Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Best tips for parents to feed healthy food

Sahiyar : બાળક ખાવામાં આનાકાની કરે છે? હેલ્ધી ફૂડ ખવડાવવા માટે પેરેન્ટ્સ માટે બેસ્ટ ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : બાળક ખાવામાં આનાકાની કરે છે? હેલ્ધી ફૂડ ખવડાવવા માટે પેરેન્ટ્સ માટે બેસ્ટ ટિપ્સ
સોર્સ : gstv

ત્રણ વર્ષની  ગ્રીષ્માને  જમાડવી તેની  મમ્મી  માટે સૌથી  મોટું શિરદર્દ હતું.  ગ્રીષ્મા  અવારનવાર  પોતાની થાળી  ખસેડીને ઊભી થઈ જતી.  તેની મમ્મી તેને ગમે તેટલું  સમજાવે તોય  તે કોળિયો સુદ્ધાં ન ભરતી.  છેવટે  તેની માતા  ગુસ્સે ભરાતી.  આમ છતાં ગ્રીષ્મા ન  માને તો તેની  મમ્મી ગ્રીષ્માની  પોષક તત્ત્વોથી  ભરેલી થાળી  બાજુએ  મૂકીને તેની  વ્હાલસોઈને  ભાવતા ઘી-ભાત  આપી દેતી.

App Store

ગ્રીષ્માની  મમ્મીને  પોતાના પુત્રીના વિકાસની  ચિંતા થાય  તે સ્વાભાવિક છે. પરંતુ આ કહાણી  એક માત્ર  ગ્રીષ્માની નથી. મનોવૈજ્ઞાાનિકો  કહે છે કે આ કહાણી  ઘર ઘરની છે. માતાની ચિંતા,  બાળકની જિદ્ અને  ભોજનનો સમય રોજેરોજ  આપસમાં ટકરાતાં  રહે છે.  તેઓ વધુમાં  કહે છે કે  દરેક માતા-પિતા  એમ જ  વિચારતા  હોય છે કે તેમનું  બાળક  અમુક અમુક   વસ્તુઓ જ  શા માટે ખાય છે? આ રીતે તો તેનો વિકાસ  રુંધાઈ જશે.  જ્યારે હકીકતમાં  આ કોઈ સમસ્યા નથી, બલ્કે  ભૂલકાના  વિકાસનો એ સહજ તબક્કો છે.  તબીબી ભાષામાં તેને પિકી ઈટિંગ  (Picky Eating) એટલે કે,  પોતાની  પસંદીગની અમુક વસ્તુઓ જ ખાવી કહેવામાં આવે છે.  બાળકોમાં પિકી ઈટિંગ  શા માટે  જોવા મળે છે તેની સમજ આપતાં તેઓ કહે છે....

સામાન્ય વિકાસનો તબક્કો :  બેથી ચાર વર્ષની  વયમાં  ભૂલકાનો સ્વાદ અને  સ્વાયત્તતા, બંને વિકસિત થઈ રહ્યા હોય છે.  સ્વાભાવિક રીતે જ તે પોતાનું સ્વાતંત્ર્ય   દર્શાવવા આ  ખાઈશ અને તે નહીં ખાઉના  નખરાં કરવા લાગે  છે.  સામી વ્યક્તિને  પોતાના અંકુશમાં  રાખવાની  કોશિશ વાસ્તવમાં  તેના ભાવનાત્મક વિકાસનો ભાગ  હોય છે,  જિદ્નહીં.

નવુંખાવાનો ડર : વિકાસાત્મક મનોવિજ્ઞાાન અનુસાર બાળક સ્વભાવથી જ નવું ખાતાં ડરે  છે. આ તેની પોતાને સલામત રાખવાની રીત હોય છે. તે  પસંદગીની  વસ્તુઓ  ખાઈને એક પ્રકારની  સુરક્ષાનો અનુભવ  કરે છે.

ઈન્દ્રિય સંવેદનશીલતા : કેટલાંક બાળકોને  ચોક્કસ વસ્તુઓના  સ્વાદ, સોડમ, રંગ કે બનાવટ અત્યંત  તીવ્ર લાગતાં હોય છે.  આ બાબત  તેમને અસહજ બનાવે છે.  વાસ્તવમાં  આવા  બાળકોની  સેન્સરી પ્રોસેસિંગની સંવેદનશીલતા  તીવ્ર હોય છે,  પરિણામે  તેઓ અમુક વસ્તુઓ  ખાવાનું  ટાળે છે.

