Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Choosing clothes that suit your body

Sahiyar : પરફેક્ટ ફિટ, પરફેક્ટ લુક: તમારા શરીરને અનુરૂપ કપડાંની પસંદગી

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : પરફેક્ટ ફિટ, પરફેક્ટ લુક: તમારા શરીરને અનુરૂપ કપડાંની પસંદગી
સોર્સ : gstv

તમારી મનપસંદ સેલિબ્રિટી કે બહેનપણીના સેક્સી ફિગરની ઈર્ષા  કરવાનું છોડીને તમારા શરીરના પ્રકાર પર નજર ફેરવીને એને લાયક ડ્રેસ  પહેરીને આકર્ષક બનવાનો પ્રયત્ન કરો. એવી  અમદાવાદના ડિઝાઈનરો સલાહ આપે છે.

App Store

ફૂટપટ્ટી જેવો વળાંક વગરનો  આકાર

એથ્લેટિક અથવા ફૂટપટ્ટી જેવો બોડી શેપ ધરાવતી માનુનીઓને વળાંકોેની જરૂર નથી. આ પ્રકારના  શરીરમાં ટોપ, કમર અને બોટમ એક જ લાઈનમા ંહોય છે. અનુષ્કા શર્મા, ફ્રેડા પિન્ટો આના ઉદાહરણો છે.

આ પ્રકારની નારીઓએ તેમનું  ટોન્ડ ફિગર  દેખાડે એવું ફિટિંગ ધરાવતા કપડાં પહેરવા જોઈએ.  સ્કર્ટ પણ તેમના શરીર પર શોભે છે.  ડ્રેસ ઉપર પટ્ટો બાંધવાથી બાંધો આકર્ષક લાગશે.

ફ્લોરલ પેટર્નના ફ્લોઈ ટોપ્સ સાથે સ્ટ્રેઈટ અને ફિટેડ પેન્ટ પહેરી શકાય છે. જો કે  સ્ટ્રેઈટ ફિટિંગ ટયૂનિક અથવા તો ડિફાઈન્ડ  વેઈસ્ટ  લાઈન વિનાના ડ્રેસ પહેરવાનો પ્રયોગ આપ્રકારનો  બાંધો ધરાવતી સ્ત્રીઓએ કરવા જેવો નથી.

નાસપતિ જેવો આકાર

તમારી કમર અને છાતી નિતંબ કરતા નાના હોય તો તમારો સમાવેશ આ પ્રકારના  બોડી શેપમાં  થાય છે. ગાયિકા વિપોન્સ અને સોેનમ કપૂર આના ઉદાહરણો છે.

આવો બાંધો ધરાવતી માનુનીઓએ ચુસ્ત  ફિટિંગ ધરાવતા રફલ્સ અથવા તો ઊંડા ગળાના પોશાકો પહેરવા જોઈએ. નિતંબ ઉપર  સ્લોટ થતા પરિધાનો પણ શોભી ઉઠશે. વી નેક પહેરવાથી તમારો ઉદર પટલ (મિડ રિફ) વધુ લાંબો  લાગશે અને તમારા શરીરના ઉપલા ભાગ પર  લોકોનું ધ્યાન ખેંચશે. તમે રફલ્સ કે કોલરવાળા અસ્તર મૂકેલા  પરિધાનો પહેરી શકો છો. આ પોશાક તમારું શરીર પર્ફેક્ટ હોવાનો આભાસ આપશે. (ફટેડ સ્કર્ટ્સ તેમજ મોટા ખિસાવાળા ચૂસ્ત ટ્રાઉઝર્સ થી દૂર રહો. નિતંબ સુધી લાંબા ટયૂનિક કે ટોપ્સ પણ પહેરવાથી દૂર રહો આ કારણે તમારા નિતંબ પણ વધુ મોટા  લાગશે. 

સફરજનનો આકાર

તમારી કમર તમારા નિતંબ તેમજ છાતી કરતા મોટી અથવા  સરખી હોય તો તમારો સમાવેશ આ પ્રકારના બાંધામાં થાય છે. કરીના કપૂર, કેથરીન ઝીટા જોન્સ અને ડ્રુ બેરીમોર આના આદર્શ ઉદાહરણો છે.

આ  પ્રકારનો બાંધો ધરાવતી સ્ત્રીઓએ ટૂંકા  ટોપ્સ તરફ જોવાની જરૂર નથી. નિતંબ ઢાંકે તેવા  ટોપ્સ પર પસંદગી ઉતારો ટેપર્ડ  ટ્રાઉઝર્સ પહેરવાથી તમારા પગ પાતળા લાગશે. આ ઉપરાંત 'એ' લાઈન ડ્રેસ  પણ તમને શોેભશે. બેલ્ટ પણ પહેરી શકાય છે. તમારું પેટ ઉપસેલું હોય તો ઢાંકી દે એવા  ખૂલતા કપડા પહેરો તેમજ  લેગિંગ્સ અને જેકેટ પહેરી શિયાળાની ઠંડીથી બચી શકાય છે.  ચૂસ્ત કપડા પહેરવાનું ટાળો કમર પટ્ટો પહેરવાથી લોકોનું ધ્યાન તમારા  ઉપસેલા પેટ પર પડી શકે છે. આવી સ્ટ્રેઈટ ટ્રાઉઝર્સ અને સ્કર્ટ્સ પહેરવાનું રાખો.

અવરગ્લાસ જેવો બાંધો 

આ  પ્રકારનો બાંધો શ્રેષ્ઠ છે. જેનિફર લોપેઝ, શિલ્પા શેટ્ટી અને બિપાશા બાસુ આ બાંધો ધરાવતી ભાગ્યશાળી માનુનીઓ છે. આ પ્રકારના  બાંધાની સ્ત્રીઓની છાતી અને નિતંબનું માપ એક જ હોય છે જ્યારે કમર ... બંને કરતા પાતળી હોય છે.

આ પ્રકારનો બાંધો ધરાવતી સ્ત્રીઓ માટે બેલ્ટ પહેરવાનો તેમજ કમર પર ચૂસ્ત બેસે એવો ડ્રેસ પહેરવાનો વિકલ્પ સારો છે. આ પ્રકારના પોશાકથી તેમના ફિગર  પર લોકોનું તરત જ ધ્યાન ખેંચાય છે. આ ઉપરાંત પહોળા કમર પટ્ટા સાથેની પેન્ટ, હાઈ વેઈસ્ટેડ  સ્કર્ટ્સ અને ટ્રાઉઝર્સ પણ તેમને માટે શ્રેષ્ઠ છે. તમારી પાતળી કમર પર લોકોનું ધ્યાન ખેંચાય એ વાતનો ખ્યાલ રાખો.

પહોળા પરિધાનોથી દૂર રહો. સ્ટ્રેઈટ ફિટિંગ ડ્રેસ પણ તમારે માટે આદર્શ નથી. ચૂસ્ત ડ્રેસ પહેરવાનું ગમતું ન હોય તો બોડી કન્ટ્રોલ અંડરવેરનો ઉપયોગ કરી જુઓ. આ કારણે તમારા પ્રોબ્લેમ એરિયા ઢંકાઈ જશે. ટર્ટલ નેક અને બોક્સી સ્વેટર્સથી દૂર રહેવામાં જ તમારી ભલાઈ છે.