Sahiyar : વાચકની કલમ 

જરૂર નથી... ઠસ્સો તારો નજર અંદાજ કરી લે ખાલી ખિસ્સા ફંફોળવાની જરૂર નથી નીકળ્યું તે પ્રકૃતિનું નિકંદન હવે છોડ રોપી બનાવવાની જરૂર

Sahiyar : વાચકની કલમ 

જરૂર નથી...

ઠસ્સો તારો નજર અંદાજ કરી લે

જાહેરાત

ખાલી ખિસ્સા ફંફોળવાની જરૂર નથી

નીકળ્યું તે પ્રકૃતિનું નિકંદન

હવે છોડ રોપી બનાવવાની જરૂર નથી

પૂરાયો જિંદગીના ખુદ 

સોનાના પિંજરે

હવે પાંખો ફફડાવવાની જરૂર નથી

અગન-ગોળાની તોપો 

કરી સ્વયં નિર્માણને 

હવે પાણીમાં છબછબીયાની જરૂર નથી

કોણ કહે છે તું સુખેથી જીવન જીવે છે

હવે લાફો મારી ગાલ 

લાલ રાખવાની જરૂર નથી

હજી સમય  છે, 

રચાવી લે જિંદગીમાં ભાવરૂપી, કાવ્યો

ફક્ત ડોળ કરવાની જરૂર નથી

જો મળી જશે ''શીવા'' કેરૂ શરણું' તો 

નાહક ગભરાવવાની જરૂર નથી.

પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (અમદાવાદ)

રોજ ચહેરાઓ બદલાય  છે

દરપણ તો એનું એ જ છે

રોજ ચહેરાઓ બદલાય  છે.

છંદ અને બંધારણની  છે સમજ,

એથી તો ગઝલ સર્જાય છે

સૂર્યનો તાપ તડકો જોઈને

ભલભલા વાદળો વિખરાય છે

રસ્મો રિવાજો સૌ જૂના થાય છ,

જમાનાની સાથે 

બધુ બદલાય છે.

ફૂલોની મદમસ્ત જવાની જોઈને

ડાળીઓ પણ 

ઝુકી ઝુકી જાય છે.

દૂધથી હાથ દાઝી ગયા પછી,

છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાય છે.

એક જુઠી ગવાહી આપી દેવાથી

નિર્દોષ  પણ દોષી  

સાબિત થાય છે.

મૂંછો પર તાવ દૈ જે ફરતાં હતાં

સમયની સામે બધાં 

હારી જાય છે.

સંગી સાથી નથી કોઈ આપણું

મૂઆની સાથે ક્યાં  

કોઈ જાય છે?

યોગેશભાઈ આર. જોશી (હાલોલ) 

સાગર

જોઈ રહ્યો છું હું સાગરના શાંત નીરને

કિનારે અફળાઈ  થતા 

મોજાના ફીણ-ફીણને

કુદરતે અજબ બનાવ્યા છે 

દરિયાના રંગ-રૂપને,

નથી ખબર માનવીને  

ક્યારે બદલશે એ એના સૌમ્ય સ્વરૂપને.

છતાં દરિયો છે દયાળુ,  

આપે છે આશરો જળચરને.

કરે છે માનવી એનો નાશ, 

મિટાવી એના અસ્તિત્ત્વને 

કરે છે એ એનો ઉપયોગ ચલાવી વ્હાણ, 

અને નિહાળી ખનિજ-સંપત્તિને

ઉદાસ નયને જોઈ રહે છે આ સર્વે શાંત  

ધરતી અને સાગરના મૃત-જળચરને

દરિયા કિનારે કરે છે કિલ્લોલ, 

નિર્દોષ બાળકો,

બનાવે છે ભીનીરેતીમાં ઘર, 

અને સુંદર ચિત્રો ચિત્રકારો

મંદ મંદ શીતળ પવન, 

આપે છે સર્વેને આનંદ

બનીને વર્ષા ,આપે છે 

શીતળતા ધરતીને સાગર

વંદન કરું છું સાગરને, 

ડૂબી રહ્યો છે સૂર્ય ક્ષિતિજમાં

ફરી દેશે દર્શન ફેલાવી 

રક્ત-વર્ણી કિરણો નિસર્ગમાં.

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

ભર્યું દામન

આજ કદમ માંડી આંગણિયે

દરદ-ઓ-ગમ વિસરાવી ગયા

મિલાવી અહીં નજરથી નજર

માયુસ હૈયાને હરખાવી  ગયા

હેત ભરી વર્ષાની વરસાવી હેલી

ખાલી આંખોનું ઝરણું છલકાવી ગયા

અંત લઈ આવી ઈંતજારનો

આ દીદારનું દામન ફેલાવી ગયા

મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)

હવે કોઈ

ઉપર નીચે કે આગળ, 

પાછળ નથી હવે કોઈ 

વધતી મુસીબતોનો, 

ભાઈ હલ નથી કોઈ.