ધ્યાન અને  પ્રતિક્રિયા : જો  બાળક  નિયમિત રીતે ખાવા-પીવા  બાબતે જિદ્ કરે અને  તેના માતા-પિતા  તેને ખવડાવવા  તેની પાછળ પડયાં  રહે તો ભૂલકાને તેમાં મોજ પડે છે.  તેને એમ લાગે છે  કે ખાવાની   ના પાડીને તે પોતાના માતાપિતાનું  ધ્યાન  પોતાની તરફ ખેંચી શકશે.  આમ તે અમુક  વસ્તુો ન ખાવાની હઠ  કરીને  પોતાના પરિવારજનોનું  ધ્યાન પણ  પોતાની તરફ ખેંચી રાખે છે, સાથે  સાથે તેને ખવડાવવા  તેની પાછળ  ફરનારાઓને પણ પોતાના અંકુશમાં  રાખવાનો આનંદ માણે છે. બાળકોને  ખવડાવવા-પીવડાવવા  બાબતે  ચિંતિત  માતા-પિતા હમેશાં એક જ પ્રશ્ન  પૂછતાં  હોય  છે કે  હવે કરવું શું? આના  જવાબમાં  મનોવૈજ્ઞાાનિક કહે છે કે....

સૌથી પહેલા તો બાળકને  કાંઈપણ  ખાવા દબાણ  ન કરો. હકીકતમાં  બાળકો કોઈક નવી વસ્તુ  ખાવાનું પસંદ કરવામાં વધુ સમય  લાગે છે.  આવી સ્થિતિમાં તેને એ વસ્તુ પરાણે ખવડાવવાને બદલે ૧૦-૧૫  વખત તેની  થાળીમાં  પીરસી દો.   તે દરરોજ  અથવા વારંવાર  એ વસ્તુને જોઈને તે ખાવા  ્ પ્રેરાશે. 

ભૂલકાને બધા પરિવારજનો સાથે  જમવા બેસાડો.  તે  જ્યારે બધાને  થાળીમાં પીરસેલી બધી વસ્તુઓ  ખાતાં જોશે  ત્યારે તેને  સ્વયં  એ વસ્તુઓ ખાવાની ઈચ્છા થશે.

બાળકને ખાવા-પીવા માટેના  અલગ અલગ વિકલ્પો આપો. જેમ કે તેને  પૂછો  કે આજે  તું કાકડી- ટમેટાનું   સલાડ ખાઈશ  કે સ્પ્રાઉટ્ સનું. આવી સ્થિતિમાં   તેને એમ લાગશે  સામી વ્યક્તિ પર તેનો અંકુશ છે.  આમ  તે માતા-પિતા  કે પરિવારજનો પાસે માત્ર પોતાની વાત મનાવવા  ખાવા-પીવા  બાબતે નખરાં નહીં કરે.

જો  બાળક કોઈ નવી વસ્તુ ખાય  તો તેની પ્રશંસા  કરીને તેને  નવી નવી  વાનગીઓ  ખાવા પ્રેરો.  આમ કરવાથી તે લગભગ  બધી વસ્તુઓ  ખાતં શીખી જશે.

ભૂલકાનો ખાવા-પીવાનો સમય સુનિશ્ચિત  રાખો.  તે વખતે  ઘરનું  વાતાવરણ શાંત હોવું ઘટે.  બાળકના  ભોજનના સમય દરમિયાન  ટીવી અને  મોબાઈલ જેવા ઉપકરણો  બંધ રાખો, જેથી  તેનું ધ્યાન  માત્ર ખાવા-પીવા તરફ જ  રહે.

બાળકને શાકભાજી ધવા  કે થાળી  પીરસવા જેવા કામ સોંપો.  આટલું કરવાથી તેને ભોજન  કરવું એ રમત રમવા જેટલું સહેલું લાગશે.

જો કે ભૂલકાં હમેશાં  ખાવા-પીવા બાબતે નખરા કરે તો સાવધાન થઈ જાઓ જેમ કે ....

* જો બાળક માત્ર ત્રણથી ચાર વસ્તુઓ જ ખાતું હોય.

* તેનો શારીરીક  વિકાસ ધીમો પડી ગયો હોય.  

* બાળકને  ખાવા પ્રત્યે  સતત  અરુચિ  થતી જણાય.

 જો કે  મનોવૈજ્ઞાાનિકો  માતા-પિતા સામે પણ લાલબત્તી  ધરતાં કહે છે કે ભૂલકાને વારંવારે  પરાણે ન ખવડાવો, ભોજનના  સમય દરમિયાન  ગુસ્સે ન થાઓ,   જો બાળક જમવામાં અખાડાં કરે તો તેને  તરત જ ચોકલેટ- બિસ્કિટ, ચિપ્સ ઈત્યાદી આપીને શાંત પાડવાનો પ્રયાસ ન કકરો, અને સૌથી  મહત્ત્વની વાત એટલે   બાળકને મોબાઈલ કે ટીવી  બતાવતાં બતાવતાં   જમવાની ટેવ ન પાડો.