક તત્ત્વો મળી રહે. આપણે હેલ્ધી રહેવા માટે રોજેરોજ ખાવા  આવા સુપરફૂડ્સનું એક લિસ્ટ જ બનાવી દેવું જોઈએ. એ લિસ્ટમાં શું શું સામેલ કરવું જોઈએ?

૧. અવોકાડો :

 ડેઈલી ખાવા માટેની ચીજોમાં અવોકાડોને સામેલ કરવું આવશ્યક છે કારણ કે એ એવા વિટામિન્સ અને એન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર છે જે વ્યક્તિને વજન ઘટાડવામાં અને કેન્સર થતું રોકવામાં પણ મદદરૂપ થાય છે.

૨. ડાર્ક ચોકલેટ :

 સૌને ભાવતી ડાર્ક ચેકલેટ્સના અમુક પીસ ખાઈને પણ હેલ્ધી રહી શકાય. એટલા માટે કે ડાર્ક ચોકલેટમાંના એન્ટિઑક્સિડન્ટ્સ આપણી ઈમ્યુન સિસટમ (રોગપ્રતિકારક શક્તિ) માટે સારા છે અને એ ઉપરાંત એનાથી સ્ટ્રેસનું લેવલ પણ ઓછું થાય છે.

૩.બદામ

 આપણે ત્યાં મોટાભાગે શિયાળામાં જ બદામ કે બદામપાક ખાવાનું ચલણ છે, પરંતુ ડાયેટિશ્યનો રોજની કમસે કમ ચાર બદામ ખાવાની સલાહ આપે છે. બદામ એટલે કે આલ્મન્ડસમાં પુષ્કળ ઓમેગાનું ફેટ્ટી એસિડ્સ હોય છે, જે તમારી એકંદર હેલ્થ સુધારવામાં સારો એવો ફાળો આપે છે.

૪. દહીં :

 આયુર્વેદમાં દહીંને અમૃત ગણાવાયું છે એટલે જ રોજિંદા ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જરૂરી છે. મેડિકલ જારગોનમાં વાત કરીએ તો કર્ડ (દહીં) એક મોટું નેચરલ પ્રોબિયોટિક છે, જે શરીરનું પાચનતંત્ર સુધારવા ઉપરાંત ઇમ્યુન સિસ્ટમને પણ સુદ્રઢ બનાવે છે. દહીં ખાવાથી શરીરમાં કુદરતી રીતે સારા બેક્ટિરિયા વધે છે એટલે આ બધુ શકેય બને છે.

૫. લાલ મરચું :

 લોકો ઘરના સભ્યોને રોજ એક લાલ મરચું ખાવાનો આગ્રહ કરે છે કારણ કે લાલ મરચામાં વિટામિન-સી પ્રચુર માત્રામાં મળે છે, જે આરોગ્ય માટે બહુ જરૂરી છે.

૬. દૂધ :

 સુપર ફૂડ્સના લિસ્ટમાં દૂધનો વારો ભલે છેલ્લો આવે પણ ખરું પૂછો તો એ એક સંપૂર્ણ પોષણક્ષમ આહાર છે. રોજ દૂધ પીતા લોકો એટલે જ શરીરે સ્વસ્થ હોય છે. ખાસ કરીને બાળકોને રોજ દૂધ પીવાની ટેવ પાડવી એમના સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. એમના વિકસતા શરીરમાં દૂધ કુદરતના આશીર્વાદ સમાન છે.