બારીના કાચમાં તો, 

અસંખ્ય છે દરારો

બીજી તરફ આ ઠેલે, 

સાંકળ નથી હવેકોઈ.

દર્દોની છે દુહાઈ,  

ભીતરના ખૂણે ખૂણે

ઈલાજ ને ઉપાયો, 

સફળ નથી હવે કોઈ.

કોને પડી છે પૂછે, 

કેવી છે દિલની હાલત

છે કાળજા કઠણ સૌ,  

કોમળ નથી હવે કોઈ.

જુની બધી એ વાતુ, 

આંગળને વેંત  નમવું

એ  વેંત સૌ ભૂલ્યા ને, 

આંગળ નથી હવે કોઈ.

ક્યાંથી લખુ કવિતા, કે 

વારતા- ગઝલ  હું

લખવા કલમ નથી કે, 

કાગળ નથી હવે કોઈ

છે અલવિદા આ સૌને, 

સૌને સલામ છેલ્લી

ફરી ને પાછા મળીએ, 

અંજળ નથી હવે કોઈ

જગદીશ ગોહેલ  'દોસ્ત' (ગારિયાધાર)

યૌવન ધબકે છે....

કદી એકાંતમાં  થાશે મિલન આપણું

આપસની બધી ભૂલો, 

સરભર કરી લઈશું,

તમારા શબ્દ બાણોથી, 

પડયા છે , ઝખ્મો ઝાઝા 

સંયમ કેશ મલમથી જખ્મો ભરી દઈશું.

ત્યાગ તો પ્રેમના પાયા તણો આધાર છે

એ આધારને સહારે  પ્રેમ, 

પંથ ઉજાળીએ

ઉન્નત ઉરોજો ને મારકણી આંખો

જોઈ યુવાની ધણ ધણે 

આપની તસવીરથી

એકાંતમાં સતત જેને ઝંખી રહ્યો

જ્યારે મળ્યા ત્યારે અજાણ્યો  થઈ ગયો

તમારી ચમકતી આંખો સામે,

સિતારાની શું વિસાત છે?

જજે ના બજારે, ઝખ્મ લઈને તારા

નમક છે સહુ પાસે, મલમ છે 

કોઈક પાસે.

સી. જી. રાણા (ગોધરા)

તું ચિંતા કરીશ નહીં

તું યાદ આવે છે

રોજ

તારા ચરણે

નત મસતક વંદન કરીને

તેં જેમ કહેલું

એમ જ હું રહું છું

જીદ કરીને જીવું છું

લૂંછી  શકુંતારા આંસુ

એટલો પાસે હું નથી

યાદોથી ભીંજાઈ જાઉં તો

એટલે હું  દૂર છું

તું ચિંતા કરીશ નહીં

તેં આજીવન

દૂર રહેવા કહ્યું છે મને

વર્ષો થયાં આજે 

તેં જેમ કહેલું

એમ જ રહું છું હું

તું ચિંતા કરીશ નહીં

આજીવન 

'મીત' (સુરત)

રાધાની વેદના

વાંસળીનો મોહ તમે છોડી દો કાન

અને રાધાના દિલની વેદના તો જાણ

પ્રીતનું  પાનેતર ઓઢ્યું  તારા નામનું

એણે છોડયો સંસાર અને પરિવાર

વાંસળીનો પ્રેમ 

તને લાગે છે વ્હાલો

રાધાએ જીવન સોંપ્યું છે તારા નામ

તું છે કાળો કાળો રાધા રંગે રૂપાળી

પ્રેમમાં ના હોય રંગભેદ, ઓ કાન

રૂપાળા  ઠકરાણા ત્યારે હતા ઘણાં

છતાં  રાધા બની ગઈ રાધેશ્યામ

રાસ રમતી રાધા 

ગોપીને ભૂલી ગયા

સાત પટરાણીના સંગમાં ઓ કાન

નથી ભૂલ્યા કોઈ નટખટના નખરા

રાધા ગોપીને કેમ ભૂલ્યા ઘનશ્યામ

દ્વારિકાધીશ થઈ ભૂલ્યા ગોકુળને

એકવાર  રાધાને મળજો ઓ કાન

ભગુભાઈ  ભીમડા (હલદર-ભરુચ) 

આ સમાચાર શેર કરો

જાહેરાત